भागवद गीता

Chapter 18 : Moksha Sanyasa Yoga – अध्याय १८: मोक्षसंन्यासयोगः

Tilak Kathayein22 Feb 2025185 views📖 1 min read
Chapter 18 : Moksha Sanyasa Yoga – अध्याय १८: मोक्षसंन्यासयोगः
અર્જુન બોલ્યા: હે મહાબાહુ! હે અંતર્યામી! હે વાસુદેવ! હું સંન્યાસ અને ત્યાગના તત્ત્વને જુદા જુદા જાણવા ઈચ્છું છું...

અર્જુન ઉવાચ: સંન્યાસસ્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતુમ્ । ત્યાગસ્ય ચ હૃષીકેશ પૃથક્કેશિનિષૂદન ।।

અર્જુન બોલે- હે મહાબાહો ! હે અંતર્યામિન્ ! હે વાસુદેવ ! હું સંન્યાસ અને ત્યાગના તત્ત્વને પૃથક્- પૃથક્ જાણવા ઇચ્છું છું ॥ ૧ ॥ 

શ્રીભગવાન્ ઉવાચ: કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ । સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ ॥

શ્રીભગવાન્ બોલે- કેટલાંક પંડિતજન તો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે તથા બીજા વિચારકુશળ પુરુષો બધાં કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે ॥ ૨ ॥

ત્યાજ્યં દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ । યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે ।।

કેટલાક વિદ્વાન એવું કહે છે કે કર્મમાત્ર દોષયુક્ત છે, તેથી ત્યાગવા યોગ્ય છે અને બીજા વિદ્વાન એવું કહે છે કે યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યાગવા યોગ્ય નથી ॥ ૩ ॥

નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરતસત્તમ । ત્યાગો હિ પુરુષવ્યાઘ્ર ત્રિવિધઃ સમ્પ્રકીર્તિતઃ ॥

હે પુરુષશ્રેષ્ઠ અર્જુન ! સંન્યાસ અને ત્યાગ, આ બંનેમાંથી પહેલાં ત્યાગ વિષે તું મારો નિશ્ચય સાંભળ. કારણ કે ત્યાગ સાત્ત્વિક, રાજસ અને તામસ ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે ॥ ૪ ॥

યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્। યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ।।

યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ તે તો અવશ્ય કર્તવ્ય છે, કારણ કે યજ્ઞ, દાન અને તપ- આ ત્રણેય કર્મ બુદ્ધિમાન પુરુષોને * પવિત્ર કરનારાં છે ॥ ૫ ॥

એતાન્યપિ તુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ફલાનિ ચ। કર્તવ્યાનીતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમમ્ ॥

તેથી હે પાર્થ ! આ યજ્ઞ, દાન અને તપરૂપ કર્મોને તથા બીજાં પણ સંપૂર્ણ કર્તવ્યકર્મોને આસક્તિ અને ફળોનો ત્યાગ કરીને અવશ્ય કરવાં જોઈએ; આ મારો નિશ્ચય કરેલો ઉત્તમ મત છે ॥ ૬ ॥

નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે । મોહાત્તસ્ય પરિત્યાગસ્તામસઃ પરિકીર્તિતઃ ।।

(નિષિદ્ધ અને કામ્ય કર્મોનો તો સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત જ છે)

પરંતુ નિયત કર્મનો* સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત નથી. તેથી મોહના કારણે તેનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાયો છે ॥ ૭ ॥

દુઃખમિત્યેવ યત્કર્મ કાયક્લેશભયાત્ત્યજેત્ । સ કૃત્વા રાજસં ત્યાગં નૈવ ત્યાગફલં લભેત્ ।।

જે કંઈ કર્મ છે, તે બધું દુઃખરૂપ જ છે એવું સમજીને જો કોઈ શારીરિક ક્લેશના ભયથી કર્તવ્યકર્મોનો ત્યાગ કરી દે, તો તે એવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ પણ રીતે પામતો નથી ॥ ૮ ॥

કાર્યમિત્યેવ યત્કર્મ નિયતં ક્રિયતેऽર્જુન । સઙ્ગં ત્યક્ત્વા ફલં ચૈવ સ ત્યાગઃ સાત્ત્વિકો મતઃ ॥

