Chapter 8 : Aksara Brahma Yoga – अध्याय ८: अक्षरब्रह्मयोग

અર્જુન ઉવાચ કિં તદ્બ્રહ્મ કિમધ્યાત્મં કિં કર્મ પુરુષોત્તમ। અધિભૂતં ચ કિં પ્રોક્તમધિદૈવં કિમુચ્યતે ॥
અર્જુને કહ્યું- હે પુરુષોત્તમ! તે બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવામાં આવ્યું છે અને અધિદૈવ કોને કહે છે॥ ૧ ॥
અધિયજ્ઞઃ કથં કોઽત્ર દેહેઽસ્મિન્મધુસૂદન । પ્રયાણકાલે ચ કથં જ્ઞેયોઽસિ નિયતાત્મભિઃ ॥
હે મધુસૂદન! અહીં અધિયજ્ઞ કોણ છે? અને તે આ શરીરમાં કેવી રીતે છે? તથા યુક્તચિત્તવાળા પુરુષો દ્વારા અંત સમયે આપ કઈ રીતે જાણવામાં આવો છો ॥ ૨ ॥
શ્રીભગવાન્ ઉવાચ અક્ષરં બ્રહ્મ પરમં સ્વભાવોઽધ્યાત્મમુચ્યતે । ભૂતભાવોદ્ભવકરો વિસર્ગઃ કર્મસઞ્જિતઃ ॥
શ્રીભગવાને કહ્યું-પરમ અક્ષર ‘બ્રહ્મ’ છે, પોતાનું સ્વરૂપ અર્થાત્ જીવાત્મા ‘અધ્યાત્મ’ નામથી કહેવામાં આવે છે તથા ભૂતોના ભાવને ઉત્પન્ન કરનારો જે ત્યાગ છે, તે ‘કર્મ’ નામથી કહેવામાં આવ્યો છે ॥ ૩॥
અધિભૂતં ક્ષરો ભાવઃ પુરુષશ્ચાધિદૈવતમ્ । અધિયજ્ઞોઽહમેવાત્ર દેહે દેહભૃતાં વર ॥
ઉત્પત્તિ-વિનાશ ધર્મવાળા બધા પદાર્થ અધિભૂત છે, હિરણ્યમય પુરુષ અધિદૈવ છે અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન! આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામીરૂપે અધિયજ્ઞ છું ॥ ૪ ॥
અન્તકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ્। યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ ॥
જે પુરુષ અંતકાળમાં પણ મને જ સ્મરણ કરતો શરીરનો ત્યાગ કરી જાય છે, તે મારા સાક્ષાત્ સ્વરૂપને પ્રાપ્ત થાય છે- એમાં કંઈ પણ સંશય નથી ॥ ૫ ॥
યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરમ્ । તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવભાવિતઃ ॥
હે કુંતીપુત્ર અર્જુન! આ મનુષ્ય અંતકાળમાં જે-જે પણ ભાવને સ્મરણ કરતો શરીરનો ત્યાગ કરે છે, તેને-તેને જ પ્રાપ્ત થાય છે; કારણ કે તે સદા એ જ ભાવથી ભાવિત રહ્યો છે ॥ ૬ ॥
તસ્માત્સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ। મય્યર્પિતમનોબુદ્ધિર્મામેવૈષ્યસ્યસંશયમ્ ॥
એટલા માટે હે અર્જુન! તું બધા સમયમાં નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રકારે મારામાં અર્પણ કરેલા મન-બુદ્ધિથી યુક્ત થઈને તું નિઃસંદેહ મને જ પ્રાપ્ત થશે ॥ ૭ ॥
અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના । પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિન્તયન્ ॥
હે પાર્થ! આ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસરુપ યોગથી યુક્ત, બીજી તરફ ન જવાવાળા ચિત્તથી નિરંતર ચિંતન કરતો મનુષ્ય પરમ પ્રકાશરૂપ દિવ્ય પુરુષને અર્થાત્ પરમેશ્વરને જ પ્રાપ્ત થાય છે ॥ ૮॥
કવિં પુરાણમનુશાસિતાર- મણોરણિયાંસमनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्यरूप- मादित्यवर्णं तमसः परस्तात् ॥
