Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग

અર્જુન ઉવાચ: યે શાસ્ત્રવિધિમુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ । તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્ત્વમાહો રજસ્તમઃ ।।
અર્જુન બોલે- હે કૃષ્ણ ! જે મનુષ્ય શાસ્ત્રવિધિને ત્યાગ કરીને શ્રદ્ધાથી યુક્ત થયેલા દેવાદિકનું પૂજન કરે છે, તેમની સ્થિતિ પછી કઈ છે? સાત્ત્વિકી છે અથવા રાજસી કિંવા તામસી ? ॥ ૧ ॥
શ્રીભગવાન્ ઉવાચ: ત્રિવિધા ભવતિ શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા । સાત્ત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તાં શૃણુ ॥
શ્રીભગવાન્ બોલે- મનુષ્યોની તે શાસ્ત્રીય સંસ્કારોથી રહિત કેવળ સ્વભાવથી ઉત્પન્ન શ્રદ્ધા સાત્ત્વિકી અને રાજસી તથા તામસી-એમ ત્રણે પ્રકારની જ હોય છે. તેને તું મારાથી સાંભળ ॥ ૨ ॥
સત્ત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત । શ્રદ્ધામયોऽયં પુરુષો યો યચ્છ્રદ્ધઃ સ એવ સઃ ।।
હે ભારત ! બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃ- કરણને અનુરૂપ હોય છે. આ પુરુષ શ્રદ્ધામય છે, તેથી જે પુરુષ જેવી શ્રદ્ધાવાળો છે, તે સ્વયં પણ તે જ છે ॥ ૩ ॥
યજન્તે સાત્ત્વિકા દેવાન્યક્ષરક્ષાંસિ રાજસાઃ । પ્રેતાન્ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ ।।
સાત્ત્વિક પુરુષ દેવોને પૂજે છે, રાજસ પુરુષ યક્ષ અને રાક્ષસોને તથા અન્ય જે તામસ મનુષ્ય છે, તે પ્રેત અને ભૂતગણોને પૂજે છે ॥ ૪ ॥
અશાસ્ત્રવિહિતં ઘોરં તપ્યન્તે યે તપો જનાઃ । દમ્ભાહઙ્કારસંયુક્તાઃ કામરાગબલાન્વિતાઃ ॥
જે મનુષ્ય શાસ્ત્રવિધિથી રહિત કેવળ મનઃ કલ્પિત ઘોર તપને તપે છે તથા દંભ અને અહંકારથી યુક્ત તેમજ કામના, આસક્તિ અને બળના અભિમાનથી પણ યુક્ત છે ॥ ૫ ॥
કર્શયન્તઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ । માં ચૈવાન્તઃશરીરસ્થં તાન્વિદ્ધ્યાસુરનિશ્ચયાન્ ॥
જે શરીરરૂપે સ્થિત ભૂતસમુદાયને અને અંતઃ- કરણમાં સ્થિત મારા પરમાત્માને પણ કૃશ કરવાવાળા છે, તે અજ્ઞાનીઓને તું આસુર-સ્વભાવવાળા જાણ ॥ ૬ ॥
આહારસ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ । યજ્ઞસ્તપસ્તથા દાનં તેષાં ભેદમિમં શૃણુ ॥
ભોજન પણ બધાને પોતાની-પોતાની પ્રકૃતિના અનુસાર ત્રણ પ્રકારનું પ્રિય હોય છે. અને તે જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ-ત્રણ પ્રકારના હોય છે. તેમના આ જુદા જુદા ભેદને તું મારાથી સાંભળ ॥ ૭ ॥