હે અર્જુન ! જે શાસ્ત્રવિહિત કર્મ કરવું કર્તવ્ય છે- એ જ ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે- તે જ સાત્ત્વિક ત્યાગ મનાયો છે ॥ ૯ ॥

ન દ્વેષ્ટ્યકુશલં કર્મ કુશલે નાનુષજ્જતે । ત્યાગી સત્ત્વસમાવિષ્ટો મેધાવી છિન્નસંશયઃ ।।

જે મનુષ્ય અકુશળ કર્મથી તો દ્વેષ કરતો નથી અને કુશળ કર્મમાં આસક્ત થતો નથી તે શુદ્ધ સત્ત્વગુણથી યુક્ત પુરુષ સંશયરહિત, બુદ્ધિમાન અને સાચો ત્યાગી છે ॥ ૧૦ ॥

ન હિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ । યસ્તુ કર્મફલત્યાગી સ ત્યાગીત્યભિધીયતે ।।

કારણ કે શરીરધારી કોઈ પણ મનુષ્ય દ્વારા સંપૂર્ણતાથી બધાં કર્મોનો ત્યાગ કરવો શક્ય નથી; તેથી જે કર્મફળનો ત્યાગી છે, તે જ ત્યાગી છે- એવું કહેવાય છે ॥ ૧૧ ॥

અનિષ્ટમિષ્ટં મિશ્ર ચ ત્રિવિધં કર્મણઃ ફલમ્ । ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત્ ।।

કર્મફળનો ત્યાગ ન કરનારા મનુષ્યોનાં કર્મોનું તો સારું-ખરાબ અને મિશ્ર એવાં ત્રણ પ્રકારનાં ફળ મર્યા પછી અવશ્ય થાય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા મનુષ્યોનાં કર્મોનું ફળ કોઈ કાળમાં પણ થતું નથી ॥ ૧૨ ॥

પઞ્ચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે। સાઙ્ખ્યે કૃતાન્તે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણામ્ ।।

હે મહાબાહો ! સંપૂર્ણ કર્મોની સિદ્ધિનાં આ પાંચ હેતુ કર્મોનો અંત લાવવા માટે ઉપાય બતાવનારા સાંખ્યશાસ્ત્રમાં કહ્યાં છે, તેને તું મારાથી સારી રીતે જાણ ॥ ૧૩ ॥

અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ્ । વિવિધાશ્ચ પૃથક્ચેષ્ટા દૈવં ચૈવાત્ર પઞ્ચમમ્ ॥

આ વિષયમાં એટલે કે કર્મોની સિદ્ધિમાં અધિષ્ઠાન અને કર્તા તથા ભિન્ન-ભિન્ન પ્રકારનાં કરણ અને નાના પ્રકારની અલગ-અલગ ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમો હેતુ દૈવ છે ॥ ૧૪ ॥

શરીરવાઙ્મનોભિર્યત્કર્મ પ્રારભતે નરઃ । ન્યાય્યં વા વિપરીતં વા પઞ્ચૈતે તસ્ય હેતવઃ ।

 મનુષ્ય મન, વાણી અને શરીરથી શાસ્ત્રાનુકૂળ અથવા વિપરીત જે કંઈ પણ કર્મ કરે છે- તેનાં આ પાંચેય કારણ છે ॥ ૧૫ ॥

તત્રૈવં સતિ કર્તારમાત્માનં કેવલં તુ યઃ । પશ્યત્યકૃતબુદ્ધિત્વાન્ન સ પશ્યતિ દુર્મતિઃ ॥

પરંતુ એવું હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિ હોવાના કારણે તે વિષયમાં એટલે કે કર્મોના થવામાં કેવળ શુદ્ધસ્વરૂપ આત્માને કર્તા સમજે છે, તે મલિન બુદ્ધિવાળો અજ્ઞાની યથાર્થ સમજતો નથી ॥ ૧૬ ॥

યસ્ય નાહ‌ઙ્કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે । હત્વાપિ સ ઇમાંલ્લોકાન્ન હન્તિ ન નિબધ્યતે ।।

જે પુરુષના અંતઃકરણમાં ‘હું કર્તા છું’ એવો ભાવ નથી તથા જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લિપાયમાન થતી નથી, તે પુરુષ આ બધા લોકને મારીને પણ વાસ્તવમાં ન તો મારતો જ નથી અને ન પાપથી બંધાતો જ નથી* ॥ ૧૭ ॥

