भागवद गीता

Chapter 11 : Vishvarupa Darshana Yoga – अध्याय ११: विश्वरूपदर्शनयोग

Tilak Kathayein08 Feb 2025133 views📖 1 min read
Chapter 11 : Vishvarupa Darshana Yoga – अध्याय ११: विश्वरूपदर्शनयोग
અર્જુને કહ્યું: મારા પર કૃપા કરવા માટે તમે જે પરમ ગુહ્ય આધ્યાત્મિક વચન એટલે કે ઉપદેશ કહ્યો, તેનાથી મારો આ મોહ દૂર થઈ ગયો.

અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મસંજિતમ્ । યત્ત્વયોક્તં વચસ્તેન મોહોઽયં વિગતો મમ ॥

અર્જુન બોલે- મારા પર અનુગ્રહ કરવા માટે આપે જે પરમ ગોપનીય અધ્યાત્મવિષયક વચન અર્થાત્ ઉપદેશ કહ્યો, તેનાથી મારું આ અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે ॥ ૧ ॥

ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા। ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપિ ચાવ્યયમ્ ।।

કેમ કે હે કમલનેત્ર ! મેં આપનાથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા છે તથા આપની અવિનાશી મહિમા પણ સાંભળી છે

॥ ૨ ॥

એવમેતદ્યથાત્થ ત્વમાત્માનં પરમેશ્વર। દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરં પુરુષોત્તમ ॥

હે પરમેશ્વર! આપ આપને જેવું કહો છો, આ ઠીક એવું જ છે; પરંતુ હે પુરુષોત્તમ! આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઐશ્વર્ય- રૂપને હું પ્રત્યક્ષ જોવા ઇચ્છું છું ॥ ૩ ॥

મન્યસે યદિ તચ્છક્યં મયા દ્રષ્ટુમિતિ પ્રભો । યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ્ ।।

હે પ્રભો! જો મારા દ્વારા આપનું તે રૂપ જોવું શક્ય છે-એવું આપ માનો છો, તો હે યોગેશ્વર ! તે અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો ॥ ૪ ॥

શ્રીભગવાન્ ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોઽથ સહસ્ત્રશઃ । નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ

શ્રીભગવાન બોલ્યા- હે પાર્થ ! હવે તું મારા સેંકડો- હજારો નાના પ્રકારના અને નાના વર્ણ તથા નાના આકૃતિવાળા અલૌકિક રૂપોને જો ॥ ૫ ।

પશ્યાદિત્યાન્વસૂન્રુદ્રાનશ્વિનૌ મરુતસ્તથા । બહૂન્યદૃષ્ટપૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત ।।

શ્રીમદ્ભગવદ્ગીતા હે ભરતવંશી અર્જુન ! તું મારામાં આદિત્યોને અર્થાત્ અદિતિના દ્વાદશ પુત્રોને, આઠ વસુઓને, એકાદશ રુદ્રોને, બંને અશ્વિનીકુમારોને અને ઓગણપચાસ મરુદ્- ગણોને જો તથા અને પણ ઘણાં પહેલાં ન જોયેલાં આશ્ચર્યમય રૂપોને જો ॥ ૬ ॥ 

ઇહૈકસ્થં જગત્કૃત્સ્નં પશ્યાદ્ય સચરાચરમ્ । મમ દેહે ગુડાકેશ * યચ્ચાન્યદ્રષ્ટુમિચ્છસિ ।।

હે અર્જુન ! હવે આ મારા શરીરમાં એક જગ્યાએ સ્થિત ચરાચરસહિત સંપૂર્ણ જગતને જો તથા અને પણ જે કંઈ જોવા ઇચ્છતો હોય તે જો ॥ ૭ ॥

ન તુ માં શક્યસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા। દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ્ ।।

પરંતુ મને તું આ પોતાના પ્રાકૃત નેત્રો દ્વારા જોવામાં નિઃસંદેહ સમર્થ નથી; આથી જ હું તને દિવ્ય અર્થાત્ અલૌકિક ચક્ષુ આપું છું; તેનાથી તું મારી ઈશ્વરીય યોગશક્તિને જો ॥ ૮ ॥

