Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

શ્રીભગવાનુવાચ: ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે । એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ॥
શ્રીભગવાન બોલે- હે અર્જુન ! આ શરીર ‘ક્ષેત્ર’ આ નામથી કહેવાય છે અને એને જે જાણે છે, એને ‘ક્ષેત્રજ્ઞ’ આ નામથી એમના તત્ત્વને જાણવાવાળા જ્ઞાનીજન કહે છે ॥ ૧ ॥
ક્ષેત્રજ્ઞં ચાપિ માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત । ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્તજ્જ્ઞાનં મતં મમ ॥
હે અર્જુન ! તું બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ અર્થાત્ જીવાત્મા પણ મને જ જાણ અને ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞને અર્થાત્ વિકારસહિત પ્રકૃતિ અને પુરુષનું જે તત્ત્વથી જાણવું છે, એ જ્ઞાન છે-એવું મારું મત છે ॥ ૨ ॥
તત્ક્ષેત્રં યચ્ચ યાદૃક્ચ યદ્વિકારિ યતશ્ચ યત્ । સ ચ યો યત્પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ ॥
એ ક્ષેત્ર જે અને જેવું છે તથા જે વિકારોવાળું છે, અને જે કારણથી જે થયું છે; તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે અને જે પ્રભાવવાળું છે- એ બધું સંક્ષેપમાં મારાથી સાંભળ ॥ ૩ ॥
ઋષિભિર્બહુધા ગીતં છન્દોભિર્વિવિધૈઃ પૃથક્ । બ્રહ્મસૂત્રપદૈશ્ચૈવ હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ ।।
આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું તત્ત્વ ઋષિઓ દ્વારા ઘણા પ્રકારથી કહેવામાં આવ્યું છે અને વિવિધ વેદમંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે તથા સારી રીતે નિશ્ચય કરેલા યુક્તિયુક્ત બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવામાં આવ્યું છે॥ ૪ ॥
મહાભૂતાન્યહઙ્કારો બુદ્ધિરવ્યક્તમેવ ચ। ઇન્દ્રિયાણિ દશૈકં ચ પઞ્ચ ચેન્દ્રિયગોચરાઃ ।।
પાંચ મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને મૂળ પ્રકૃતિ પણ તથા દસ ઇન્દ્રિયો, એક મન અને પાંચ ઇન્દ્રિયોના વિષય અર્થાત્ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ॥૫॥
ઇચ્છા દ્વેષઃ સુખં દુઃખં સઙ્ઘાતશ્ચેતના ધૃતિઃ । એતત્ક્ષેત્રં સમાસેન સવિકારમુદાહૃતમ્ ।।
તથા ઇચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ દેહનો પિંડ ચેતના અને ધૃતિ- આ પ્રકારે વિકારો સહિત આ ક્ષેત્ર સંક્ષેપમાં કહેવામાં આવ્યું ॥ ૬ ॥
અમાનિત્વમદમ્ભિત્વમહિંસા ક્ષાન્તિરાર્જવમ્ । આચાર્યોપાસનં શૌચં સ્થैर्यમાત્મવિનિગ્રહઃ ।।
શ્રેષ્ઠતાના અભિમાનનો અભાવ, દમ્ભાચરણનો અભાવ, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે ન સતાવવું, ક્ષમાભાવ, મન-વાણી વગેરેની સરળતા, શ્રદ્ધા-ભક્તિસહિત ગુરુની સેવા, બહાર-ભીતરની શુદ્ધિ અંતઃકરણની સ્થિરતા અને મન-ઇન્દ્રિયોસહિત શરીરનો નિગ્રહ ॥ ૭ ॥
ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમનહઙ્કાર એવ ચ। જન્મમૃત્યુજરાવ્યાધિદુઃખદોષાનુદર્શનમ્ ॥
આ લોક અને પરલોકના સંપૂર્ણ ભોગોમાં આસક્તિનો અભાવ અને અહંકારનો પણ અભાવ, જન્મ, મૃત્યુ, જરા અને રોગ વગેરેમાં દુઃખ અને દોષોનો વારંવાર વિચાર કરવો ॥ ૮ ॥
અસક્તિરનભિષ્વઙ્ગઃ પુત્રદારગૃહાદિષુ । નિત્યં ચ સમચિત્તત્વમિષ્ટાનિષ્ટોપપત્તિષુ ॥
