Chapter 12 : Bhakti Yoga – अध्याय १२: भक्तियोग

અર્જુન ઉવાચ: એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે। યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ ।।
અર્જુન બોલે- જે અનન્યપ્રેમી ભક્તજન પૂર્વક્ત પ્રકારથી નિરંતર આપના ભજન ધ્યાનમાં લાગેલા રહીને આપ સગુણરૂપ પરમેશ્વરને અને બીજા જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદઘન નિરાકાર બ્રહ્મને જ અતિશ્રેષ્ઠ ભાવથી ભજે છે- તે બંને પ્રકારના ઉપાસકોમાં અતિ ઉત્તમ યોગવેત્તા કોણ છે? ॥ ૧ ॥
શ્રીભગવાન્ ઉવાચ મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે । શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ ॥
શ્રીભગવાન બોલે- મારામાં મનને એકાગ્ર કરીને નિરંતર મારા ભજન-ધ્યાનમાં લાગેલા જે ભક્તજન અતિશય શ્રેષ્ઠ શ્રદ્ધાથી યુક્ત થઈને મને સગુણરૂપ પરમેશ્વરને ભજે છે, તે મને યોગીઓમાં અતિ ઉત્તમ યોગી માન્ય છે ॥ ૨ ॥
યે ત્વક્ષરમનિર્દેશ્યમવ્યક્તં પર્યુપાસતે । સર્વત્રગમચિન્ત્યં ચ કૂટસ્થમચલં ધ્રુવમ્ ॥
સન્નિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ । તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ ॥
પરંતુ જે પુરુષ ઇન્દ્રિયોના સમુદાયને સારી રીતે વશમાં કરીને મન-બુદ્ધિથી પરે, સર્વવ્યાપી, અકથનીયસ્વરૂપ અને સદા એકરસ રહેવાવાળા, નિત્ય, અચલ, નિરાકાર, અવિનાશી, સચ્ચિદાનંદઘન બ્રહ્મને નિરંતર એકીભાવથી ધ્યાન કરતા રહીને ભજે છે, તે સંપૂર્ણ ભૂતોના હિતમાં રત અને બધામાં સમાન ભાવવાળા યોગી મને જ પ્રાપ્ત થાય છે ॥ ૩-૪ ॥
ક્લેશોઽધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્ । અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે ।।
તે સચ્ચિદાનંદઘન નિરાકાર બ્રહ્મમાં આસક્ત ચિત્તવાળા પુરુષોના સાધનમાં પરિશ્રમ વિશેષ છે; કારણ કે દેહાભિમાનીઓના દ્વારા અવ્યક્તવિષયક ગતિ દુઃખપૂર્વક પ્રાપ્ત કરવામાં આવે છે ॥ ૫ ॥
યે તુ સર્વાણિ કર્માણિ મયિ સન્ન્યસ્ય મત્પરાઃ । અનન્યેનૈવ યોગેન માં ધ્યાયન્ત ઉપાસતે ।।
પરંતુ જે મારા પરાયણ રહેવાવાળા ભક્તજન સંપૂર્ણ કર્મોને મારામાં અર્પણ કરીને મને સગુણરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતા રહીને ભજે છે * ॥ ૬ ॥
તેષામહં સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્ । ભવામિ નચિરાત્પાર્થ મય્યાવેશિતચેતસામ્ ।।
હે અર્જુન ! તે મારામાં ચિત્ત લગાવવાવાળા પ્રેમી ભક્તોનો હું જલ્દી જ મૃત્યુરૂપ સંસાર-સમુદ્રથી ઉદ્ધાર કરવાવાળો થાઉં છું ॥ ૭ ॥
મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિ નિવેશય । નિવસિષ્યસિ મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ ।।
મારામાં મનને લગા અને મારામાં જ બુદ્ધિને લગા; આના પછી તું મારામાં જ નિવાસ કરીશ, આમાં કંઈ પણ સંશય નથી ॥ ૮ ॥
અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ્ । અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનઞ્જય ।।
જો તું મનને મારામાં અચલ સ્થાપન કરવા માટે સમર્થ નથી તો હે અર્જુન ! અભ્યાસરુપ૧ યોગના દ્વારા મને પ્રાપ્ત થવા માટે ઈચ્છા કર ॥ ૯ ॥
અભ્યાસેઽપ્યસમર્થોઽસિ મત્કર્મપરમો ભવ। મદર્થમપિ કર્માણિ કુર્વન્સિદ્ધિમવાપ્સ્યસિ ।।
જો તું ઉપર્યુક્ત અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારા માટે કર્મ કરવાના જ પરાયણ થઈ જા. આ પ્રકારે મારા નિમિત્ત કર્મોને કરતો પણ મારી પ્રાપ્તિરૂપ સિદ્ધિને જ પ્રાપ્ત થશે ॥ ૧૦॥
અથૈતદપ્યશક્તોઽસિ કર્તું મદ્યોગમાશ્રિતઃ । સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન્ ।।
જો મારી પ્રાપ્તિરૂપ યોગના આશ્રિત થઈને ઉપર્યુક્ત સાધનને કરવામાં પણ તું અસમર્થ છે તો મન-બુદ્ધિ આદિ પર વિજય પ્રાપ્ત કરવાવાળો થઈને બધા કર્મોના ફળનો ત્યાગ કર ॥ ૧૧ ॥
શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ્ઞ્જાનાદ્ધ્યાનં વિશિષ્યતે । ધ્યાનાત્કર્મફલત્યાગસ્ત્યાગાચ્છાન્તિરનન્તરમ્ ।।
