Chapter 5 : Sannyasa Yoga – अध्याय ५: कर्म संन्यास योग

અર્જુન ઉવાચ: સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસિ । યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ્ ॥
અર્જુન બોલે- હે કૃષ્ણ! આપ કર્મોના સંન્યાસની અને પછી કર્મયોગની પ્રશંસા કરો છો. તેથી આ બંનેમાંથી જે એક મારા માટે સારી રીતે નિશ્ચિત કલ્યાણકારક સાધન હોય, તે કહો ॥ ૧ ॥
શ્રીભગવાનુવાચ: સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ । તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે ।।
શ્રીભગવાન બોલે- કર્મસંન્યાસ અને કર્મયોગ આ બંને જ પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ તે બંનેમાં પણ કર્મસંન્યાસથી કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે ॥ ૨ ॥
જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાઙ્ક્ષતિ । નિર્દ્વન્દ્વો હિ મહાબાહો સુખં બન્ધાત્પ્રમુચ્યતે ।।
હે અર્જુન ! જે પુરુષ ન કોઈથી દ્વેષ કરે છે અને ન કોઈની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે; કારણ કે રાગ-દ્વેષાદિ દ્વંદ્વોથી રહિત પુરુષ સુખપૂર્વક સંસારબંધનથી મુક્ત થઈ જાય છે ॥ ૩ ॥
સાઙ્ખ્યયોગૌ પૃથગ્બાલાઃ પ્રવદન્તિ ન પણ્ડિતાઃ । એકમપ્યાસ્થિતઃ સમ્યગુભયોર્વિન્દતે ફલમ્ ॥
ઉપર્યુક્ત સંન્યાસ અને કર્મયોગને મૂર્ખ લોકો જુદા-જુદા ફળ આપનારા કહે છે ન કે પંડિતજન, કારણ કે બંનેમાંથી એકમાં પણ સારી રીતે સ્થિત પુરુષ બંનેના ફળરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય છે ॥ ૪ ॥
યત્સાઙ્ખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનં તદ્યોગૈરપિ ગમ્યતે । એકં સાઙ્ખ્યં ચ યોગં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ ।।
જ્ઞાનયોગીઓ દ્વારા જે પરમધામ પ્રાપ્ત કરવામાં આવે છે, કર્મયોગીઓ દ્વારા પણ તે જ પ્રાપ્ત કરવામાં આવે છે. તેથી જે પુરુષ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપમાં એક જુએ છે, તે જ યથાર્થ જુએ છે ॥ ૫ ॥
સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્નુમયોગતઃ । યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ ॥
પરંતુ હે અર્જુન ! કર્મયોગ વિના સંન્યાસ એટલે કે મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થનારા સંપૂર્ણ કર્મોમાં કર્તાપણાનો ત્યાગ પ્રાપ્ત થવો કઠિન છે અને ભગવતસ્વરૂપનું મનન કરનારો કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને શીઘ્ર જ પ્રાપ્ત થઈ જાય છે ॥ ૬ ॥
યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જિતેન્દ્રિયઃ । સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે ।।
જેનું મન પોતાના વશમાં છે, જે જિતેન્દ્રિય તેમજ વિશુદ્ધ અંતઃકરણવાળો છે અને સંપૂર્ણ પ્રાણીઓનું આત્મરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ લિપ્ત થતો નથી ॥ ૭ ॥
નૈવ કિઞ્ચિત્કરોમીતિ યુક્તો મન્યેત તત્ત્વવિત્ । પશ્યઞ્શૃણ્વન્સ્પૃશઞ્જિઘ્રન્નશ્નનાચ્છન્સ્વપઞ્શ્વસન્ ।। પ્રલપન્વિસૃજન્ગૃહ્ણન્નુન્મિષન્નિમિષન્નપિ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન્ ।।
તત્ત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો હોવા છતાં, સાંભળતો હોવા છતાં, સ્પર્શ કરતો હોવા છતાં, સૂંઘતો હોવા છતાં, ભોજન કરતો હોવા છતાં, ગમન કરતો હોવા છતાં, સૂતો હોવા છતાં, શ્વાસ લેતો હોવા છતાં, બોલતો હોવા છતાં, ત્યાગતો હોવા છતાં, ગ્રહણ કરતો હોવા છતાં તથા આંખોને ખોલતો અને મીંચતો હોવા છતાં પણ, બધી ઇન્દ્રિયો પોતાના-પોતાના અર્થોમાં વર્તી રહી છે- આ પ્રકારે સમજીને નિઃસંદેહ એવું માને કે હું કંઈ પણ કરતો નથી ॥ ૮-૯ ॥
બ્રહ્મણ્યાધાય કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા કરોતિ યઃ । લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા ।।
જે પુરુષ બધાં કર્મોને પરમાત્મામાં અર્પણ કરીને અને આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે, તે પુરુષ જળથી કમળના પાંદડાની જેમ પાપથી લિપ્ત થતો નથી ॥ ૧૦ ॥
