भागवद गीता

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग

Tilak Kathayein18 Feb 2025121 views📖 1 min read
Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

શ્રીભગવાનુવાચ: અભયં સત્ત્વસંશુદ્ધિર્જ્ઞાનયોગવ્યવસ્થિતિઃ । દાનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ્ ॥

શ્રીભગવાન બોલ્યા- ભયનો સર્વથા અભાવ, અંતઃકરણની પૂર્ણ નિર્મળતા, તત્ત્વજ્ઞાન માટે ધ્યાનયોગમાં નિરંતર દૃઢ સ્થિતિ અને સાત્ત્વિક દાન, ઇન્દ્રિયોનું દમન, ભગવાન, દેવતા અને ગુરુજનોની પૂજા તથા અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ તેમજ વેદ-શાસ્ત્રોનું પઠન-પાઠન તથા ભગવાનના નામ અને ગુણોનું કીર્તન, સ્વધર્મપાલન માટે કષ્ટસહન અને શરીર તથા ઇન્દ્રિયો સહિત અંતઃકરણની સરળતા ॥ ૧ ॥

અહિંસા સત્યમક્રોધસ્ત્યાગઃ શાંતિરપૈશુનમ્ । દયા ભૂતેષ્વલોલુપ્ત્વં માર્દવં હ્રીરચાપલમ્ ।।

મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારે કોઈને કષ્ટ ન દેવું, યથાર્થ અને પ્રિય ભાષણ, પોતાનું અપકાર કરનારા પર પણ ક્રોધ ન થવો, કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપરતિ અર્થાત્ ચિત્તની ચંચળતાનો અભાવ, કોઈની પણ નિંદા આદિ ન કરવી, બધા ભૂતપ્રાણીઓમાં હેતુરહિત દયા, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા પર પણ તેમાં આસક્તિ ન થવી, કોમળતા, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરણમાં લજ્જા અને વ્યર્થ ચેષ્ટાઓનો અભાવ ॥ ૨ ॥

તેજઃ ક્ષમા ધૃતિઃ શૌચમદ્રોહો નાતિમાનિતા । ભવન્તિ સમ્પદં દૈવીમભિજાતસ્ય ભારત ॥

તેજ, ક્ષમા, ધૈર્ય, બહારની શુદ્ધિ તેમજ કોઈમાં પણ શત્રુભાવ ન હોવો અને પોતાનામાં પૂજ્યતાના અભિમાનનો અભાવ- આ બધા તો હે અર્જુન ! દૈવી સંપદાને લઈને ઉત્પન્ન થયેલા પુરુષના લક્ષણ છે ॥ ૩ ॥

દમ્ભો દર્પોऽભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ। અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સમ્પદમાસુરીમ્ ।।

હે પાર્થ ! દંભ, ઘમંડ અને અભિમાન તથા ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન પણ આ બધા આસુરી સંપદાને લઈને ઉત્પન્ન થયેલા પુરુષના લક્ષણ છે ॥ ૪ ॥

દૈવી સમ્પદ્વિમોક્ષાય નિબન્ધાયાસુરી મતા। મા શુચઃ સમ્પદં દૈવીમભિજાતોऽસિ પાણ્ડવ ॥

દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી-સંપદા બાંધવા માટે માનવામાં આવી છે. તેથી હે અર્જુન ! તું શોક ન કર, કારણ કે તું દૈવી સંપદાને લઈને ઉત્પન્ન થયો છે ॥ ૫॥

દ્વૌ ભૂતસર્ગો લોકેऽસ્મિન્દૈવ આસુર એવ ચ। દૈવો વિસ્તરશઃ પ્રોક્ત આસુરં પાર્થ મે શૃણુ ॥

હે અર્જુન ! આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્યસમુદાય બે જ પ્રકારનો છે, એક તો દૈવી પ્રકૃતિવાળો અને બીજો આસુરી પ્રકૃતિવાળો. તેમાંનો દૈવી પ્રકૃતિવાળો તો વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યો, હવે તું આસુરી પ્રકૃતિવાળા મનુષ્યસમુદાયને પણ વિસ્તારપૂર્વક મારાથી સાંભળ ॥ ૬ ॥

પ્રવૃત્તિં ચ નિવૃત્તિ ચ જના ન વિદુરાસુરાઃ । ન શૌચં નાપિ ચાચારો ન સત્યં તેષુ વિદ્યતે ।।

આસુર-સ્વભાવવાળા મનુષ્ય પ્રવૃત્તિ અને નિવૃત્તિ-આ બંનેને જ નથી જાણતા. તેથી તેમનામાં ન તો બહાર ભીતરની શુદ્ધિ છે, ન શ્રેષ્ઠ આચરણ છે અને ન સત્યભાષણ જ છે ॥ ૭ ॥