આયુઃ સત્ત્વબલારોગ્ય- સુખપ્રીતિવિવર્ધનાઃ । રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરા હૃદ્યા- આહારાઃ સાત્ત્વિકપ્રિયાઃ ।।
આયુ, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિને વધારવા- વાળા, રસયુક્ત, ચીકણા અને સ્થિર રહેવાવાળા તથા સ્વભાવથી જ મનને પ્રિય- એવા આહાર અર્થાત્ ભોજન કરવાના પદાર્થ સાત્ત્વિક પુરુષને પ્રિય હોય છે ॥ ૮ ॥
કટ્વમ્લલવણાત્યુષ્ણતીક્ષ્ણરૂક્ષવિદાહિનઃ । આહારા રાજસસ્યેષ્ટા દુઃખશોકામયપ્રદાઃ ।।
કડવા, ખાટા, લવણયુક્ત, બહુ ગરમ, તીખા, રૂખા, દાહકારક અને દુઃખ, ચિંતા તથા રોગોને ઉત્પન્ન કરવાવાળા આહાર અર્થાત્ ભોજન કરવાના પદાર્થ રાજસ પુરુષને પ્રિય હોય છે ॥ ૯ ॥
યાતયામં ગતરસં પૂતિ પર્યુષિતં ચ યત્। ઉચ્છિષ્ટમપિ ચામેધ્યં ભોજનં તામસપ્રિયમ્ ।।
જે ભોજન અધકચરું, રસ રહિત, દુર્ગંધયુક્ત, વાસી અને એંઠું છે તથા જે અપવિત્ર પણ છે, તે ભોજન તામસ પુરુષને પ્રિય હોય છે ॥ ૧૦॥
અફલાકાઙ્ક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો ય ઇજ્યતે । યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્ત્વિકઃ ॥
જે શાસ્ત્રવિધિથી નિયત, યજ્ઞ કરવો જ કર્તવ્ય છે- આ પ્રકારે મનને સમાધાન કરીને, ફળ ન ઇચ્છવા- વાળા પુરુષો દ્વારા કરવામાં આવે છે, તે સાત્ત્વિક છે॥ ૧૧ ॥
અભિસન્ધાય તુ ફલં દમ્ભાર્થમપિ ચૈવ યત્ । ઇજ્યતે ભરતશ્રેષ્ઠ તં યજ્ઞં વિદ્ધિ રાજસમ્ ॥
પરંતુ હે અર્જુન ! કેવળ દમ્ભાચરણ માટે અથવા ફળને પણ દૃષ્ટિમાં રાખીને જે યજ્ઞ કરવામાં આવે છે, તે યજ્ઞને તું રાજસ જાણ ॥ ૧૨ ॥
વિધિહીનમસૃષ્ટાનં મન્ત્રહીનમદક્ષિણમ્ । શ્રદ્ધાવિરહિતં યજ્ઞં તામસં પરિચક્ષતે ।।
શાસ્ત્રવિધિથી હીન, અન્નદાનથી રહિત, વિના મંત્રોના, વિના દક્ષિણાના અને વિના શ્રદ્ધાના કરવામાં આવનારા યજ્ઞને તામસ યજ્ઞ કહે છે ॥ ૧૩ ॥
દેવદ્વિજગુરુપ્રાજ્ઞપૂજનં શૌચમાર્જવમ્ । બ્રહ્મચર્યમહિંસા ચ શારીરં તપ ઉચ્યતે ॥
દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા-આ શરીર-સંબંધી તપ કહેવામાં આવે છે
॥ ૧૪॥
અનુદ્વેગકરં વાક્યં સત્યં પ્રિયહિતં ચ યત્। સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાઙ્મયં તપ ઉચ્યતે ।।
જે ઉદ્વેગ ન કરવાવાળું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ ભાષણ છે તથા જે વેદ-શાસ્ત્રોના પઠનનું અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે- તે જ વાણી-સંબંધી તપ કહેવામાં આવે છે ॥ ૧૫ ॥
મનઃપ્રસાદઃ સૌમ્યત્વં મૌનમાત્મવિનિગ્રહઃ । ભાવસંશુદ્ધિરિત્યેતત્તપો માનસમુચ્યતે ।।