પુત્ર, સ્ત્રી, ઘર અને ધન વગેરેમાં આસક્તિનો અભાવ, મમતા ન હોવી તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિમાં હંમેશાં ચિત્તનું સમ રહેવું ॥ ૯ ॥
મયિ ચાનન્યયોગેન ભક્તિરવ્યભિચારિણી । વિવિક્તદેશસેવિત્વમરતિર્જનસંસદિ ॥
મારા પરમેશ્વરમાં અનન્ય યોગ દ્વારા અવ્યભિચારિણી ભક્તિ * તથા એકાંત અને શુદ્ધ દેશમાં રહેવાનો સ્વભાવ અને વિષયાસક્ત મનુષ્યોના સમુદાયમાં પ્રેમ ન હોવો ॥ ૧૦ ॥
અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્ । એતજ્જ્ઞાનમિતિ પ્રોક્તમજ્ઞાનં યદતોઽન્યથા ।।
અધ્યાત્મજ્ઞાનમાં નિત્યસ્થિતિ અને તત્ત્વજ્ઞાનના અર્થરૂપ પરમાત્માને જ જોવો- આ બધું જ્ઞાન છે અને જે એનાથી વિપરીત છે, એ અજ્ઞાન છે-એવું કહ્યું છે ॥ ૧૧ ॥
જ્ઞેયં યત્તત્પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વામૃતમશ્નુતે । અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે ।।
જે જાણવા યોગ્ય છે તથા જેને જાણીને મનુષ્ય પરમાનંદને પ્રાપ્ત થાય છે, એને સારી રીતે કહીશ. એ અનાદિવાળું પરમબ્રહ્મ ન સત્ જ કહેવાય છે, ન અસત્ જ ॥ ૧૨ ॥
સર્વતઃ પાણિપાદં તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્ । સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ ।।
એ બધી બાજુ હાથ-પગવાળું, બધી બાજુ નેત્ર, માથા અને મુખવાળું તથા બધી બાજુ કાનવાળું છે. કેમ કે એ સંસારમાં બધાને વ્યાપ્ત કરીને સ્થિત છે ॥ ૧૩ ॥
સર્વેન્દ્રિયગુણાભાસં સર્વેન્દ્રિયવિવર્જિતમ્ । અસક્તં સર્વભૃચ્ચૈવ નિર્ગુણં ગુણભોક્તૃ ચ ॥
એ સંપૂર્ણ ઇન્દ્રિયોના વિષયોને જાણવાવાળું છે, પરંતુ વાસ્તવમાં બધી ઇન્દ્રિયોથી રહિત છે તથા આસક્તિ- રહિત હોવા પર પણ બધાનું ધારણ-પોષણ કરવાવાળું અને નિર્ગુણ હોવા પર પણ ગુણોને ભોગવવાવાળું છે ॥ ૧૪ ॥
બહિરન્તશ્ચ ભૂતાનામચરં ચરમેવ ચ। સૂક્ષ્મત્વાત્તદવિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત્ ॥
એ ચરાચર બધા ભૂતોની બહાર-ભીતર પરિપૂર્ણ છે અને ચર-અચર પણ એ જ છે. અને એ સૂક્ષ્મ હોવાથી અવિજ્ઞેય છે તથા અતિ સમીપમાં અને દૂરમાં પણ સ્થિત એ જ છે ॥ ૧૫ ॥
અવિભક્તં ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ્ । ભૂતભર્તૃ ચ તજ્જ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ ॥
એ પરમાત્મા વિભાગરહિત એક રૂપથી આકાશના સદૃશ પરિપૂર્ણ હોવા પર પણ ચરાચર સંપૂર્ણ ભૂતોમાં વિભક્ત-સા સ્થિત પ્રતીત થાય છે તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુરૂપથી ભૂતોને ધારણ- પોષણ કરવાવાળો અને રુદ્રરૂપથી સંહાર કરવાવાળો તથા બ્રહ્મારૂપથી બધાને ઉત્પન્ન કરવાવાળો છે ॥ ૧૬ ॥
જ્યોતિષામપિ તજ્જ્યોતિસ્તમસઃ પરમુચ્યતે । જ્ઞાનં જ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્ ।।
એ પરબ્રહ્મ જ્યોતિઓનું પણ જ્યોતિ તેમજ માયાથી અત્યંત પરે કહેવાય છે. એ પરમાત્મા બોધસ્વરૂપ, જાણવા યોગ્ય તેમજ તત્ત્વજ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય છે અને બધાના હૃદયમાં વિશેષરૂપથી સ્થિત છે ॥ ૧૭ ॥
ઇતિ ક્ષેત્રં તથા જ્ઞાનં જ્ઞેયં ચોક્તં સમાસતઃ । મদ্ভક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે ।।
આ પ્રકારે ક્ષેત્ર તથા જ્ઞાન અને જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ સંક્ષેપથી કહેવામાં આવ્યું. મારો ભક્ત આને તત્ત્વથી જાણીને મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે ॥ ૧૮ ॥