જે પુરુષ સર્વજ્ઞ, અનાદિ, બધાના નિયંતા, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ, બધાના ધારણ-પોષણ કરનારા અચિંત્યસ્વરૂપ, સૂર્યના સદૃશ નિત્ય ચેતન પ્રકાશરૂપ અને અવિદ્યાથી અતિ પરે, શુદ્ધ સચ્ચિદાનંદઘન પરમેશ્વરનું સ્મરણ કરે છે ॥ ૯ ॥
પ્રયાણકાલે મનસાચલેન ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ। ધ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્- સ તં પરં પુરુષમુપૈતિ દિવ્યમ્ ॥
તે ભક્તિયુક્ત પુરુષ અંતકાળમાં પણ યોગબળથી ભૃકુટીના મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપિત કરીને, પછી નિશ્ચલ મનથી સ્મરણ કરતો તે દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પ્રાપ્ત થાય છે ॥ ૧૦ ॥
યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ । यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं सङ्ग्रहेण प्रवक्ष्ये ॥
વેદના જાણકાર વિદ્વાન જે સચ્ચિદાનંદઘનરૂપ પરમપદને અવિનાશી કહે છે, આસક્તિરહિત યત્નશીલ સંન્યાસી મહાત્માજન જેમાં પ્રવેશ કરે છે અને જે પરમપદને ચાહનારા બ્રહ્મચારી લોકો બ્રહ્મચર્યનું આચરણ કરે છે, તે પરમપદને હું તારા માટે સંક્ષેપથી કહીશ ॥ ૧૧ ॥
સર્વદ્વારાણિ સંયમ્ય મનો હૃદિ નિરુધ્ય ચ। મૂર્યાધાયાત્મનઃ પ્રાણમાસ્થિતો યોગધારણામ્ ॥
ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્મામનુસ્મરન્ । યઃ પ્રયાતિ ત્યજન્દેહં સ યાતિ પરમાં ગતિમ્ ॥
બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદ્દેશમાં સ્થિર કરીને, પછી તે જીતેલા મન દ્વારા પ્રાણને મસ્તકમાં સ્થાપિત કરીને, પરમાત્મસંબંધી યોગધારણામાં સ્થિત થઈને જે પુરુષ ‘ઓમ્’ આ એક અક્ષરરૂપ બ્રહ્મને ઉચ્ચારણ કરતો અને તેના અર્થસ્વરૂપ મારા નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરનો ત્યાગ કરી જાય છે, તે પુરુષ પરમગતિને પ્રાપ્ત થાય છે ॥ ૧૨-૧૩ ॥
અનન્યचेताઃ સતतं यो मां स्मरति नित्यशः । तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥
હે અર્જુન! જે પુરુષ મારામાં અનન્ય ચિત્ત થઈને સદા જ નિરંતર મારા પુરુષોત્તમનું સ્મરણ કરે છે, તે નિત્ય-નિરંતર મારામાં યુક્ત થયેલા યોગી માટે હું સુલભ છું, અર્થાત્ તેને સહેજ જ પ્રાપ્ત થઈ જાઉં છું ॥ ૧૪ ॥
મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમશાશ્વતમ્ । નાપ્નુવन्ति महात्मानः संसिद्धि परमां गताः ॥
પરમ સિદ્ધિને પ્રાપ્ત મહાત્માજન મને પ્રાપ્ત થઈને દુઃખના ઘર તેમજ ક્ષણભંગુર પુનર્જન્મને નથી પ્રાપ્ત થતા ॥ ૧૫ ॥
આબ્રહ્મभुવનાલ્લોકાઃ પુનરાવર્તિનોઽર્જુન । મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે ॥