જ્ઞાનં જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મચોદના । કરણં કર્મ કર્તેતિ ત્રિવિધઃ કર્મસઙ્ગ્રહઃ ।।

જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય- આ ત્રણ પ્રકારની કર્મ-પ્રેરણા છે અને કર્તા, કરણ તથા ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ-સંગ્રહ છે ॥ ૧૮ ॥

જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ । પ્રોચ્યતે ગુણસઙ્ખ્યાને યથાવચ્છૃણુ તાન્યપિ ।।

ગુણોની સંખ્યા કરનારા શાસ્ત્રમાં જ્ઞાન અને કર્મ તથા કર્તા ગુણોના ભેદથી ત્રણ-ત્રણ પ્રકારના જ કહ્યા છે, તેને પણ તું મારાથી સારી રીતે સાંભળ ॥ ૧૯ ॥

સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે । અવિભક્તં વિભક્તેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ સાત્ત્વિકમ્ ॥

જે જ્ઞાનથી મનુષ્ય પૃથક્ પૃથક્ બધાં ભૂતોમાં એક અવિનાશી પરમાત્મભાવને વિભાગરહિત સમભાવથી સ્થિત જુએ છે, તે જ્ઞાનને તો તું સાત્ત્વિક જાણ ॥ ૨૦ ॥

પૃથક્ત્વેન તુ યજ્ઞ્જાનં નાનાભાવાન્પૃથગ્વિધાન્। વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ રાજસમ્ ।।

પરંતુ જે જ્ઞાન એટલે કે જે જ્ઞાન દ્વારા મનુષ્ય સંપૂર્ણ ભૂતોમાં ભિન્ન-ભિન્ન પ્રકારના નાના ભાવોને અલગ-અલગ જાણે છે, તે જ્ઞાનને તું રાજસ જાણ ॥ ૨૧ ॥

યત્તુ કૃત્સ્નવદેકસ્મિન્કાર્યે સક્તમહૈતુકમ્ । અતત્ત્વાર્થવદલ્પં ચ તત્તામસમુદાહૃતમ્ ।।

પરંતુ જે જ્ઞાન એક કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણના સદૃશ આસક્ત છે તથા જે વિના યુક્તિવાળું, તાત્ત્વિક અર્થથી રહિત અને તુચ્છ છે- તે તામસ કહેવાયું છે ॥ ૨૨॥

નિયતં સઙ્ગરહિતમરાગદ્વેષતઃ કૃતમ્ । અફલપ્રેપ્સુના કર્મ યત્તત્સાત્ત્વિકમુચ્યતે ।।

જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત કરેલું અને કર્તાપણાના અભિમાનથી રહિત હોય તથા ફળ ન ઇચ્છનારા પુરુષ દ્વારા વિના રાગ-દ્વેષે કરાયું હોય- તે સાત્ત્વિક કહેવાય છે ॥ ૨૩ ॥

યત્તુ કામેપ્સુના કર્મ સાહઙ્કારેણ વા પુનઃ । ક્રિયતે બહુલાયાસં તદ્રાજસમુદાહૃતમ્ ।।

પરંતુ જે કર્મ ઘણા પરિશ્રમથી યુક્ત હોય છે તથા ભોગોને ઇચ્છનારા પુરુષ દ્વારા અથવા અહંકારયુક્ત પુરુષ દ્વારા કરવામાં આવે છે, તે કર્મ રાજસ કહેવાયું છે ॥ ૨૪ ॥

અનુબન્ધં ક્ષયં હિંસામનવેક્ષ્ય ચ પૌરુષમ્ । મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે ।।

જે કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યનો વિચાર કર્યા વિના કેવળ અજ્ઞાનથી આરંભ કરવામાં આવે છે, તે તામસ કહેવાય છે ॥ ૨૫ ॥

મુક્તસઙ્ગોऽનહંવાદી ધૃત્યુત્સાહસమన్વિતઃ । સિદ્ધયસિદ્ધયોર્નિર્વિકારઃ કર્તા સાત્ત્વિક ઉચ્યતે ।।

