भागवद गीता

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग

Tilak Kathayein16 Feb 2025138 views📖 1 min read
Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

શ્રીભગવાન્ ઉવાચ ઊર્ધ્વમૂલમધઃ શાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્ । છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્ ॥

શ્રીભગવાન્ બોલે- આદિપુરુષ પરમેશ્વરરૂપ મૂળવાળા અને બ્રહ્મારૂપ મુખ્ય શાખાવાળા જે સંસારરૂપ પીપળાના વૃક્ષને અવિનાશી કહે છે, તથા વેદ જેના પાંદડા કહેવાયા છે- તે સંસારરૂપ વૃક્ષને જે પુરુષ મૂળસહિત તત્ત્વથી જાણે છે, તે વેદના તાત્પર્યને જાણવાવાળો છે ॥ ૧ ॥

અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ । અધશ્ચ મૂલાન્યનુસન્તતાનિ કર્માનુબન્ધીનિ મનુષ્યલોકે ॥

તે સંસારવૃક્ષની ત્રણે ગુણોરૂપ જળના દ્વારા વધેલી તેમજ વિષય-ભોગરૂપ કૂંપળોવાળી દેવ, મનુષ્ય અને તિર્યક્ આદિ યોનિરૂપ શાખાઓ નીચે અને ઉપર સર્વત્ર ફેલાયેલી છે તથા મનુષ્ય-લોકમાં કર્મોના અનુસાર બાંધવાવાળી અહંતા-મમતા અને વાસનારૂપ જડો પણ નીચે અને ઉપર બધા લોકમાં વ્યાપ્ત થઈ રહી છે ॥ ૨ ॥

ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સમ્પ્રતિષ્ઠા । અશ્વત્થમેનં સુવિરૂઢમૂલ- મસઙ્ગશસ્ત્રેણ દૃઢેન છિત્ત્વા ॥

આ સંસારવૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે તેવું અહીં વિચારકાળમાં નથી મળતું, કારણ કે ન તો એનો આદિ છે અને ન અંત છે તથા

ન એની સારી રીતે સ્થિતિ જ છે. એટલા માટે આ અહંતા, મમતા અને વાસનારૂપ અતિ દૃઢ મૂળોવાળા સંસારરૂપ પીપળાના વૃક્ષને દૃઢ વૈરાગ્યરૂપ શસ્ત્રદ્વારા કાપીને – ॥ ૩ ॥

તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ । તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી ॥

તેના પછી તે પરમ-પદરૂપ પરમેશ્વરને સારી રીતે શોધવો જોઈએ, જેમાં ગયેલા પુરુષ ફરીથી પાછા સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસારવૃક્ષની પ્રવૃત્તિ વિસ્તારને પ્રાપ્ત થઈ છે, તે જ આદિપુરુષ નારાયણના હું શરણ છું- આ પ્રકારનો દૃઢ નિશ્ચય કરીને તે પરમેશ્વરનું મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ ॥ ૪ ॥

નિર્માનમોહા જિતસઙ્ગદોષા- અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામાઃ । દ્વન્દ્વૈર્વિમુક્તાઃ સુખદુઃખસઞ્જ્ઞૈ- ર્ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત્ ॥

જેનું માન અને મોહ નષ્ટ થઈ ગયો છે, જેમણે આસક્તિરૂપ દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણરૂપથી નષ્ટ થઈ ગઈ છે- તે સુખ-દુઃખ નામના દ્વંદ્વોથી વિમુક્ત જ્ઞાનીજન તે અવિનાશી પરમપદને પ્રાપ્ત થાય છે ॥ ૫ ॥

ન તદ્ભાસયતે સૂર્યો ન શશાઙ્કો ન પાવકઃ । યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ॥

જે પરમપદને પ્રાપ્ત થઈને મનુષ્ય પાછા સંસારમાં નથી આવતા, તે સ્વયંપ્રકાશ પરમપદને ન સૂર્ય પ્રકાશિત કરી શકે છે, ન ચંદ્રમા અને ન અગ્નિ જ; તે જ મારું પરમધામ છે ॥ ૬ ॥

મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ । મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાની કર્ષતિ ।।

આ દેહમાં આ સનાતન જીવાત્મા મારો જ અંશ છે* અને તે જ આ પ્રકૃતિમાં સ્થિત મન અને પાંચેય ઇન્દ્રિયોને આકર્ષણ કરે છે

॥ ૭ ॥

શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ । ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગન્ધાનિવાશયાત્ ।।

વાયુ ગંધના સ્થાનથી ગંધને જેમ ગ્રહણ કરીને લઈ જાય છે, તેમ જ દેહાદિકા સ્વામી જીવાત્મા પણ જે શરીરનો ત્યાગ કરે છે, તેનાથી આ મનસહિત ઇન્દ્રિયોને ગ્રહણ કરીને ફરીથી જે શરીરને પ્રાપ્ત થાય છે-તેમાં જાય છે ॥ ૮ ॥

શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ઘ્રાણમેવ ચ। અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ॥

આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ અને ત્વચાને તથા રસના, ઘ્રાણ અને મનને આશ્રય કરીને – અર્થાત્ આ બધાના સહારેથી જ વિષયોનું સેવન કરે છે ॥ ૯ ॥

ઉત્ક્રામન્તં સ્થિતં વાપિ ભુઞ્જાનં વા ગુણાન્વિતમ્। વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ ॥