હે અર્જુન! બ્રહ્મલોકપર્યંત બધા લોક પુનરાવર્તી છે, પરંતુ હે કુંતીપુત્ર! મને પ્રાપ્ત થઈને પુનર્જન્મ નથી હોતો; કારણ કે હું કાલાતીત છું અને આ બધા બ્રહ્માદિકના લોક કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે ॥ ૧૬ ॥
સહસ્ત્રયુગપર્યન્તમહર્યદ્બ્રહ્મણો વિદુઃ । રાત્રિં યુગસહસ્ત્રાંતાં તેઽહોરાત્રવિદો જનાઃ ॥
બ્રહ્માનો જે એક દિવસ છે, તેને એક હજાર ચતુર્યુગી સુધીની અવધિવાળો અને રાત્રિને પણ એક હજાર ચતુર્યુગી સુધીની અવધિવાળી જે પુરુષ તત્ત્વથી જાણે છે, તે યોગીજન કાળના તત્ત્વને જાણનારા છે ॥ ૧૭ ॥
અવ્યક્તાદ્વ્યક્તયઃ સર્વાઃ પ્રભવન્ત્યહરાગમે। રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્તસઞ્જકે ॥
સંપૂર્ણ ચરાચર ભૂતગણ બ્રહ્માના દિવસના પ્રવેશકાળમાં અવ્યક્તથી અર્થાત્ બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિના પ્રવેશકાળમાં તે અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મશરીરમાં જ લીન થઈ જાય છે॥ ૧૮ ॥
ભૂતગ્રામઃ સ એવાयं ભૂત્વા ભૂત્વા પ્રલીયતે। રાત્ર્યાગમેઽવશઃ પાર્થ પ્રભવત્યહરાગમે ॥
હે પાર્થ! તે જ આ ભૂતસમુદાય ઉત્પન્ન થઈ-થઈને પ્રકૃતિના વશમાં થયેલો રાત્રિના પ્રવેશકાળમાં લીન થાય છે અને દિવસના પ્રવેશકાળમાં ફરી ઉત્પન્ન થાય છે॥ ૧૯ ॥
પસ્સ્તસ્માત્તુ ભાવોઽન્યોઽવ્યક્તોઽવ્યક્તાત્સનાતનઃ । યઃ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ ॥
તે અવ્યક્તથી પણ અતિ પરે બીજો અર્થાત્ વિલક્ષણ જે સનાતન અવ્યક્તભાવ છે, તે પરમ દિવ્ય પુરુષ બધા ભૂતોના નષ્ટ થવા પર પણ નષ્ટ નથી થતો ॥ ૨૦ ॥
અવ્યક્તોઽક્ષર ઇત્યુક્તસ્તમાહુઃ પરમાં ગતિમ્ । યં પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ॥
જે અવ્યક્ત ‘અક્ષર’ આ નામથી કહેવામાં આવ્યો છે, તે જ અક્ષર નામના અવ્યક્તભાવને પરમગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્તભાવને પ્રાપ્ત થઈને મનુષ્ય પાછા નથી આવતા, તે મારું પરમ ધામ છે॥ ૨૧ ॥
પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા। યસ્યાન્તઃ સ્થાની ભૂતાનિ યેન સર્વમિદં તતમ્ ॥
હે પાર્થ! જે પરમાત્માના અંતર્ગત સર્વભૂત છે અને જે સચ્ચિદાનંદઘન પરમાત્માથી આ સમસ્ત જગત્ પરિપૂર્ણ છે, તે સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થવા યોગ્ય છે ॥ ૨૨ ॥
યત્ર કાલે ત્વનાવૃત્તિમાવૃત્તિ ચૈવ યોગિનઃ । પ્રયાતા યાન્તિ તં કાલં વક્ષ્યામિ ભરતર્ષભ ।
હે અર્જુન! જે કાળમાં શરીર ત્યાગ કરી ગયેલા યોગીજન તો પાછા ન ફરનારી ગતિને અને જે કાળમાં ગયેલા પાછા ફરનારી ગતિને જ પ્રાપ્ત થાય છે, તે કાળને અર્થાત્ બંને માર્ગોને કહીશ ॥ ૨૩ ॥
અગ્નિજ્ર્યોતિરહઃ શુક્લઃ ષણ્માસા ઉત્તરાયણમ્। તત્ર પ્રયાતા ગચ્છन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥
જે માર્ગમાં જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે, દિવસના અભિમાની દેવતા છે, શુક્લપક્ષના અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાઓના અભિમાની દેવતા છે, તે માર્ગમાં મરીને ગયેલા બ્રહ્મવેત્તા યોગીજન ઉપર્યુક્ત દેવતાઓ દ્વારા ક્રમથી લઈ જઈને બ્રહ્મને પ્રાપ્ત થાય છે ॥ ૨૪॥
ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્ । તત્ર ચાન્દ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે ॥
જે માર્ગમાં ધૂમાભિમાની દેવતા છે, રાત્રિ અભિમાની દેવતા છે તથા કૃષ્ણપક્ષના અભિમાની દેવતા છે અને દક્ષિણાયનના છ મહિનાઓના અભિમાની દેવતા છે, તે માર્ગમાં મરીને ગયેલો સકામ કર્મ કરનારો યોગી ઉપર્યુક્ત દેવતાઓ દ્વારા ક્રમથી લઈ જવાયેલો ચંદ્રમાની જ્યોતિને પ્રાપ્ત થઈને સ્વર્ગમાં પોતાના શુભકર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે ॥ ૨૫ ॥
શુક્લકૃષ્ણે ગતી હોતે જગતઃ શાશ્વતે મતે। એકયા યાત્યનાવૃત્તિમન્યયાવર્તતે પુનઃ ॥
કારણ કે જગતના આ બે પ્રકારના- શુક્લ અને કૃષ્ણ અર્થાત્ દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન માનવામાં આવ્યા છે. એમાં એકના દ્વારા ગયેલો જેનાથી પાછું નથી ફરવું પડતું, તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે અને બીજાના દ્વારા ગયેલો ફરી પાછો આવે છે અર્થાત્ જન્મ-મૃત્યુને પ્રાપ્ત થાય છે ॥ ૨૬ ॥
નૈતે સૃતી પાર્થ જાનન્યોગી મુહ્યતિ કશ્ચન। તસ્માત્સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન ॥
હે પાર્થ! આ પ્રકારે આ બંને માર્ગોને તત્ત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો. આ કારણે હે અર્જુન! તું બધા કાળમાં સમબુદ્ધિરૂપ યોગથી યુક્ત થા અર્થાત્ નિરંતર મારી પ્રાપ્તિ માટે સાધન કરનારો થા ॥ ૨૭ ॥
વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ્ । અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરં સ્થાનમુપૈતિ ચાદ્યમ્ ॥
યોગી પુરુષ આ રહસ્યને તત્ત્વથી જાણીને વેદોના વાંચવામાં તથા યજ્ઞ, તપ અને દાનાદિકના કરવામાં જે પુણ્યફળ કહ્યું છે, તે બધાને નિઃસંદેહ ઉલ્લંઘન કરી જાય છે અને સનાતન પરમપદને પ્રાપ્ત થાય છે ॥ ૨૮ ॥
ॐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અક્ષરબ્રહ્મયોગો નામાષ્ટમોઽધ્યાયઃ ॥ ૮ ॥
આજનું પંચાંગ 25 જુલાઈ 2026
શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે
સંબંધિત લેખ

Chapter 18 : Moksha Sanyasa Yoga – अध्याय १८: मोक्षसंन्यासयोगः
અર્જુન બોલ્યા: હે મહાબાહુ! હે અંતર્યામી! હે વાસુદેવ! હું સંન્યાસ અને ત્યાગના તત્ત્વને જુદા જુદા જાણવા ઈચ્છું છું...

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

Chapter 14 : Guna Traya Vibhaga Yoga – अध्याय १४: गुणत्रयविभागयोग
શ્રી ભગવાન કહે છે: હું ફરીથી તે પરમ જ્ઞાન કહીશ, જે જ્ઞાનમાં ઉત્તમ છે, જેને જાણીને બધા મુનિજનો આ દુનિયાથી પરમ સિદ્ધિ પામ્યા છે.

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.