મર્મને ન જાણીને કરેલા અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે; જ્ઞાનથી મને પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ બધા કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે; કારણ કે ત્યાગથી તત્કાળ જ પરમ શાંતિ થાય છે ॥ ૧૨ ॥
અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ। નિર્મમો નિરહઙ્કારઃ સમદુઃખસુખઃ ક્ષમી ।।
સંતુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ । મય્યર્પિતમનોબુદ્ધિર્યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ ।।
જે પુરુષ બધા ભૂતોમાં દ્વેષભાવથી રહિત, સ્વાર્થરહિત, બધાનો પ્રેમી અને હેતુરહિત દયાળુ છે તથા મમતાથી રહિત, અહંકારથી રહિત, સુખ-દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાવાન છે અર્થાત્ અપરાધ કરવાવાળાને પણ અભય દેવાવાળો છે; તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન- ઇન્દ્રિયોસહિત શરીરને વશમાં કરેલો છે અને મારામાં દૃઢ નિશ્ચયવાળો છે-તે મારામાં અર્પણ કરેલા મન- બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે ॥ ૧૩-૧૪॥
યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ યઃ । હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ ॥
જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગને પ્રાપ્ત નથી થતો અને જે સ્વયં પણ કોઈ જીવથી ઉદ્વેગને પ્રાપ્ત નથી થતો; તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગાદિથી રહિત છે-તે ભક્ત મને પ્રિય છે ॥ ૧૫ ॥
અનપેક્ષઃ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ । સર્વારમ્ભપરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ ।।
જે પુરુષ આકાંક્ષાથી રહિત, બહાર ભીતરથી શુદ્ધ ચતુર, પક્ષપાતથી રહિત અને દુઃખોથી છૂટેલો છે-તે બધા આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે ॥ ૧૬ ॥
યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાઙ્ક્ષતિ । શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ ॥
જે ન ક્યારેય હર્ષિત થાય છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કામના કરે છે તથા જે શુભ અને અશુભ સંપૂર્ણ કર્મોનો ત્યાગી છે- તે ભક્તિયુક્ત પુરુષ મને પ્રિય છે ॥ ૧૭ ॥
સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ । શીતોષ્ણસુખદુઃખેષુ સમઃ સઙ્ગવિવર્જિતઃ ॥
જે શત્રુ-મિત્રમાં અને માન-અપમાનમાં સમ છે તથા સરદી, ગરમી અને સુખ-દુઃખાદિ દ્વંદ્વોમાં સમ છે અને આસક્તિથી રહિત છે ॥ ૧૮ ॥
તુલ્યનિન્દાસ્તુતિર્મોની સંતુષ્ટો યેન કેનચિત્ । અનિકેતઃ સ્થિરમતિર્ભક્તિમાન્મે પ્રિયો નરઃ ।।
જે નિંદા-સ્તુતિને સમાન સમજવાવાળો, મનનશીલ અને જે કોઈ પણ પ્રકારે પણ શરીરનું નિર્વાહ થવામાં સદા જ સંતુષ્ટ છે અને રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિથી રહિત છે- તે સ્થિરબુદ્ધિ ભક્તિમાન પુરુષ મને પ્રિય છે ॥ ૧૯ ॥
યે તુ ધર્ણામૃતમિદં યથોક્તં પર્યુપાસતે । શ્રદ્ધધાના મત્પરમા ભક્તાસ્તેઽતીવ મે પ્રિયાઃ ॥
પરંતુ જે શ્રદ્ધાયુક્ત * પુરુષ મારા પરાયણ થઈને આ ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમભાવથી સેવન કરે છે, તે ભક્ત મને અતિશય પ્રિય છે ॥ ૨૦ ॥
ॐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ભક્તિયોગો નામ દ્વાદશોઽધ્યાયઃ ॥ ૧૨ ॥
સંબંધિત લેખ

Chapter 18 : Moksha Sanyasa Yoga – अध्याय १८: मोक्षसंन्यासयोगः
અર્જુન બોલ્યા: હે મહાબાહુ! હે અંતર્યામી! હે વાસુદેવ! હું સંન્યાસ અને ત્યાગના તત્ત્વને જુદા જુદા જાણવા ઈચ્છું છું...

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

Chapter 14 : Guna Traya Vibhaga Yoga – अध्याय १४: गुणत्रयविभागयोग
શ્રી ભગવાન કહે છે: હું ફરીથી તે પરમ જ્ઞાન કહીશ, જે જ્ઞાનમાં ઉત્તમ છે, જેને જાણીને બધા મુનિજનો આ દુનિયાથી પરમ સિદ્ધિ પામ્યા છે.

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.