જે કર્તા સંગરહિત, અહંકારનાં વચન ન બોલનારો, ધૈર્ય અને ઉત્સાહથી યુક્ત તથા કાર્યના સિદ્ધ થવામાં અને ન થવામાં હર્ષ-શોકાદિ વિકારોથી રહિત છે- તે સાત્ત્વિક કહેવાય છે ॥ ૨૬ ॥

રાગી કર્મફલપ્રેપ્સુલુબ્ધો હિંસાત્મકોऽશુચિઃ । હર્ષશોકાન્વિતઃ કર્તા રાજસઃ પરિકીર્તિતઃ ।।

જે કર્તા આસક્તિથી યુક્ત, કર્મોના ફળને ઇચ્છનારો અને લોભી છે તથા બીજાને કષ્ટ દેવાના સ્વભાવવાળો, અશુદ્ધાચારી અને હર્ષ-શોકથી લિપ્ત છે- તે રાજસ કહેવાયો છે ॥ ૨૭ ॥

અયુક્તઃ પ્રાકૃતઃ સ્તબ્ધઃ શઠો નૈષ્કૃતિકોऽલસઃ । વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે ।।

જે કર્તા અયુક્ત, શિક્ષાથી રહિત, ઘમંડી, ધૂર્ત અને બીજાની આજીવિકાનો નાશ કરનારો તથા શોક કરનારો, આળસુ અને દીર્ઘસૂત્રી છે- તે તામસ કહેવાય છે ॥ ૨૮ ॥

બુદ્ધેર્ભેદં ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રિવિધં શૃણુ। પ્રોચ્યમાનમશેષેણ પૃથક્ત્વેન ધનઞ્જય ।।

હે ધનંજય ! હવે તું બુદ્ધિનો અને ધૃતિનો પણ ગુણોના અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા દ્વારા સંપૂર્ણતાથી વિભાગપૂર્વક કહેવાતો સાંભળ ॥ ૨૯ ॥

પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ કાર્યાકાર્યે ભયાભયે । બન્ધં મોક્ષં ચ યા વેત્તિ બુદ્ધિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥

હે પાર્થ ! જે બુદ્ધિ પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિ- માર્ગને, કર્તવ્ય અને અકર્તવ્યને, ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થ જાણે છે- તે બુદ્ધિ સાત્ત્વિકી છે ॥ ૩૦ ॥

યયા ધર્મમધર્મં ચ કાર્યં ચાકાર્યમેવ ચ। અયથાવત્પ્રજાનાતિ બુદ્ધિઃ સા પાર્થ રાજસી ।।

હે પાર્થ ! મનુષ્ય જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થ જાણતો નથી, તે બુદ્ધિ રાજસી છે ॥ ૩૧ ॥

અધર્મં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા । સર્વાર્થાન્વિવરીતાંશ્ચ બુદ્ધિઃ સા પાર્થ તામસી ।।

હે અર્જુન ! જે તમોગુણથી ઘેરાયેલી બુદ્ધિ અધર્મને પણ ‘આ ધર્મ છે’ એવું માની લે છે તથા એ જ રીતે બીજા સંપૂર્ણ પદાર્થોને પણ વિપરીત માની લે છે, તે બુદ્ધિ તામસી છે ॥ ૩૨ ॥

ધૃત્યા યયા ધારયતે મનઃપ્રાણેન્દ્રિયક્રિયાઃ । યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥

હે પાર્થ ! જે અવ્યભિચારિણી ધારણશક્તિથી મનુષ્ય ધ્યાનયોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે, તે ધૃતિ સાત્ત્વિકી છે ॥ ૩૩ ॥

યયા તુ ધર્મકામાર્થાન્ધૃત્યા ધારયતેऽર્જુન । પ્રસઙ્ગેન ફલાકા‌ઙ્ક્ષી ધૃતિઃ સા પાર્થ રાજસી ।।

પરંતુ હે પૃથાપુત્ર અર્જુન ! ફળની ઇચ્છાવાળો મનુષ્ય જે ધારણશક્તિ દ્વારા અત્યંત આસક્તિથી ધર્મ, અર્થ અને કામોને ધારણ કરે છે, તે ધારણશક્તિ રાજસી છે ॥ ૩૪ ॥

યયા સ્વપ્નં ભયં શોકં વિષાદં મદમેવ ચ। ન વિમુઞ્ચતિ દુર્મેધા ધૃતિઃ સા પાર્થ તામસી ।।