સઞ્જય ઉવાચ: એવમુક્ત્વા તતો રાજન્મહાયોગેશ્વરો હરિઃ । દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ્ ॥

સંજય બોલ્યા- હે રાજન્ ! મહાયોગેશ્વર અને બધાં પાપોનો નાશ કરનારા ભગવાને આ પ્રકારે કહીને તેના પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્યસ્વરૂપ દેખાડ્યું ॥ ૯ ॥

અનેકવક્ત્રનયનમનેકાદ્ભુતદર્શનમ્ અનેકદિવ્યાભરણં દિવ્યાનેકોદ્યતાયુધમ્ ।।
દિવ્યમાલ્યામ્બરધરં દિવ્યગન્ધાનુલેપનમ્ । સર્વાશ્ચર્યમયં દેવમનન્તં વિશ્વતોમુખમ્ ।।

અનેક મુખ અને નેત્રોથી યુક્ત, અનેક અદ્ભુત દર્શનોવાળા, ઘણાં બધાં દિવ્ય ભૂષણોથી યુક્ત અને ઘણાં બધાં દિવ્ય શસ્ત્રોને હાથોમાં ઉઠાવેલા, દિવ્ય માળા અને વસ્ત્રોને ધારણ કરેલા અને દિવ્ય ગંધનું આખા શરીરમાં લેપન કરેલું, બધા પ્રકારનાં આશ્ચર્યોથી યુક્ત, સીમારહિત અને બધી બાજુ મુખ કરેલા વિરાટ્- સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા ॥ ૧૦-૧૧ ॥

દિવિ સૂર્યસહસ્ત્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા । યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ભાસસ્તસ્ય મહાત્મનઃ ।।

આકાશમાં હજાર સૂર્યોના એક સાથે ઉદય થવાથી ઉત્પન્ન જે પ્રકાશ હોય, તે પણ તે વિશ્‍વરૂપ પરમાત્માના પ્રકાશના સદૃશ કદાચિત્ જ હોય ॥ ૧૨ ॥

તત્રૈકસ્થં જગત્કૃત્સ્નં પ્રવિભક્તમનેકધા । અપશ્યદ્દેવદેવસ્ય શરીરે પાણ્ડવસ્તદા ।।

પાંડુપુત્ર અર્જુને તે સમયે અનેક પ્રકારથી વિભક્ત અર્થાત્ જુદાં જુદાં સંપૂર્ણ જગતને દેવોના દેવ શ્રીકૃષ્ણ- ભગવાનના તે શરીરમાં એક જગ્યાએ સ્થિત જોયું ॥ ૧૩ ॥

તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનઞ્જયઃ । પ્રણમ્ય શિરસા દેવં કૃતાઞ્જલિરભાષત ॥

તેના પછી તે આશ્ચર્યથી ચકિત અને પુલકિતશરીર અર્જુન પ્રકાશમય વિશ્‍વરૂપ પરમાત્માને શ્રદ્ધા-ભક્તિસહિત માથાથી પ્રણામ કરીને હાથ જોડીને બોલ્યા- ॥ ૧૪ ॥

અર્જુન ઉવાચ: પશ્યામિ દેવાંસ્તવ દેવ દેહે સર્વાંસ્તથા ભૂતવિશેષસઙ્ઘાન્ । બ્રહ્માણમીશં કમલાસનસ્થ- મૃષીંશ્ચ સર્વાનુરગાંશ્ચ દિવ્યાન્ ॥ 

અર્જુન બોલ્યા- હે દેવ ! હું આપના શરીરમાં સંપૂર્ણ દેવોને તથા અનેક ભૂતોના સમુદાયોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને અને સંપૂર્ણ ઋષિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું ॥ ૧૫ ॥