અસત્યમપ્રતિષ્ઠં તે જગદાહુરનીશ્વરમ્ । અપરસ્પરસમ્ભૂતં કિમન્યત્કામહૈતુકમ્ ।।

તે આસુરી પ્રકૃતિવાળા મનુષ્ય કહ્યા કરે છે કે જગત આશ્રયરહિત, સર્વથા અસત્ય અને વિના ઈશ્વરના, પોતાના-આપ કેવળ સ્ત્રી-પુરુષના સંયોગથી ઉત્પન્ન છે, આથી કેવળ કામ જ તેનું કારણ છે. આના સિવાય બીજું શું છે ? ॥ ૮ ॥

એતાં દૃષ્ટિમવષ્ટભ્ય નષ્ટात्માનોऽલ્પબુદ્ધયઃ । પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતોऽહિતાઃ ।।

આ મિથ્યા જ્ઞાનનો આધાર લઈને- જેઓનો સ્વભાવ નષ્ટ થઈ ગયો છે તથા જેઓની બુદ્ધિ મંદ છે, તે બધાનું અપકાર કરનારા ક્રૂરકર્મી મનુષ્ય કેવળ જગતના નાશ માટે જ સમર્થ હોય છે ॥ ૯ ॥

કામમાશ્રિત્ય દુષ્પૂરં દમ્ભમાનમદાન્વિતાઃ । મોહાદ્ગૃહીત્વાસદ્‌ગ્રાહાનપ્રવર્તન્તેऽશુચિવ્રતાઃ ।।

તે દંભ, માન અને મદથી યુક્ત મનુષ્ય કોઈ પણ પ્રકારે પૂર્ણ ન થનારી કામનાઓનો આશ્રય લઈને, અજ્ઞાનથી મિથ્યા સિદ્ધાંતોને ગ્રહણ કરીને અને ભ્રષ્ટ આચરણોને ધારણ કરીને સંસારમાં વિચરે છે ॥ ૧૦ ॥

ચિંતામપરિમેયાં ચ પ્રલયાન્તામુપાશ્રિતાઃ । કામોપભોગપરમા એતાવદિતિ નિશ્ચિતાઃ ।।

તથા તે મૃત્યુપર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશ્રય લેનારા, વિષયભોગોના ભોગવવામાં તત્પર રહેનારા અને ‘આટલું જ સુખ છે’ એ પ્રકારે માનનારા હોય છે ॥ ૧૧ ॥

આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ । ઈહન્તે કામભોગાર્થમન્યાયેનાર્થસંચયાન્ ।।

તે આશાની સેંકડો ફાંસીઓથી બંધાયેલા મનુષ્ય કામ-ક્રોધના પરાયણ થઈને વિષય ભોગો માટે અન્યાયપૂર્વક ધન આદિ પદાર્થોનો સંગ્રહ કરવાની ચેષ્ટા કરે છે ॥ ૧૨ ॥

ઇદમદ્ય મયા લબ્ધમિમં પ્રાપ્સ્યે મનોરથમ્ । ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ્ ।।

તે વિચાર્યા કરે છે કે મેં આજે આ પ્રાપ્ત કરી લીધું છે અને હવે આ મનોરથને પ્રાપ્ત કરી લઈશ. મારી પાસે આટલું ધન છે અને ફરી પણ આ થઈ જશે ॥ ૧૩ ॥

અસૌ મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપરાનપિ। ઈશ્વરોऽહમહં ભોગી સિદ્ધોऽહં બલવાન્સુખી ॥

તે શત્રુ મારા દ્વારા મારવામાં આવ્યો અને તે બીજા શત્રુઓને પણ હું મારી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું. હું બધી સિદ્ધિઓથી યુક્ત છું અને બળવાન તથા સુખી છું ॥ ૧૪ ॥

આઢ્યોऽભિજનવાનસ્મિ કોऽન્યોऽસ્તિ સદૃશો મયા। યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાનવિમોહિતાઃ ।।
અનેકચિત્તવિભ્રાન્તા મોહજાલસમાવૃતાઃ । પ્રસક્તાઃ કામભોગેશુ પતન્તિ નરકેऽશુચૌ ।।

હું મોટો ધની અને મોટા કુટુંબવાળો છું. મારા સમાન બીજું કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને આમોદ-પ્રમોદ કરીશ. આ પ્રકારે અજ્ઞાનથી મોહિત રહેનારા તથા અનેક પ્રકારથી ભ્રમિત ચિત્તવાળા મોહરૂપ જાળથી સમાવૃત અને વિષયભોગોમાં અત્યંત આસક્ત આસુરલોકો મહાન અપવિત્ર નરકમાં પડે છે ॥ ૧૫-૧૬ ॥