મનની પ્રસન્નતા, શાંતભાવ, ભગવચ્ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી રીતે પવિત્રતા- આ પ્રકારે આ મનસંબંધી તપ કહેવામાં આવે છે ॥ ૧૬ ॥
શ્રદ્ધયા પરયા તપ્તં તપસ્તત્ત્રિવિધં નરૈઃ । અફલાકાઙ્ક્ષિભિર્યુક્તૈઃ સાત્ત્વિકં પરિચક્ષતે ।।
ફળને ન ઇચ્છવાવાળા યોગી પુરુષો દ્વારા પરમ શ્રદ્ધાથી કરેલા તે પૂર્વોક્ત ત્રણ પ્રકારના તપને સાત્ત્વિક કહે છે ॥ ૧૭ ॥
સત્કારમાનપૂજાર્થં તપો દમ્ભેન ચૈવ યત્। ક્રિયતે તદિહ પ્રોક્તં રાજસં ચલમધ્રુવમ્ ॥
જે તપ સત્કાર, માન અને પૂજા માટે તથા અન્ય કોઈ સ્વાર્થ માટે પણ સ્વભાવથી અથવા પાખંડથી કરવામાં આવે છે, તે અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળવાળું તપ અહીં રાજસ કહેવામાં આવ્યું છે ॥ ૧૮ ॥
મૂઢગ્રાહેણાત્મનો યત્પીડયા ક્રિયતે તપઃ । પરસ્યોત્સાદનાર્થં વા તત્તામસમુદાહૃતમ્ ।।
જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી, મન, વાણી અને શરીરની પીડાની સાથે અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે કરવામાં આવે છે- તે તપ તામસ કહેવામાં આવ્યું છે ॥ ૧૯ ॥
દાતવ્યમિતિ યદ્દાનં દીયતેऽનુપકારિણે । દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાત્ત્વિકં સ્મૃતમ્ ।।
દાન દેવું જ કર્તવ્ય છે-એવા ભાવથી જે દાન દેશ તથા કાળ અને પાત્રના પ્રાપ્ત થવા પર ઉપકાર ન કરવાવાળાના પ્રતિ આપવામાં આવે છે, તે દાન સાત્ત્વિક કહેવામાં આવ્યું છે ॥ ૨૦॥
યત્તુ પ્રત્યુપકારાર્થં ફલમુદ્દિશ્ય વા પુનઃ । દીયતે ચ પરિક્લિષ્ટં તદ્દાનં રાજસં સ્મૃતમ્ ॥
પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારના પ્રયોજનથી અથવા ફળને દૃષ્ટિમાં રાખીને ફરી આપવામાં આવે છે, તે દાન રાજસ કહેવામાં આવ્યું છે ॥ ૨૧ ॥
અદેશકાલે યદ્દાનમપાત્રેભ્યશ્ચ દીયતે । અસત્કૃતમવજ્ઞાતં તત્તામસમુદાહૃતમ્ ।। જે દાન વિના સત્કારના અથવા તિરસ્કારપૂર્વક અયોગ્ય દેશ-કાળમાં અને કુપાત્રના પ્રતિ આપવામાં આવે છે, તે દાન તામસ કહેવામાં આવ્યું છે ॥ ૨૨ ॥
ॐ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધઃ સ્મૃતઃ । બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા ॥
ૐ, તત્, સત્ એવા આ ત્રણ પ્રકારના સચ્ચિદાનંદઘન બ્રહ્મના નામ કહેવામાં આવ્યા છે; તેનાથી સૃષ્ટિના આદિકાળમાં બ્રાહ્મણ અને વેદ તથા યજ્ઞાદિ રચવામાં આવ્યા ॥ ૨૩ ॥
તસ્માદોમિત્યુદાહૃત્ય યજ્ઞદાનતપઃ ક્રિયાઃ । પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતં બ્રહ્મવાદીનામ્ ।।
તેથી વેદ-મંત્રોનું ઉચ્ચારણ કરવાવાળા શ્રેષ્ઠ પુરુષોની શાસ્ત્રવિધિથી નિયત યજ્ઞ, દાન અને તપરૂપ ક્રિયાઓ સદા ‘ૐ’ આ પરમાત્માના નામને ઉચ્ચારણ કરીને જ આરંભ થાય છે ॥ ૨૪ ॥