અનેકબાહૂદરવક્ત્રનેત્રં- પશ્યામિ ત્વાં સર્વતોઽનન્તરુપમ્ । નાન્તં ન મધ્યં ન પુનસ્તવાદિં- પશ્યામિ વિશ્વેશ્વર વિશ્‍વરૂપ ।

હે સંપૂર્ણ વિશ્‍વના સ્વામિન્ ! આપને અનેક ભુજા, પેટ, મુખ અને નેત્રોથી યુક્ત તથા બધી બાજુથી અનંત રૂપોવાળા જોઉં છું. હે વિશ્‍વરૂપ! હું આપના ન અંતને જોઉં છું, ન મધ્યને અને ન આદિને જ ॥ ૧૬ ॥

કિરીટિનં ગદિનં ચક્રિણં ચ તેજોરાશિં સર્વતો દીપ્તિમન્તમ્ । પશ્યામિ ત્વાં દુર્નિરીક્ષ્યં સમન્તા- દ્દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયમ્ ॥

આપને હું મુકુટયુક્ત, ગદાયુક્ત અને ચક્રયુક્ત તથા બધી બાજુથી પ્રકાશમાન તેજના પુંજ, પ્રજ્વલિત અગ્નિ અને સૂર્યના સદૃશ જ્યોતિયુક્ત, કઠિનતાથી જોઈ શકાય તેવા અને બધી બાજુથી અપ્રમેયસ્વરૂપ જોઉં છું ॥ ૧૭ ॥

ત્વમક્ષરં પરમં વેદિતવ્યં- ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ । ત્વમવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે ॥

આપ જ જાણવાયોગ્ય પરમ અક્ષર અર્થાત્ પરબ્રહ્મ પરમાત્મા છો, આપ જ આ જગતના પરમ આશ્રય છો, આપ જ અનાદિ ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો. એવું મારું માનવું છે ॥ ૧૮ ॥

અનાદિમધ્યાન્તमनन्तવીર્ય- મનન્તબાહું શશિસૂર્યનેત્રમ્ । પશ્યામિ ત્વાં દીપ્તહુતાશવક્ત્રં- સ્વતેજસા વિશ્વમિદં તપન્તમ્ ।।

આપને આદિ, અંત અને મધ્યથી રહિત, અનંત સામર્થ્યથી યુક્ત, અનંત ભુજાવાળા, ચંદ્ર સૂર્યરૂપ નેત્રોવાળા, પ્રજ્વલિત અગ્નિરૂપ મુખવાળા અને પોતાના તેજથી આ જગતને સંતપ્ત કરતા જોઉં છું ॥ ૧૯ ॥

દ્યાવાપૃથિવ્યોરિદમન્તરં હિ વ્યાપ્તં ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ । દૃષ્ટ્વાદ્ભુતં રૂપમુગ્રં તવેદં- લોકત્રયં પ્રવ્યથિતં મહાત્મન્ ॥

હે મહાત્મન્ ! આ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું સંપૂર્ણ આકાશ તથા બધી દિશાઓ એક આપનાથી જ પરિપૂર્ણ છે તથા આપના આ અલૌકિક અને ભયંકર રૂપને જોઈને ત્રણે લોક અતિ વ્યથાને પામી રહ્યા છે॥ ૨૦ ॥

અમી હિ ત્વાં સુરસઙ્ઘા વિશન્તિ કેચિદ્ભીતાઃ પ્રાઞ્જલયો ગૃણન્તિ । સ્વસ્તીત્યુક્ત્વા મહર્ષિસિદ્ધસઙ્ઘાઃ સ્તુવન્તિ ત્વાં સ્તુતિભિઃ પુષ્કલાભિઃ ॥ 

તે જ દેવતાઓના સમૂહ આપમાં પ્રવેશ કરે છે અને કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપના નામ અને ગુણોનું ઉચ્ચારણ કરે છે તથા મહર્ષિ અને સિદ્ધોના સમુદાય ‘કલ્યાણ હો’ એવું કહીને ઉત્તમ- ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરે છે ॥ ૨૧ ॥

રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા- વિશ્વેઽશ્વિનૌ મરુતશ્ચોષ્મપાશ્ચ। ગન્ધર્વયક્ષાસુરસિદ્ધસઙ્ઘા- વીક્ષન્તે ત્વાં વિસ્મિતાશ્ચૈવ સર્વે ।

જે અગિયાર રુદ્ર અને બાર આદિત્ય તથા આઠ વસુ, સાધ્યગણ, વિશ્વેદેવ, અશ્વિનીકુમાર તથા મરુદ્ગણ અને પિતૃઓના સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોના સમુદાય છે- તે બધા જ વિસ્મિત થઈને આપને જુએ છે ॥ ૨૨ ॥

રૂપં મહત્તે બહુવક્ત્રનેત્રં- મહાબાહો બહુબાહૂરુપાદમ્ । બહૂદરં બહુદંષ્ટ્રાકરાલં- દૃષ્ટ્વા લોકાઃ પ્રવ્યથિતાસ્તથાહમ્ ।।

હે મહાબાહો ! આપના ઘણાં મુખ અને નેત્રોવાળા, ઘણા હાથ, જાંઘ અને પગવાળા, ઘણા ઉદરોવાળા અને ઘણી બધી દાઢોના કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે તથા હું પણ વ્યાકુળ થઈ રહ્યો છું ॥ ૨૩ ॥

નભઃસ્પૃશં દીપ્તમનેકવર્ણં- વ્યાત્તાનનં દીપ્તવિશાલનેત્રમ્ । દૃષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યથિતાન્તરાત્મા ધૃતિં ન વિન્દામિ શમં ચ વિષ્ણો ॥

કેમ કે હે વિષ્ણો! આકાશને સ્પર્શ કરનારા, દેદીપ્યમાન, અનેક વર્ણોથી યુક્ત તથા ફેલાયેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રોથી યુક્ત આપને જોઈને ભયભીત અંતઃકરણવાળો હું ધીરજ અને શાંતિ નથી પામતો ॥ ૨૪ ॥

દંષ્ટ્રાકરાલાનિ ચ તે મુખાનિ દૃષ્ટ્વ કાલાનલસન્નિભાનિ । દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસીદ દેવેશ જગન્નિવાસ ।।

દાઢોના કારણે વિકરાળ અને પ્રલયકાળની અગ્નિના સમાન પ્રજ્વલિત આપના મુખોને જોઈને હું દિશાઓને નથી જાણતો અને સુખ પણ નથી પામતો. તેથી હે દેવેશ ! હે જગન્નિવાસ ! આપ પ્રસન્ન થાઓ ॥ ૨૫ ॥

અમી ચ ત્વાં ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહૈવાવનિપાલસઙ્ગૈઃ । ભીષ્મો દ્રોણઃ સૂતપુત્રસ્તથાસૌ સહાસ્મદીયૈરપિ યોદ્ધમુખ્યૈઃ
વક્ત્રાણિ તે ત્વરમાણા વિશન્તિ દંષ્ટ્રાકરાલાનિ ભયાનકાનિ । કેચિદ્વિલગ્ના દશનાન્તરેષુ સન્દૃશ્યન્તે ચૂર્ણિતૈરુત્તમાઙ્ગૈઃ ।।

તે બધા ધૃતરાષ્ટ્રના પુત્ર રાજાઓના સમુદાયસહિત આપમાં પ્રવેશ કરી રહ્યા છે અને ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય તથા તે કર્ણ અને અમારા પક્ષના પણ પ્રધાન યોદ્ધાઓના સહિત બધા-ના-બધા આપના દાઢોના કારણે વિકરાળ ભયાનક મુખોમાં મોટા વેગથી દોડતા પ્રવેશ કરી રહ્યા છે અને કેટલાએક ચૂર્ણ થયેલા માથાઓસહિત આપના દાંતોની વચ્ચે લાગેલા દેખાઈ રહ્યા છે ॥ ૨૬-૨૭ ॥

