ભગવદ્ ગીતા: ભગવાનને સમજવું - અધ્યાય ૭ શ્લોક ૧ - Tilak Kathayein
भागवद गीता

Chapter 7 : Gyaan Vigyaan Yoga – अध्याय ७: ज्ञानविज्ञानयोग

Tilak Kathayein02 Feb 202551 views📖 1 min read
Chapter 7 : Gyaan Vigyaan Yoga – अध्याय ७: ज्ञानविज्ञानयोग
શ્રી ભગવાન કહે છે: હે પાર્થ, મારામાં આસક્ત મનથી, યોગનું આચરણ કરીને અને મારો આશ્રય લઈને, તું કેવી રીતે મને સંપૂર્ણપણે જાણીશ, તે સાંભળ, કોઈ શંકા વિના.

શ્રીભગવાનુવાચ મવ્યાસક્તમનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ । અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ ॥

શ્રીભગવાન બોલે- હે પાર્થ! અનન્યપ્રેમથી મુજમાં આસક્તચિત્ત તથા અનન્યભાવથી મારા પરાયણ થઈને યોગમાં લાગેલ તું જે પ્રકારે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્યાદિ ગુણોથી યુક્ત, સૌના આત્મરૂપ મુજને સંશયરહિત જાણશે, તેને સાંભળ ॥ ૧॥

જ્ઞાનં તેऽહં સવિજ્ઞાનમિદં વક્ષ્યામ્યશેષતઃ । યજ્જ્ઞાત્વા નેહ ભૂયોऽન્યજ્ઞ્જાતવ્યમવશિષ્યતે ॥

હું તારા માટે આ વિજ્ઞાનસહિત તત્ત્વજ્ઞાનને સંપૂર્ણતયા કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કંઈ પણ જાણવાયોગ્ય શેષ રહેતું નથી ॥ ૨ ॥

મનુષ્યાણાં સહસ્ત્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે । યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન્માં વેત્તિ તત્ત્વતઃ ॥

હજારો મનુષ્યોમાં કોઈ એક મારી પ્રાપ્તિ માટે યત્ન કરે છે અને તે યત્ન કરનારા યોગીઓમાં પણ કોઈ એક મારા પરાયણ થઈને મુજને તત્ત્વથી અર્થાત્ યથાર્થરૂપથી જાણે છે ॥ ૩ ॥

ભૂમિરાપોऽનલો વાયુઃ ખં મનો બુદ્ધિરેવ ચ। અહઙ્કાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા ॥
અપરેયમિતસ્ત્વન્યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્ । જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત્ ॥

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર પણ આ પ્રકારે આઠ પ્રકારથી વિભાજિત મારી પ્રકૃતિ છે. આ આઠ પ્રકારના ભેદોવાળી તો અપરા અર્થાત્ મારી જડ પ્રકૃતિ છે અને હે મહાબાહો! આથી બીજીને, જેનાથી આ સંપૂર્ણ જગત ધારણ કરવામાં આવે છે, મારી જીવરૂપા પરા અર્થાત્ ચેતન પ્રકૃતિ જાણ ॥૪-૫ ॥

એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય। અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા ॥

હે અર્જુન ! તું એવું સમજ કે સંપૂર્ણ ભૂત આ બંને પ્રકૃતિઓથી જ ઉત્પન્ન થનારા છે અને હું સંપૂર્ણ જગતનો પ્રભવ તથા પ્રલય છું અર્થાત્ સંપૂર્ણ જગતનું મૂળકારણ છે ॥ ૬ ॥

મત્તઃ પરતરં નાન્યત્કિઞ્ચિદસ્તિ ધનઞ્જય। મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઇવ ॥

 હે ધનંજય ! મારાથી ભિન્ન બીજું કોઈ પણ પરમ કારણ નથી. આ સંપૂર્ણ જગત સૂત્રમાં સૂત્રના મણકાઓની સદૃશ મુજમાં ગૂંથાયેલું છે ॥ ૭ ॥

રસોऽહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ । પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ ॥

હે અર્જુન! હું જળમાં રસ છું, ચંદ્રમા અને સૂર્યમાં પ્રકાશ છું, સંપૂર્ણ વેદોમાં ઓંકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું ॥ ૮ ॥

પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ। જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ ॥

હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તથા સંપૂર્ણ ભૂતોમાં તેમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું ॥ ૯॥

બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ્। બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ॥

હે અર્જુન ! તું સંપૂર્ણ ભૂતોનું સનાતન બીજ મુજને જ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું ॥ ૧૦ ॥