હે પાર્થ ! દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય જે ધારણશક્તિ દ્વારા નિદ્રા, ભય, ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તતાને પણ નથી છોડતો અર્થાત્ ધારણ કરેલો રહે છે- તે ધારણશક્તિ તામસી છે ॥ ૩૫ ॥

સુખં ત્વિદાનીં ત્રિવિધં શૃણુ મે ભરતર્ષભ । અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાન્તં ચ નિગચ્છતિ ।।
यत्तદગ્રે વિષમિવ પરિણામેऽમૃતોપમમ્ । તત્સુખં સાત્ત્વિકં પ્રોક્તમાત્મબુદ્ધિપ્રસાદજમ્ ।।

હે ભરતશ્રેષ્ઠ ! હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારાથી સાંભળ. જે સુખમાં સાધક મનુષ્ય ભજન, ધ્યાન અને સેવા વગેરેના અભ્યાસથી રમણ કરે છે અને જેનાથી દુઃખોના અંતને પ્રાપ્ત થઈ જાય છે- જે એવું સુખ છે, તે આરંભકાળમાં યદ્યપિ વિષના જેવું પ્રતીત થાય છે, પરંતુ પરિણામમાં અમૃતના જેવું છે; તેથી તે પરમાત્મવિષયક બુદ્ધિના પ્રસાદથી ઉત્પન્ન થનારું સુખ સાત્ત્વિક કહેવાયું છે ॥ ૩૬-૩૭ ॥

 વિષયેન્દ્રિયસંયોગાદ્યત્તદગ્રે ऽમૃતોપમમ્ પરિણામે વિષમિવ તત્સુખં રાજસં સ્મૃતમ્ ॥

જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે, તે પહેલાં- ભોગકાળમાં અમૃતના જેવું પ્રતીત થવા પર પણ પરિણામમાં વિષના જેવું છે; તેથી તે સુખ રાજસ કહેવાયું છે ॥ ૩૮ ॥

યદગ્રે ચાનુબન્ધે ચ સુખં મોહનમાત્મનઃ । નિદ્રાલસ્યપ્રમાદોત્થં તત્તામસમુદાહૃતમ્ ।।

જે સુખ ભોગકાળમાં તથા પરિણામમાં પણ આત્માને મોહિત કરનારું છે- તે નિદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન સુખ તામસ કહેવાયું છે ॥ ૩૯ ॥

ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ । સત્ત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિઃ સ્યાત્ત્રિભિર્ગુણૈઃ ।॥

પૃથ્વીમાં કે આકાશમાં અથવા દેવતાઓમાં તથા આના સિવાય બીજે ક્યાંય પણ એવું કોઈ પણ સત્ત્વ નથી, જે પ્રકૃતિથી ઉત્પન્ન આ ત્રણેય ગુણોથી રહિત હોય ॥ ૪૦ ॥

બ્રાહ્મણક્ષત્રિયવિશાં શૂદ્રાણાં ચ પરન્તપ । કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવપ્રભવૈર્ગુણૈઃ ॥

હે પરંતપ ! બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોનાં તથા શૂદ્રોનાં કર્મ સ્વભાવથી ઉત્પન્ન ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યાં છે॥ ૪૧ ॥

શમો દમસ્તપઃ શૌચં ક્ષાન્તિરાર્જવમેવ ચ। જ્ઞાનં વિજ્ઞાનમાસ્તિક્યં બ્રહ્મકર્મ સ્વભાવજમ્ ॥

અંતઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મપાલન માટે કષ્ટ સહન કરવું, બહાર- ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા કરવા, મન, ઇન્દ્રિય અને શરીરને સરળ રાખવાં; વેદ, શાસ્ત્ર, ઈશ્વર અને પરલોક વગેરેમાં શ્રદ્ધા રાખવી, વેદ-શાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન કરવું અને પરમાત્માના તત્ત્વનો અનુભવ કરવો- આ બધાં જ બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મ છે ॥ ૪૨ ॥

શૌર્યં તેજો ધૃતિર્દાક્ષ્યં યુદ્ધે ચાપ્યપલાયનમ્ । દાનમીશ્વરભાવશ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ્ ।।

શૂરવીરતા, તેજ, ધૈર્ય, ચતુરતા અને યુદ્ધમાં ન ભાગવું, દાન દેવું અને સ્વામિભાવ- આ બધાં જ ક્ષત્રિયનાં સ્વાભાવિક કર્મ છે ॥ ૪૩ ॥