યથા નદીનાં બહવોઽમ્બુવેગાઃ સમુદ્રમેવાભિમુખા દ્રવન્તિ । તથા તવામી નરલોકવીરા- વિશન્તિ વક્ત્રાણ્યભિવિજ્વલન્તિ ।

જેમ નદીઓના ઘણાં બધાં જળના પ્રવાહ સ્વાભાવિક રીતે જ સમુદ્રની જ સામે દોડે છે અર્થાત્ સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેમ જ તે નરલોકના વીર પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે ॥ ૨૮ ॥

યથા પ્રદીપ્તં જ્વલનં પતઙ્ગા- વિશન્તિ નાશાય સમૃદ્ધવેગાઃ । તથૈવ નાશાય વિશન્તિ લોકા- સ્તવાપિ વક્ત્રાણિ સમૃદ્ધવેગાઃ ॥

જેમ પતંગ મોહવશ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં અતિવેગથી દોડતા પ્રવેશ કરે છે, તેમ જ આ બધા લોકો પણ પોતાના નાશ માટે આપના મુખોમાં અતિવેગથી દોડતા પ્રવેશ કરી રહ્યા છે.॥ ૨૯ ॥

લેલિહ્યસે ગ્રસમાનઃ સમન્તા- લ્લોકાન્સમગ્રાન્વદનૈર્જ્વલદ્ધિઃ । તેજોભિરાપૂર્ય જગત્સમગ્રં – ભાસસ્તવોગ્રાઃ પ્રતપન્તિ વિષ્ણો

આપ તે સંપૂર્ણ લોકને પ્રજ્વલિત મુખો દ્વારા ગ્રાસ કરતા બધી બાજુથી વારંવાર ચાટી રહ્યા છો, હે વિષ્ણો ! આપનો ઉગ્ર પ્રકાશ સંપૂર્ણ જગતને તેજના દ્વારા પરિપૂર્ણ કરીને તપાવી રહ્યો છે ॥ ૩૦ ॥

આખ્યાહિ મે કો ભવાનુગ્રરૂપો- નમોઽસ્તુ તે દેવવર પ્રસીદ । વિજ્ઞાતુમિચ્છામિ ભવન્તમાદ્યં- ન હિ પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ્ ॥

મને બતાવો કે આપ ઉગ્રરૂપવાળા કોણ છો? હે દેવોમાં શ્રેષ્ઠ ! આપને નમસ્કાર હો. આપ પ્રસન્ન થાઓ. આદિપુરુષ આપને હું વિશેષરૂપથી જાણવા ઇચ્છું છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી જાણતો ॥ ૩૧ ॥

શ્રીભગવાન્ ઉવાચ: કાલોઽસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો- લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્તઃ । ઋતેઽપિ ત્વાં ન ભવિષ્યન્તિ સર્વે યેઽવસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોદ્ધાઃ ।।

શ્રીભગવાન બોલ્યા- હું લોકોનો નાશ કરનારો વધેલો મહાકાળ છું. આ સમયે આ લોકોને નષ્ટ કરવા માટે પ્રવૃત્ત થયો છું. તેથી જે પ્રતિપક્ષીઓની સેનામાં સ્થિત યોદ્ધા લોકો છે તે બધા તારા વિના પણ નહીં રહે અર્થાત્ તારા યુદ્ધ ન કરવા પર પણ આ બધાનો નાશ થઈ જશે ॥ ૩૨ ॥

તસ્માત્ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જિત્વા શત્રૂન્ભુઙ્ક્ષ્વ રાજ્યં સમૃદ્ધમ્। મયૈવૈતે નિહતાઃ પૂર્વમેવ નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન્ ॥

આથી જ તું ઊઠ ! યશ પ્રાપ્ત કર અને શત્રુઓને જીતીને ધન-ધાન્યથી સંપન્ન રાજ્યને ભોગવ. આ બધા શૂરવીર પહેલાંથી જ મારા દ્વારા મારેલા છે. હે સવ્યસાચિન્ ! તું તો કેવળ નિમિત્તમાત્ર બની જા ॥ ૩૩ ॥

દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાન્યાનપિ યોદ્ધવીરાન્ । મયા હતાંસ્ત્વં જહિ મા વ્યથિષ્ઠા- યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન્ ॥ 

દ્રોણાચાર્ય અને ભીષ્મપિતામહ તથા જયદ્રથ અને કર્ણ તથા અને પણ ઘણા બધા મારા દ્વારા મારેલા શૂરવીર યોદ્ધાઓને તું માર. ભય ન કર. નિઃસંદેહ તું યુદ્ધમાં વૈરીઓને જીતીશ. તેથી યુદ્ધ કર ॥ ૩૪ ॥

સઞ્જય ઉવાચ: એતચ્છ્રુત્વા વચનં કેશવસ્ય કૃતાઞ્જલિર્વેપમાનઃ કિરીટી। નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં- સગદ્દં ભીતભીતઃ પ્રણમ્ય 

સંજય બોલ્યા- કેશવભગવાનના આ વચનને સાંભળીને મુકુટધારી અર્જુન હાથ જોડીને કાંપતો નમસ્કાર કરીને, ફરી પણ અત્યંત ભયભીત થઈને પ્રણામ કરીને ભગવાન શ્રીકૃષ્ણના પ્રતિ ગદ્ગદ વાણીથી બોલ્યા- ॥ ૩૫ ॥

અર્જુન ઉવાચ: સ્થાને હૃષીકેશ તવ પ્રકીર્ત્યા જગત્પ્રહૃષ્યત્યનુરજ્યતે રક્ષાંસિ ભીતાનિ દિશો દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસઙ્ગાઃ ।। 

અર્જુન બોલ્યા- હે અંતર્યામિન્ ! આ યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી જગત અતિ હર્ષિત થઈ રહ્યું છે અને અનુરાગને પણ પ્રાપ્ત થઈ રહ્યું છે તથા ભયભીત રાક્ષસલોકો દિશાઓમાં ભાગી રહ્યા છે અને બધા સિદ્ધગણોના સમુદાય નમસ્કાર કરી રહ્યા છે ॥ ૩૬ ॥

કસ્માચ્ચ તે ન નમેરન્મહાત્મન્ ગરીયસે બ્રહ્મણોઽપ્યાદિકર્તે । અનન્ત દેવેશ જગન્નિવાસ ત્વમક્ષરં સદસત્તત્પરં યત્ ॥

હે મહાત્મન્ ! બ્રહ્માના પણ આદિકર્તા અને સૌથી મોટા આપના માટે તે કેવી રીતે નમસ્કાર ન કરે, કેમ કે હે અનંત ! હે દેવેશ ! હે જગન્નિવાસ ! જે સત્, અસત્ અને તેમનાથી પરે અક્ષર અર્થાત્ સચ્ચિદાનંદઘન બ્રહ્મ છે, તે આપ જ છો ॥ ૩૭ ॥

ત્વમાદિદેવઃ પુરુષઃ પુરાણ- સ્ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્। વેત્તાસિ વેદ્યં ચ પરં ચ ધામ ત્વયા તતં વિશ્વમનન્તરુપ ॥

આપ આદિદેવ અને સનાતન પુરુષ છો, આપ આ જગતના પરમ આશ્રય અને જાણનારા તથા જાણવાયોગ્ય અને પરમ ધામ છો. હે અનંતરૂપ! આપનાથી આ બધું જગત વ્યાપ્ત અર્થાત્ પરિપૂર્ણ છે ॥ ૩૮ ॥

વાયુર્યમોઽગ્નિર્વરુણઃ શશાઙ્કઃ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ । નમો નમસ્તેઽસ્તુ સહસ્ત્રકૃત્વઃ પુનશ્ચ ભૂયોઽપિ નમો નમસ્તે ॥