તદિત્યનભિસન્ધાય ફલં યજ્ઞતપઃ ક્રિયાઃ । દાનક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાઙ્ક્ષિભિઃ ।।
તત્ અર્થાત્ ‘તત્’ નામથી કહેવામાં આવનારા પરમાત્માનું જ આ બધું છે- એવા ભાવથી ફળને ન ઇચ્છતા નાના પ્રકારની યજ્ઞ, તપરૂપ ક્રિયાઓ તથા દાનરૂપ ક્રિયાઓ કલ્યાણની ઇચ્છાવાળા પુરુષો દ્વારા કરવામાં આવે છે ॥ ૨૫ ॥
સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્પ્રયુજ્યતે । પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દઃ પાર્થ યુજ્યતે ।।
‘સત્’- આ પ્રકારે આ પરમાત્માનું નામ સત્યભાવમાં અને શ્રેષ્ઠભાવમાં પ્રયોગ કરવામાં આવે છે તથા હે પાર્થ ! ઉત્તમ કર્મમાં પણ ‘સત્’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે ॥ ૨૬ ॥
યજ્ઞે તપસિ દાને ચ સ્થિતિઃ સદિતિ ચોચ્યતે । કર્મ ચૈવ તદર્થીયં સદિત્યેવાભિધીયતે ।।
તથા યજ્ઞ, તપ અને દાનમાં જે સ્થિતિ છે, તે પણ ‘સત્’ આ પ્રકારે કહેવામાં આવે છે અને તે પરમાત્મા માટે કરવામાં આવેલું કર્મ નિશ્ચયપૂર્વક સત્-એવું કહેવામાં આવે છે ॥ ૨૭ ॥
અશ્રદ્ધયા હુતં દત્તં તપસ્તપ્તં કૃતં ચ યત્। અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ ॥
હે અર્જુન ! વિના શ્રદ્ધાના કરવામાં આવેલું હવન, આપવામાં આવેલું દાન તેમજ તપેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે- તે સમસ્ત ‘અસત્’- આ પ્રકારે કહેવામાં આવે છે; તેથી તે ન તો આ લોકમાં લાભદાયક છે અને ન મર્યા પછી જ ॥ ૨૮ ॥
ॐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે શ્રદ્ધાત્રયવિભાગયોગો નામ સપ્તદશોऽધ્યાયઃ ॥ ૧૭ ॥
સંબંધિત લેખ

Chapter 18 : Moksha Sanyasa Yoga – अध्याय १८: मोक्षसंन्यासयोगः
અર્જુન બોલ્યા: હે મહાબાહુ! હે અંતર્યામી! હે વાસુદેવ! હું સંન્યાસ અને ત્યાગના તત્ત્વને જુદા જુદા જાણવા ઈચ્છું છું...

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

Chapter 14 : Guna Traya Vibhaga Yoga – अध्याय १४: गुणत्रयविभागयोग
શ્રી ભગવાન કહે છે: હું ફરીથી તે પરમ જ્ઞાન કહીશ, જે જ્ઞાનમાં ઉત્તમ છે, જેને જાણીને બધા મુનિજનો આ દુનિયાથી પરમ સિદ્ધિ પામ્યા છે.

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.

Chapter 12 : Bhakti Yoga – अध्याय १२: भक्तियोग
અર્જુને કહ્યું: જે ભક્તો હંમેશા સ્થિર રહીને તમારા સાકાર સ્વરૂપની પૂજા કરે છે, અને જેઓ અવિનાશી, અવ્યક્તની પૂજા કરે છે - આમાંથી યોગમાં વધુ નિપુણ કોણ છે?