કાયેન મનસા બુદ્ધયા કેવલૈરિન્દ્રિયૈરપિ। યોગિનઃ કર્મ કુરવન્તિ સઙ્ગં ત્યક્ત્વાત્મશુદ્ધયે ।।
કર્મયોગી મમત્વબુદ્ધિરહિત કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને શરીર દ્વારા પણ આસક્તિનો ત્યાગ કરીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે ॥ ૧૧ ॥
યુક્તઃ કર્મફલં ત્યક્ત્વા શાન્તિમાપ્નોતિ નૈષ્ઠિકીમ્ । અયુક્તઃ કામકારેણ ફલે સક્તો નિબધ્યતે ।।
કર્મયોગી કર્મોના ફળનો ત્યાગ કરીને ભગવત્પ્રાપ્તિરૂપ શાંતિને પ્રાપ્ત થાય છે અને સકામ-પુરુષ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે ॥ ૧૨ ॥
સર્વકર્માણિ મનસા સન્યસ્યાસ્તે સુખં વશી । નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્ ।।
અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્યયોગનું આચરણ કરનારો પુરુષ ન કરતો હોવા છતાં અને ન કરાવતો હોવા છતાં પણ નવદ્વારાવાળા શરીરરૂપ ઘરમાં બધાં કર્મોને મનથી ત્યાગ કરીને આનંદપૂર્વક સચ્ચિદાનંદઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે ॥ ૧૩ ॥
ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ । ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ।।
પરમેશ્વર મનુષ્યોના ન તો કર્તાપણાની, ન કર્મોની અને ન કર્મફળના સંયોગની જ રચના કરે છે; પરંતુ સ્વભાવ જ વર્તી રહ્યો છે ॥ ૧૪ ॥
નાદત્તે કસ્યચિત્પાપં ન ચૈવ સુકૃતં વિભુઃ । અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવઃ ।।
સર્વવ્યાપી પરમેશ્વર પણ ન કોઈના પાપકર્મને અને ન કોઈના શુભકર્મને જ ગ્રહણ કરે છે; પરંતુ અજ્ઞાન દ્વારા જ્ઞાન ઢંકાયેલું છે, તેનાથી જ બધા અજ્ઞાની મનુષ્ય મોહિત થઈ રહ્યા છે ॥ ૧૫ ॥
જ્ઞાનેન તુ તદજ્ઞાનં યેષાં નાશિતમાત્મનઃ । તેષામાદિત્યવજ્ઞાનં પ્રકાશયતિ તત્પરમ્ ॥
પરંતુ જેનું તે અજ્ઞાન પરમાત્માના તત્ત્વજ્ઞાન દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યું છે, તેનું તે જ્ઞાન સૂર્યના સદૃશ તે સચ્ચિદાનંદઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે ॥ ૧૬ ॥
તદ્બુદ્ધયસ્તદાત્માનસ્તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ । ગચ્છન્ત્યપુનરાવૃત્તિ જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ ॥
જેનું મન તદ્રુપ થઈ રહ્યું છે, જેની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદઘન પરમાત્મામાં જ જેની નિરંતર એકીભાવથી સ્થિતિ છે, એવા તત્પરાયણ પુરુષ જ્ઞાન દ્વારા પાપરહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમગતિને પ્રાપ્ત થાય છે ॥ ૧૭ ॥
વિદ્યાવિનયસમ્પન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ । શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતાઃ સમદર્શિનઃ ।।
તે જ્ઞાનીજન વિદ્યા અને વિનયયુક્ત બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં પણ સમદર્શી * જ હોય છે ॥ ૧૮ ॥
ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ । નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ ।।
જેનું મન સમભાવમાં સ્થિત છે, તેમના દ્વારા આ જીવિત અવસ્થામાં જ સંપૂર્ણ સંસાર જીતી લેવામાં આવ્યો છે, કારણ કે સચ્ચિદાનંદઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, તેથી તે સચ્ચિદાનંદઘન પરમાત્મામાં જ સ્થિત છે ॥ ૧૯ ॥
ન પ્રહૃષ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્ । સ્થિરબુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ્ બ્રહ્મણિ સ્થિતઃ ॥
જે પુરુષ પ્રિયને પ્રાપ્ત થઈને હર્ષિત નથી થતો અને અપ્રિયને પ્રાપ્ત થઈને ઉદ્વિગ્ન ન થાય, તે સ્થિરબુદ્ધિ, સંશયરહિત, બ્રહ્મવેત્તા પુરુષ સચ્ચિદાનંદઘન પરબ્રહ્મ પરમાત્મામાં એકીભાવથી નિત્ય સ્થિત છે ॥ ૨૦ ॥
બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ્ । સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે ।।