બલં બલવતાં ચાહં કામરાગવિવર્જિતમ્ । ધર્માविरुद्धો ભૂતેષુ કામોऽસ્મિ ભરતર્ષભ ॥

હે ભરતશ્રેષ્ઠ ! હું બળવાનોનું આસક્તિ અને કામનાઓથી રહિત બળ અર્થાત્ સામર્થ્ય છું અને સૌ ભૂતોમાં ધર્મના અનુકૂળ અર્થાત્ શાસ્ત્રના અનુકૂળ કામ છું ॥ ૧૧ ॥

યે ચૈવ સાત્ત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચ યે। મત્ત એવેતિ તાન્વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયિ ॥

અને જે સત્ત્વગુણથી ઉત્પન્ન થનારા ભાવ છે અને જે રજોગુણથી તથા તમોગુણથી થનારા ભાવ છે, તે બધાને તું ‘મારાથી જ થનારા છે’ એવું જાણ, પરંતુ વાસ્તવમાં તેમનામાં હું અને તેઓ મુજમાં નથી॥ ૧૨ ॥

ત્રિભિર્ગુણમયૈર્ભાવૈરેભિઃ સર્વમિદં જગત્। મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ્

ગુણોના કાર્યરૂપ સાત્ત્વિક, રાજસ અને તામસ- આ ત્રણે પ્રકારના ભાવોથી આ આખું સંસાર- પ્રાણીસમુદાય મોહિત થઈ રહ્યું છે, એટલા માટે આ ત્રણે ગુણોથી પરે મુજ અવિનાશીને જાણતું નથી ॥ ૧૩ ॥

દૈવી હોષા ગુણમયી મમ માયા દુરત્યયા। મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ॥

કારણ કે આ અલૌકિક અર્થાત્ અતિ અદ્ભુત ત્રિગુણમયી મારી માયા મોટી દુસ્તર છે; પરંતુ જે પુરુષ કેવળ મુજને જ નિરંતર ભજે છે, તે આ માયાને ઉલ્લંઘી જાય છે અર્થાત્ સંસારથી તરી જાય છે ॥ ૧૪ ॥

ન માં દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ । માયયાપહૃતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ ॥

માયાના દ્વારા જેનું જ્ઞાન હરાઈ ગયું છે એવા આસુર-સ્વભાવને ધારણ કરેલા, મનુષ્યોમાં નીચ, દૂષિત કર્મ કરનારા મૂઢલોકો મુજને નથી ભજતા ॥ ૧૫ ॥

ચતુર્विधा ભજન્તે માં જનાઃ સુકૃતિનોऽર્જુન । આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન! ઉત્તમ કર્મ કરનારા અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની-એવા ચાર પ્રકારના ભક્તજન મુજને ભજે છે ॥ ૧૬ ॥

તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે। પ્રિયો હિ જ્ઞાનિનોऽત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ

તેમાં નિત્ય મુજમાં એકીભાવથી સ્થિત અનન્ય પ્રેમભક્તિવાળો જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ છે, કારણ કે મુજને તત્ત્વથી જાણનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે જ્ઞાની મુજને અત્યંત પ્રિય છે॥ ૧૭॥

ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ । આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમા ગતિમ્ ।।

 આ બધા ઉદાર છે, પરંતુ જ્ઞાની તો સાક્ષાત્ મારું સ્વરૂપ જ છે-એવું મારું મત છે; કારણ કે તે મદ્ગત મન-બુદ્ધિવાળો જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિસ્વરૂપ મુજમાં જ સારી રીતે સ્થિત છે ॥ ૧૮ ॥

બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે। વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ ॥

ઘણા જન્મોના અંતના જન્મમાં તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત પુરુષ, બધું વાસુદેવ જ છે- આ પ્રકારે મુજને ભજે છે, તે મહાત્મા અત્યંત દુર્લભ છે ॥ ૧૯ ॥

કામૈસ્તૈસ્તૈર્हतજ્ઞાનાઃ પ્રપદ્યન્તેऽન્યદેવતાઃ । તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા ॥

તે-તે ભોગોની કામના દ્વારા જેનું જ્ઞાન હરાઈ ગયું છે, તે લોકો પોતાના સ્વભાવથી પ્રેરિત થઈને તે-તે નિયમને ધારણ કરીને અન્ય દેવતાઓને ભજે છે અર્થાત્ પૂજે છે ॥ ૨૦ ॥

યો યો યાં યાં તર્નુ ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ। તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્ ॥

જે-જે સકામ ભક્ત જે-જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઇચ્છે છે, તે તે ભક્તની શ્રદ્ધાને હું તે જ દેવતાના પ્રતિ સ્થિર કરું છું ॥ ૨૧ ॥

સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે। લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિ તાન્ ॥

તે પુરુષ તે શ્રદ્ધાથી યુક્ત થઈને તે દેવતાનું પૂજન કરે છે અને તે દેવતાથી મારા દ્વારા જ વિધાન કરેલા તે ઇચ્છિત ભોગોને નિઃસંદેહ પ્રાપ્ત કરે છે ॥ ૨૨॥