શરીરને છોડીને જતા થયેલાને અથવા શરીરમાં સ્થિત થયેલાને અથવા વિષયોને ભોગવતા થયેલાને આ પ્રકારે ત્રણે ગુણોથી યુક્ત થયેલાને પણ અજ્ઞાનીજન નથી જાણતા, કેવળ જ્ઞાનરૂપ નેત્રોવાળા વિવેકશીલ જ્ઞાની જ તત્ત્વથી જાણે છે ॥ ૧૦ ॥

યતન્તો યોગિનશ્ચૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્ । યતન્તોऽપ્યકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ ।।

યત્ન કરવાવાળા યોગીજન પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્ત્વથી જાણે છે; કિન્તુ જેમણે પોતાના અંતઃકરણને શુદ્ધ નથી કર્યું, એવા અજ્ઞાનીજન તો યત્ન કરતા રહેવા પર પણ આ આત્માને નથી જાણતા ॥ ૧૧ ॥

યદાદિત્યગતં તેજો જગદ્ભાસયતેऽખિલમ્ । યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ્ ।।

સૂર્યમાં સ્થિત જે તેજ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે તથા જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે-તેને તું મારું જ તેજ જાણ

॥ ૧૨ ॥

ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા । પુષ્ણામિ ચૌષધીઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ ॥

અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને પોતાની શક્તિથી બધા ભૂતોને ધારણ કરું છું અને રસસ્વરૂપ અર્થાત્ અમૃતમય ચંદ્રમા થઈને સંપૂર્ણ ઓષધિઓને અર્થાત્ વનસ્પતિઓને પુષ્ટ કરું છું ॥ ૧૩ ॥

અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ । પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ ।।

હું જ બધા પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેવાવાળો પ્રાણ અને અપાનથી સંયુક્ત વૈશ્વાનર અગ્નિરૂપ થઈને ચાર * પ્રકારના અન્નને પચાવું છું ॥ ૧૪ ॥

સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો- મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ। વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો- વેદાન્તકૃદ્વેદવિદેવ ચાહમ્ ।।

હું જ બધા પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી- રૂપથી સ્થિત છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન થાય છે અને બધા વેદોદ્વારા હું જ જાણવા યોગ્ય છું તથા વેદાંતનો કર્તા અને વેદોને જાણવાવાળો પણ હું જ છું ॥ ૧૫ ॥

દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ। ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોऽક્ષર ઉચ્યતે ।।

આ સંસારમાં નાશવાન અને અવિનાશી પણ આ બે પ્રકારના પુરુષ છે. આમાં સંપૂર્ણ ભૂતપ્રાણીઓના શરીર તો નાશવાન અને જીવાત્મા અવિનાશી કહેવાય છે ॥ ૧૬ ॥

ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહૃતઃ । યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ ।।

આ બંનેથી ઉત્તમ પુરુષ તો અન્ય જ છે, જે ત્રણે લોકમાં પ્રવેશ કરીને બધાનું ધારણ-પોષણ કરે છે તેમજ અવિનાશી પરમેશ્વર અને પરમાત્મા – આ પ્રકારે કહેવાયો છે ॥ ૧૭ ॥

યસ્માત્ક્ષરમતીતોऽહમક્ષરાદપિ ચોત્તમઃ । અતોऽસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ ।।

કારણ કે હું નાશવાન જડવર્ગ-ક્ષેત્રથી તો સર્વથા અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું, એટલા માટે લોકમાં અને વેદમાં પણ પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું ॥ ૧૮ ॥

યો મામેવમસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ્ । સ સર્વવિદ્ભજતિ માં સર્વભાવેન ભારત ।।

ભારત ! જે જ્ઞાની પુરુષ મને આ પ્રકારે તત્ત્વથી પુરુષોત્તમ જાણે છે, તે સર્વજ્ઞ પુરુષ બધા પ્રકારે નિરંતર મારા વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે॥ ૧૯ ॥

ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનઘ । એતદ્બુદ્ધ્વા બુદ્ધિમાન્સ્યાત્કૃતકૃત્યશ્ચ ભારત ।।

હે નિષ્પાપ અર્જુન ! આ પ્રકારે આ અતિ રહસ્યયુક્ત ગોપનીય શાસ્ત્ર મારા દ્વારા કહેવાયું, આને તત્ત્વથી જાણીને મનુષ્ય જ્ઞાનવાન અને કૃતાર્થ થઈ જાય છે ॥ ૨૦ ॥

ॐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે પુરુષોત્તમયોગો નામ પઞ્ચદશોऽધ્યાયઃ

🕉

આજનું પંચાંગ 25 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
ભગવદ ગીતા

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग

અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

20 Feb 2025139
Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
ભગવદ ગીતા

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग

શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

18 Feb 2025118
Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવદ ગીતા

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.

12 Feb 2025131
Chapter 12 : Bhakti Yoga – अध्याय १२: भक्तियोग
ભગવદ ગીતા

Chapter 12 : Bhakti Yoga – अध्याय १२: भक्तियोग

અર્જુને કહ્યું: જે ભક્તો હંમેશા સ્થિર રહીને તમારા સાકાર સ્વરૂપની પૂજા કરે છે, અને જેઓ અવિનાશી, અવ્યક્તની પૂજા કરે છે - આમાંથી યોગમાં વધુ નિપુણ કોણ છે?

10 Feb 2025106