કૃષિગૌરક્ષ્યવાણિજ્યં વૈશ્યકર્મ સ્વભાવજમ્ । પરિચર્યાત્મકં કર્મ શૂદ્રસ્યાપિ સ્વભાવજમ્ ॥

ખેતી, ગૌપાલન અને ક્રય-વિક્રયરૂપ સત્ય વ્યવહાર આ વૈશ્યનાં સ્વાભાવિક કર્મ છે. તથા બધા વર્ણોની સેવા કરવી શૂદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે ॥ ૪૪ ॥

સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિં લભતે નરઃ । સ્વકર્મનિરતઃ સિદ્ધિ યથા વિન્દતિ તચ્છૃણુ ॥

પોતપોતાનાં સ્વાભાવિક કર્મોમાં તત્પરતાથી લાગેલા મનુષ્ય ભગવત્પ્રાપ્તિરૂપ પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. પોતાના સ્વાભાવિક કર્મમાં લાગેલો મનુષ્ય જે પ્રકારે કર્મ કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે, તે વિધિને તું સાંભળ ॥ ૪૫ ॥

યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતમ્ । સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિન્દતિ માનવઃ ।।

જે પરમેશ્વરથી સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત છે, તે પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો દ્વારા પૂજા કરીને મનુષ્ય પરમસિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે ॥ ૪૬ ॥

શ્રેયાન્સ્વધર્મો વિગુણઃ પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ । સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ।।

સારી રીતે આચરણ કરેલા બીજાના ધર્મથી ગુણરહિત પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે; કારણ કે સ્વભાવથી નિયત કરેલા સ્વધર્મરૂપ કર્મને કરતો મનુષ્ય પાપને નથી પામતો ॥ ૪૭ ॥

સહજં કર્મ કૌન્તેય સદોષમપિ ન ત્યજેત્ । સર્વારમ્ભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ ।।

એટલા માટે હે કુંતીપુત્ર ! દોષયુક્ત હોવા પર પણ સહજ કર્મને ન ત્યાગવું જોઈએ, કારણ કે ધુમાડાથી અગ્નિની જેમ બધાં કર્મ કોઈ ને કોઈ દોષથી યુક્ત છે॥ ૪૮ ॥

અસક્તબુદ્ધિઃ સર્વત્ર જિતાત્મા વિગતસ્પૃહઃ । નૈષ્કર્મ્યસિદ્ધિ પરમાં સંન્યાસેનાધિગચ્છતિ ।।

 બધે આસક્તિરહિત બુદ્ધિવાળો, સ્પૃહારહિત અને જીતેલા અંતઃકરણવાળો પુરુષ સાંખ્યયોગ દ્વારા તે પરમ નૈષ્કર્મ્યસિદ્ધિને પ્રાપ્ત થાય છે ॥ ૪૯ ॥

સિદ્ધિ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે। સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા ॥

જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા છે, તે નૈષ્કર્મ્ય સિદ્ધિને જે પ્રકારે પ્રાપ્ત થઈને મનુષ્ય બ્રહ્મને પ્રાપ્ત થાય છે, તે પ્રકારને હે કુંતીપુત્ર ! તું સંક્ષેપમાં જ મારાથી સમજ ॥ ૫૦ ॥

બુદ્ધયા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ

🕉

આજનું પંચાંગ 25 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
ભગવદ ગીતા

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग

અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

20 Feb 2025139
Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
ભગવદ ગીતા

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग

શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

18 Feb 2025121
Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
ભગવદ ગીતા

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग

શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

16 Feb 2025139
Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવદ ગીતા

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.

12 Feb 2025132
Chapter 12 : Bhakti Yoga – अध्याय १२: भक्तियोग
ભગવદ ગીતા

Chapter 12 : Bhakti Yoga – अध्याय १२: भक्तियोग

અર્જુને કહ્યું: જે ભક્તો હંમેશા સ્થિર રહીને તમારા સાકાર સ્વરૂપની પૂજા કરે છે, અને જેઓ અવિનાશી, અવ્યક્તની પૂજા કરે છે - આમાંથી યોગમાં વધુ નિપુણ કોણ છે?

10 Feb 2025107