અન્તવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસામ્ । દેવાન્દેવયજો યાન્તિ મদ্ভક્તા યાન્તિ મામપિ ॥

પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવાન છે તથા તે દેવતાઓને પૂજનારા દેવતાઓને પ્રાપ્ત થાય છે અને મારા ભક્ત ચાહે જેમ ભજે, અંતમાં તે મુજને જ પ્રાપ્ત થાય છે ॥ ૨૩ ॥

અવ્યક્તં વ્યક્તિમાપન્નં મન્યન્તે મામબુદ્ધયઃ । પરં ભાવમજાનન્તો મમાવ્યયમનુત્તમમ્ ॥

બુદ્ધિહીન પુરુષ મારા અનુત્તમ અવિનાશી પરમ ભાવને ન જાણતા મન-ઇન્દ્રિયોથી પરે મુજ સચ્ચિદાનંદઘન પરમાત્માને મનુષ્યની જેમ જન્મ લઈને વ્યક્તિભાવને પ્રાપ્ત થયેલા માને છે॥ ૨૪ ॥

નાહં પ્રકાશઃ સર્વસ્ય યોગમાયાસમાવૃતઃ । મૂઢોऽયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ્ ॥

પોતાની યોગમાયાથી છુપાયેલો હું સૌના પ્રત્યક્ષ નથી થતો, એટલા માટે આ અજ્ઞાની જનસમુદાય મુજ જન્મરહિત અવિનાશી પરમેશ્વરને નથી જાણતો અર્થાત્ મુજને જન્મવા-મરવાવાળો સમજે છે ॥ ૨૫ ॥

વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન । ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન ॥

હે અર્જુન ! પૂર્વમાં વ્યતીત થયેલા અને વર્તમાનમાં સ્થિત તથા આગળ થનારા બધા ભૂતોને હું જાણું છું, પરંતુ મુજને કોઈ પણ શ્રદ્ધા-ભક્તિરહિત પુરુષ નથી જાણતો ॥ ૨૬ ॥

ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વમોહેન ભારત । સર્વભૂતાનિ સમ્મોહં સર્ગે યાન્તિ પરન્તપ ॥

હે ભરતવંશી અર્જુન! સંસારમાં ઇચ્છા અને દ્વેષથી ઉત્પન્ન સુખ-દુઃખાદિ દ્વન્દ્વરૂપ મોહથી સંપૂર્ણ પ્રાણી અત્યંત અજ્ઞતાને પ્રાપ્ત થઈ રહ્યા છે ॥ ૨૭ ॥

યેષાં ત્વન્તગતં પાપં જનાનાં પુણ્યકર્ણામ્ । તે દ્વન્દ્વમોહનિર્મુક્તા ભજન્તે માં દૃઢવ્રતાઃ ॥

પરંતુ નિષ્કામભાવથી શ્રેષ્ઠ કર્મોનું આચરણ કરનારા જે પુરુષોનું પાપ નષ્ટ થઈ ગયું છે, તે રાગ- દ્વેષજનિત દ્વન્દ્વરૂપ મોહથી મુક્ત દૃઢનિશ્ચયી ભક્ત મુજને બધી રીતે ભજે છે ॥ ૨૮ ॥

જરામરણમોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે। તે બ્રહા તદ્વિદુઃ કૃત્સ્ત્રમધ્યાત્મં કર્મ ચાખિલમ્ ॥

જે મારા શરણ થઈને જરા અને મરણથી છૂટવા માટે યત્ન કરે છે, તે પુરુષ તે બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને, સંપૂર્ણ કર્મને જાણે છે ॥ ૨૯ ॥

સાધિભૂતાધિદૈવં માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ । પ્રયાણકાલેऽપિ ચ માં તે વિદુર્યુક્તચેતસઃ ॥

જે પુરુષ અધિભૂત અને અધિદૈવના સહિત તથા અધિયજ્ઞના સહિત (સૌના આત્મરૂપ) મુજને અંતકાળમાં પણ જાણે છે, તે યુક્તચિત્તવાળા પુરુષ મુજને જાણે છે અર્થાત્ પ્રાપ્ત થઈ જાય છે ॥ ૩૦ ॥

ॐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનવિજ્ઞાનયોગો નામ સપ્તમોऽધ્યાયઃ ॥ ૭ ॥

શેર કરો:

સંબંધિત લેખ

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
ભગવદ ગીતા

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग

અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

20 Feb 202553
Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
ભગવદ ગીતા

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग

શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

18 Feb 202560
Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
ભગવદ ગીતા

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग

શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

16 Feb 202570
Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવદ ગીતા

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.

12 Feb 202563