પ્રકૃતિં પુરુષં ચૈવ વિદ્ધ્યનાદી ઉભાવપિ। વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિસમ્ભવાન્ ।।
પ્રકૃતિ અને પુરુષ આ બંનેને જ તું અનાદિ જાણ અને રાગ-દ્વેષાદિ વિકારોને તથા ત્રિગુણાત્મક સંપૂર્ણ પદાર્થોને પણ પ્રકૃતિથી જ ઉત્પન્ન થયેલા જાણ ॥ ૧૯ ॥
કાર્યકરણકર્તૃત્વે હેતુઃ પ્રકૃતિરુચ્યતે । પુરુષઃ સુખદુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે ।।
કાર્ય અને કરણને ઉત્પન્ન કરવામાં હેતુ પ્રકૃતિ કહેવાય છે અને જીવાત્મા સુખ-દુઃખોના ભોક્તાપણામાં અર્થાત્ ભોગવવામાં હેતુ કહેવાય છે ॥ ૨૦ ॥
પુરુષઃ પ્રકૃતિસ્થો હિ ભુઙ્ક્તે પ્રકૃતિજાન્ગુણાન્ । કારણં ગુણસઙ્ગોઽસ્ય સદસદ્યોનિજન્મસુ ।।
પ્રકૃતિમાં સ્થિત જ પુરુષ પ્રકૃતિથી ઉત્પન્ન ત્રિગુણાત્મક પદાર્થોને ભોગવે છે અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી-ખરાબ યોનિઓમાં જન્મ લેવાનું કારણ છે ॥ ૨૧ ॥
ઉપદ્રષ્ટાનુમન્તા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ । પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેઽસ્મિન્પુરુષઃ પરઃ ।।
આ દેહમાં સ્થિત આ આત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ સાક્ષી હોવાથી ઉપદ્રષ્ટા અને યથાર્થ સંમતિ આપવાવાળો હોવાથી અનુમંતા, બધાનું ધારણ-પોષણ કરવાવાળો હોવાથી ભર્તા, જીવરૂપથી ભોક્તા, બ્રહ્મા વગેરેનો પણ સ્વામી હોવાથી મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદઘન હોવાથી પરમાત્મા – એવું કહેવામાં આવ્યું છે ॥ ૨૨ ॥
ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ। સર્વથા વર્તમાનોઽપિ ન સ ભૂયોઽભિજાયતે ।।
આ પ્રકારે પુરુષને અને ગુણો સહિત પ્રકૃતિને જે મનુષ્ય તત્ત્વથી જાણે છે, એ બધા પ્રકારથી કર્તવ્યકર્મ કરતો હોવા છતાં પણ ફરી જન્મતો નથી ॥ ૨૩ ॥
ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના । અન્યે સાઙ્ખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે ।।
એ પરમાત્માને કેટલાંક મનુષ્ય તો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિથી ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે; અન્ય કેટલાંક જ્ઞાનયોગ દ્વારા અને બીજા કેટલાંક કર્મયોગ દ્વારા જુએ છે અર્થાત્ પ્રાપ્ત કરે છે ॥ ૨૪ ॥
અન્યે ત્વેવમજાનન્તઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે। તેઽપિ ચાતિતરન્ત્યેવ મૃત્યું શ્રુતિપરાયણાઃ ॥
પરંતુ એમનાથી બીજા અર્થાત્ જે મંદબુદ્ધિવાળા પુરુષ છે, એ આ પ્રકારે ન જાણતા હોવાથી બીજાઓથી અર્થાત્ તત્ત્વને જાણવાવાળા પુરુષોથી સાંભળીને જ એ અનુસાર ઉપાસના કરે છે અને એ શ્રવણપરાયણ પુરુષ પણ મૃત્યુરૂપ સંસાર- સાગરને નિઃસંદેહ તરી જાય છે ॥ ૨૫ ॥
યાવત્સઞ્જાયતે કિઞ્ચિત્સત્ત્વં સ્થાવરજઙ્ગમમ્ । ક્ષેત્રક્ષેત્રજ્ઞસંયોગાત્તદ્વિદ્ધિ ભરતર્ષભ ।।
હે અર્જુન ! યાવન્માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણી ઉત્પન્ન થાય છે, એ બધાને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉત્પન્ન થયેલા જાણ
॥ ૨૬ ॥
સમં સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરમ્ । વિનશ્યત્સ્વવિનશ્યન્તં યઃ પશ્યતિ સ પશ્યતિ ।।
જે પુરુષ નષ્ટ થતા બધા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નાશરહિત અને સમભાવથી સ્થિત જુએ છે, એ જ યથાર્થ જુએ છે ॥ ૨૭ ॥