આપ વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ, ચંદ્રમા, પ્રજાના સ્વામી બ્રહ્મા અને બ્રહ્માના પણ પિતા છો. આપના માટે હજારો વાર નમસ્કાર! નમસ્કાર હો !! આપના માટે ફરી પણ વારંવાર નમસ્કાર! નમસ્કાર !! ॥ ૩૯ ॥

નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોઽસ્તુ તે સર્વત એવ સર્વ । અનન્તવીર્યામિતવિક્રમસ્ત્વં- સર્વં સમાપ્નોષિ તતોઽસિ સર્વઃ ।।

હે અનંત સામર્થ્યવાળા! આપના માટે આગળથી અને પાછળથી પણ નમસ્કાર! હે સર્વાત્મન્ ! આપના માટે બધી બાજુથી જ નમસ્કાર હો. કેમ કે અનંત પરાક્રમશાળી આપ સમસ્ત સંસારને વ્યાપ્ત કરેલા છો, આથી આપ જ સર્વરૂપ છો ॥ ૪૦ ॥

સખેતિ મત્વા પ્રસભં યદુક્તં- હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ । અજાનતા મહિમાનં તવેદં- મયા પ્રમાદાત્પ્રણયેન વાપિ ॥ યચ્ચાવહાસાર્થમસત્કૃતોઽસિ વિહારશય્યાસનભોજનેષુ ।  એકોઽથવાપ્યચ્યુત તત્સમક્ષં- તત્ક્ષામયે ત્વામહમપ્રમેયમ્ ॥

આપના આ પ્રભાવને ન જાણતા, આપ મારા સખા છો એવું માનીને પ્રેમથી અથવા પ્રમાદથી પણ મેં ‘હે કૃષ્ણ!’, ‘હે યાદવ !’, ‘હે સખે !’ આ પ્રકારે જે કંઈ વિચાર્યા- સમજ્યા વિના એકાએક કહ્યું છે અને હે અચ્યુત! આપ જે મારા દ્વારા વિનોદ માટે વિહાર, શય્યા, આસન અને ભોજનાદિમાં એકલા અથવા તે સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો- તે બધા અપરાધ અપ્રમેયસ્વરૂપ અર્થાત્ અચિંત્ય પ્રભાવવાળા આપનાથી હું ક્ષમા કરાવું છું ॥ ૪૧-૪૨ ॥

પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોઽસ્ત્યભ્યધિકઃ કુતોઽન્યો- લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ॥

આપ આ ચરાચર જગતના પિતા અને સૌથી મોટા ગુરુ તેમજ અતિ પૂજનીય છો, હે અનુપમ પ્રભાવવાળા ! ત્રણે લોકમાં આપના સમાન પણ બીજું કોઈ નથી, પછી અધિક તો કેવી રીતે હોઈ શકે છે ॥ ૪૩ ॥

તસ્માત્પ્રણમ્ય પ્રણિધાય કાયં- પ્રસાદયે ત્વામહમીશમીડ્યમ્ । પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાયાર્હસિ દેવ સોઢુમ્ ॥

આથી જ હે પ્રભો! હું શરીરને સારી રીતે ચરણોમાં નિવેદિત કરી, પ્રણામ કરીને, સ્તુતિ કરવાયોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થના કરું છું. હે દેવ! પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધ સહન કરે છે- તેમ જ

આપ પણ મારા અપરાધને સહન કરવાયોગ્ય છો ॥ ૪૪ ॥

અદૃષ્ટપૂર્વં હૃષિતોઽસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતં મનો મે। તદેવ મે દર્શય દેવરૂપં- પ્રસીદ દેવેશ જગન્નિવાસ ॥

હું પહેલાં ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હર્ષિત થઈ રહ્યો છું અને મારું મન ભયથી અતિ વ

🕉

આજનું પંચાંગ 25 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
ભગવદ ગીતા

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग

અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

20 Feb 2025139
Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
ભગવદ ગીતા

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग

શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

18 Feb 2025119
Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
ભગવદ ગીતા

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग

શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

16 Feb 2025138
Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવદ ગીતા

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.

12 Feb 2025131