બહારના વિષયોમાં આસક્તિરહિત અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિત સાત્ત્વિક આનંદ છે, તેને પ્રાપ્ત થાય છે; ત્યારબાદ તે સચ્ચિદાનંદઘન પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનરૂપ યોગમાં અભિન્નભાવથી સ્થિત પુરુષ અક્ષય આનંદનો અનુભવ કરે છે ॥ ૨૧ ॥
યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે। આદ્યન્તવન્તઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ ॥
જે આ ઇન્દ્રિય તથા વિષયોના સંયોગથી ઉત્પન્ન થનારા બધા ભોગ છે, યદ્યપિ વિષયી પુરુષોને સુખરૂપ ભાસે છે તો પણ દુઃખના જ હેતુ છે અને આદિ-અંતવાળા એટલે કે અનિત્ય છે. તેથી હે અર્જુન ! બુદ્ધિમાન વિવેકી પુરુષ તેમાં નથી રમતો ॥ ૨૨ ॥
શક્નોતીહૈવ યઃ સોઢું પ્રાક્શરીરવિમોક્ષણાત્ । કામક્રોધોદ્ભવં વેગં સ યુક્તઃ સ સુખી નરઃ ।।
જે સાધક આ મનુષ્યશરીરમાં, શરીરનો નાશ થવાથી પહેલાં-પહેલાં જ કામ ક્રોધથી ઉત્પન્ન થનારા વેગને સહન કરવામાં સમર્થ થઈ જાય છે, તે જ પુરુષ યોગી છે અને તે જ સુખી છે ॥ ૨૩ ॥
યોऽન્તઃ સુખોऽન્તરારામસ્તથાન્તર્યોતિરેવ યઃ । સ યોગી બ્રહ્મનિર્વાણં બ્રહ્મભૂતોऽધિગચ્છતિ ।।
જે પુરુષ અંતરાત્મામાં જ સુખવાળો છે, આત્મામાં જ રમણ કરનારો છે તથા જે આત્મામાં જ જ્ઞાનવાળો છે, તે સચ્ચિદાનંદઘન પરબ્રહ્મ પરમાત્માની સાથે એકીભાવને પ્રાપ્ત સાંખ્યયોગી શાંત બ્રહ્મને પ્રાપ્ત થાય છે ॥ ૨૪॥
લભન્તે બ્રહ્મનિર્વાણમૃષયઃ ક્ષીણકલ્મષાઃ । છિન્નદ્વૈધા યતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ ॥
જેમના બધા પાપ નષ્ટ થઈ ગયા છે, જેમના બધા સંશય જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ગયા છે, જે સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં રત છે અને જેમનું જીતેલું મન નિશ્ચલભાવથી પરમાત્મામાં સ્થિત છે, તે બ્રહ્મવેત્તા પુરુષ શાંત બ્રહ્મને પ્રાપ્ત થાય છે ॥ ૨૫ ॥
કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસામ્ । અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનામ્ ।।
કામ-ક્રોધથી રહિત, જીતેલા ચિત્તવાળા, પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરેલા જ્ઞાની પુરુષો માટે બધી બાજુથી શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે ॥ ૨૬ ॥
સ્પર્શાન્કૃત્વા બહિર્બાહ્યાંશ્ચક્ષુશ્ચૈવાન્તરે ધ્રુવોઃ । પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યન્તરચારિણૌ ।। યતેન્દ્રિયમનોબુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણઃ વિગતેચ્છાભયક્રોધો યઃ સદા મુક્ત એવ સઃ ।।
બહારના વિષય-ભોગોનું ચિંતન ન કરતો હોવા છતાં બહાર જ કાઢીને અને નેત્રોની દૃષ્ટિને ભ્રુકુટીની વચ્ચે સ્થિત કરીને તથા નાસિકામાં વિચરનારા પ્રાણ અને અપાનવાયુને સમ કરીને, જેની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ જીતેલી છે, એવો જે મોક્ષપરાયણ મુનિ * ઇચ્છા, ભય અને ક્રોધથી રહિત થઈ ગયો છે, તે સદા મુક્ત જ છે ॥ ૨૭-૨૮ ॥
ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્ । સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ ।।
મારો ભક્ત મને બધા યજ્ઞ અને તપોનો ભોગવનારો, સંપૂર્ણ લોકના ઈશ્વરોનો પણ ઈશ્વર તથા સંપૂર્ણ ભૂત-પ્રાણીઓનો સુહૃદ્ એટલે કે સ્વાર્થરહિત દયાળુ અને પ્રેમી, એવો તત્ત્વથી જાણીને શાંતિને પ્રાપ્ત થાય છે ॥ ૨૯ ॥
ॐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મસંન્યાસયોગો નામ પઞ્ચમોऽધ્યાયઃ ॥ ૫ ॥
આજનું પંચાંગ 25 જુલાઈ 2026
શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે
સંબંધિત લેખ

Chapter 18 : Moksha Sanyasa Yoga – अध्याय १८: मोक्षसंन्यासयोगः
અર્જુન બોલ્યા: હે મહાબાહુ! હે અંતર્યામી! હે વાસુદેવ! હું સંન્યાસ અને ત્યાગના તત્ત્વને જુદા જુદા જાણવા ઈચ્છું છું...

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

Chapter 14 : Guna Traya Vibhaga Yoga – अध्याय १४: गुणत्रयविभागयोग
શ્રી ભગવાન કહે છે: હું ફરીથી તે પરમ જ્ઞાન કહીશ, જે જ્ઞાનમાં ઉત્તમ છે, જેને જાણીને બધા મુનિજનો આ દુનિયાથી પરમ સિદ્ધિ પામ્યા છે.

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.