સમં પશ્યન્હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્ । ન હિનસ્ત્યાત્મનાત્માનં તતો યાતિ પરાં ગતિમ્ ।।
કેમ કે જે પુરુષ બધામાં સમભાવથી સ્થિત પરમેશ્વરને સમાન જોતો પોતાના દ્વારા પોતાને નષ્ટ નથી કરતો, એનાથી એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે ॥ ૨૮ ॥
પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ । યઃ પશ્યતિ તથાત્માનમકર્તારં સ પશ્યતિ ।।
અને જે પુરુષ સંપૂર્ણ કર્મોને બધા પ્રકારથી પ્રકૃતિ દ્વારા જ કરવામાં આવેલા જુએ છે અને આત્માને અકર્તા જુએ છે, એ જ યથાર્થ જુએ છે ॥ ૨૯ ॥
યદા ભૂતપૃથગ્ભાવમેકસ્થમનુપશ્યતિ । તત એવ ચ વિસ્તારં બ્રહ્મ સમ્પદ્યતે તદા ॥
જે ક્ષણે આ પુરુષ ભૂતોના જુદા જુદા ભાવને એક પરમાત્મામાં જ સ્થિત તથા એ પરમાત્માથી જ સંપૂર્ણ ભૂતોનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદઘન બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે ॥ ૩૦ ॥
અનાદિત્વાન્નિર્ગુણત્વાત્પરમાત્માયમવ્યયઃ । શરીરસ્થોઽપિ કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે ।।
હે અર્જુન ! અનાદિ હોવાથી અને નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા શરીરમાં સ્થિત હોવા પર પણ વાસ્તવમાં ન તો કંઈ કરે છે અને ન લિપ્ત જ થાય છે ॥ ૩૧ ॥
યથા સર્વગતં સૌમ્યાદાકાશં નોપલિપ્યતે । સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે ।।
જે પ્રકારે સર્વત્ર વ્યાપ્ત આકાશ સૂક્ષ્મ હોવાના કારણે લિપ્ત નથી થતું, એ જ રીતે દેહમાં સર્વત્ર સ્થિત આત્મા નિર્ગુણ હોવાના કારણે દેહના ગુણોથી લિપ્ત નથી થતો ॥૩૨॥
યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ । ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃત્સ્નં પ્રકાશયતિ ભારત ।।
હે અર્જુન ! જે પ્રકારે એક જ સૂર્ય આ સંપૂર્ણ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, એ જ પ્રકારે એક જ આત્મા સંપૂર્ણ ક્ષેત્રને પ્રકાશિત કરે છે ॥ ૩૩ ॥
ક્ષેત્રક્ષેત્રજ્ઞયોરેવમન્તરં જ્ઞાનચક્ષુષા । ભૂતપ્રકૃતિમોક્ષં ચ યે વિદુર્યાન્તિ તે પરમ્ ।।
આ પ્રકારે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને * તથા કાર્યસહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે પુરુષ જ્ઞાન- નેત્રો દ્વારા તત્ત્વથી જાણે છે, એ મહાત્માજન પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે ॥ ૩૪॥
ॐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ- યોગો નામ ત્રયોદશોઽધ્યાયઃ ॥ ૧૩ ॥
સંબંધિત લેખ

Chapter 18 : Moksha Sanyasa Yoga – अध्याय १८: मोक्षसंन्यासयोगः
અર્જુન બોલ્યા: હે મહાબાહુ! હે અંતર્યામી! હે વાસુદેવ! હું સંન્યાસ અને ત્યાગના તત્ત્વને જુદા જુદા જાણવા ઈચ્છું છું...

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

Chapter 14 : Guna Traya Vibhaga Yoga – अध्याय १४: गुणत्रयविभागयोग
શ્રી ભગવાન કહે છે: હું ફરીથી તે પરમ જ્ઞાન કહીશ, જે જ્ઞાનમાં ઉત્તમ છે, જેને જાણીને બધા મુનિજનો આ દુનિયાથી પરમ સિદ્ધિ પામ્યા છે.

Chapter 12 : Bhakti Yoga – अध्याय १२: भक्तियोग
અર્જુને કહ્યું: જે ભક્તો હંમેશા સ્થિર રહીને તમારા સાકાર સ્વરૂપની પૂજા કરે છે, અને જેઓ અવિનાશી, અવ્યક્તની પૂજા કરે છે - આમાંથી યોગમાં વધુ નિપુણ કોણ છે?