આત્મસમ્ભાવિતાઃ સ્તબ્ધા ધનમાનમદાન્વિતાઃ । યજન્તે નામયજ્ઞૈસ્તે દમ્ભેનાવિધિપૂર્વકમ્ ॥

તે પોતાના-આપને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષ ધન અને માનના મદથી યુક્ત થઈને કેવળ નામમાત્રના યજ્ઞો દ્વારા પાખંડથી શાસ્ત્રવિધિરહિત યજન કરે છે॥ ૧૭ ॥

અહઙ્કારં બલં દર્પ કામં ક્રોધં ચ સંશ્રિતાઃ । મામાત્મપરદેહેષુ પ્રદ્વિષન્તોऽભ્યસૂયકાઃ ॥

તે અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધાદિકના પરાયણ અને બીજાઓની નિંદા કરનારા પુરુષ પોતાના અને બીજાઓના શરીરમાં સ્થિત મારા અંતર્યામીથી દ્વેષ કરનારા હોય છે ॥ ૧૮ ॥

તાનહં દ્વિષતઃ ક્રૂરાન્સંસારેષુ નરાધમાન્ । ક્ષિપામ્યજસ્ત્રમશુભાનાસુરીષ्वेવ યોનિષુ ॥

તે દ્વેષ કરનારા પાપાચારી અને ક્રૂરકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું ॥ ૧૯ ॥

આસુરીં યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ । મામપ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યધમાં ગતિમ્ ।।

હે અર્જુન ! તે મૂઢ મને ન પ્રાપ્ત થઈને જ જન્મ-જન્મમાં આસુરી યોનિને પ્રાપ્ત થાય છે, પછી તેનાથી પણ અતિ નીચ ગતિને જ પ્રાપ્ત થાય છે અર્થાત્ ઘોર નરકોમાં પડે છે ॥ ૨૦ ॥

ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ । કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્ત્રયં ત્યજેત્ ॥

કામ, ક્રોધ તથા લોભ- આ ત્રણ પ્રકારના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા એટલે કે તેને અધોગતિમાં લઈ જનારા છે. આથી આ ત્રણેનો ત્યાગ કરી દેવો જોઈએ ॥ ૨૧ ॥

એતૈર્વિમુક્તઃ કૌન્તેય તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ । આચરત્યાત્મનઃ શ્રેયસ્તતો યાતિ પરાં ગતિમ્ ॥

હે અર્જુન ! આ ત્રણે નરકના દ્વારોથી મુક્ત પુરુષ પોતાના કલ્યાણનું આચરણ કરે છે, તેનાથી તે પરમગતિને જાય છે અર્થાત્ મને પ્રાપ્ત થઈ જાય છે ॥ ૨૨ ॥

યઃ શાસ્ત્રવિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ । ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખં ન પરાં ગતિમ્ ।।

જે પુરુષ શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને પોતાની ઈચ્છાથી મનમાનીતું આચરણ કરે છે, તે ન સિદ્ધિને પ્રાપ્ત થાય છે, ન પરમગતિને અને ન સુખને જ ॥ ૨૩ ॥

તસ્માચ્છાસ્ત્રં પ્રમાણં તે કાર્યાકાર્યવ્યવસ્થિતૌ । જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં કર્મ કર્તુમિહાર્હસિ ।।

આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. એવું જાણીને તું શાસ્ત્રવિધિથી નિયત કર્મ જ કરવા યોગ્ય છે ॥ ૨૪ ॥

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે દૈવાસુરસમ્પદ્- વિભાગયોગો નામ ષોડશોऽધ્યાયઃ ॥ ૧૬ ॥

🕉

આજનું પંચાંગ 25 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
ભગવદ ગીતા

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग

અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

20 Feb 2025139
Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
ભગવદ ગીતા

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग

શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

16 Feb 2025138
Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવદ ગીતા

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.

12 Feb 2025131
Chapter 12 : Bhakti Yoga – अध्याय १२: भक्तियोग
ભગવદ ગીતા

Chapter 12 : Bhakti Yoga – अध्याय १२: भक्तियोग

અર્જુને કહ્યું: જે ભક્તો હંમેશા સ્થિર રહીને તમારા સાકાર સ્વરૂપની પૂજા કરે છે, અને જેઓ અવિનાશી, અવ્યક્તની પૂજા કરે છે - આમાંથી યોગમાં વધુ નિપુણ કોણ છે?

10 Feb 2025107