Purushottam Maas Katha: Adhyaya 26 | पुरुषोत्तम मास कथा: अध्याय 26
ઉદ્યાપન વ્રતના નિયમોનું પાલન કરવાથી દાન અને વિધિપૂર્વક આચરણથી ભગવાનની પ્રસન્નતા મળે છે. પાપ નાશક અને કલ્યાણકારી આ વ્રત મોક્ષ પ્રદાન કરે છે.
હવે ઉદ્યાપનની પાછળ વ્રતના નિયમનો ત્યાગ કહે છે. વાલ્મીકિ મુનિ બોલ્યા- સંપૂર્ણ પાપોના નાશ માટે ગરુડધ્વજ ભગવાનની પ્રસન્નતા માટે ધારણ કરેલા વ્રત નિયમનો વિધિ પૂર્વક ત્યાગ કહે છે.
હે રાજન! નક્તવ્રત કરનાર મનુષ્ય સમાપ્તિમાં બ્રાહ્મણોને ભોજન કરાવે અને વિના માંગે જે કંઈ મળી જાય તેને ખાઈને રહેવામાં સુવર્ણ દાન કરવું. અમાવાસ્યામાં ભોજનનો નિયમ પાલન કરનાર દક્ષિણાની સાથે ગોદાન દેવે. અને જે આંબળા જળથી સ્નાન કરે છે તે દહીં અથવા દૂધનું દાન દેવે.
હે રાજન! ફળોનો નિયમ કર્યો છે તો ફળોનું દાન કરે. તેલનો નિયમ કર્યો છે અર્થાત્ તેલ છોડ્યું છે તો સમાપ્તિમાં ઘીનું દાન કરે અને ઘીનો નિયમ કર્યો છે તો દૂધનું દાન કરે.
હે રાજન! ધાન્યોના નિયમમાં ઘઉં અને શાલિ ચોખાનું દાન કરે.
હે રાજન! જો પૃથ્વીમાં શયનનો નિયમ કર્યો છે તો રૂ ભરેલા ગાદલા અને ચાંદની સહિત, પોતાનાને સુખ આપનારી તકિયા વગેરે રાખીને શય્યાનું દાન કરે, તે મનુષ્ય ભગવાનને પ્રિય હોય છે. જે મનુષ્ય પત્રમાં ભોજન કરે છે તે બ્રાહ્મણોને ભોજન કરાવે, ઘી ખાંડનું દાન કરે.
મૌનવ્રતમાં સુવર્ણની સાથે ઘંટા અને તલનું દાન કરે. સપત્નીક બ્રાહ્મણને ઘીયુક્ત પદાર્થથી ભોજન કરાવે.
હે રાજન! નખ તથા કેશોને ધારણ કરનાર બુદ્ધિમાન દર્પણનું દાન કરે. જૂતાનો ત્યાગ કર્યો છે તો જૂતાનું દાન કરે. લવણના ત્યાગમાં અનેક પ્રકારના રસોનું દાન કરે. દીપત્યાગ કર્યો છે તો પાત્ર સહિત દીપકનું દાન કરે.
જે મનુષ્ય અધિકમાસમાં ભક્તિથી નિયમોનું પાલન કરે છે તે સર્વદા વૈકુંઠમાં નિવાસ કરે છે. તાંબાના પાત્રમાં ઘી અને સુવર્ણની વત્તી રાખીને દીપકનું દાન કરે. વ્રતની પૂર્તિ માટે પલમાત્રનું જ દાન દેવે. એકાંતમાં વાસ કરનાર આઠ ઘટોનું દાન કરે. તે ઘટ સુવર્ણના હોય અથવા માટીના તેમને વસ્ત્ર અને સુવર્ણના ટુકડાઓની સાથે દેવે. અને માસના અંતમાં છત્રી-જૂતાની સાથે ૩૦ (ત્રીસ) મોદકનું દાન કરે, અને ભાર ઢોવામાં સમર્થ બળદનું દાન કરે. આ વસ્તુઓના ન મળવા પર અથવા યથોક્ત કરવામાં અસમર્થ હોવા પર, હે રાજન! સંપૂર્ણ વ્રતોની સિદ્ધિને દેવાવાળા બ્રાહ્મણોનું વચન કહેવામાં આવ્યું છે અર્થાત્ બ્રાહ્મણથી સુફળના મળવા પર વ્રત પૂર્ણ થઈ જાય છે. જે મલમાસમાં એક અન્નનું સેવન કરે છે. તે ચતુર્ભુજ થઈને પરમ ગતિને પામે છે. આ લોકમાં એકાન્નથી વધીને બીજું કંઈ પણ પવિત્ર નથી.
એક અન્નના સેવનથી મુનિ લોકો સિદ્ધ થઈને પરમ મોક્ષને પ્રાપ્ત થઈ ગયા. અધિકમાસમાં જે મનુષ્ય રાત્રે ભોજન કરે છે તે રાજા હોય છે. તે મનુષ્ય સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરે છે આમાં જરા પણ સંદેહ નથી. દેવતા લોકો દિવસના પૂર્વાહ્નમાં ભોજન કરે છે અને મુનિ લોકો મધ્યાહ્નમાં ભોજન કરે છે. અપરાહ્નમાં પિતૃગણ ભોજન કરે છે. એટલા માટે પોતાના માટે ભોજનનો સમય ચતુર્થ પ્રહર કહેવામાં આવ્યો છે.
હે નરાધિપ! જે બધી વેલાને અતિક્રમણ કરી ચતુર્થ પ્રહરમાં ભોજન કરે છે, હે જનાધિપ! તેના બ્રહ્મહત્યાદિ પાપ નાશ થઈ જાય છે. હે મહીપાલ! રાત્રે ભોજન કરનાર સમસ્ત પુણ્યોથી અધિક પુણ્ય ફળનો ભાગી હોય છે, અને તે મનુષ્ય પ્રતિદિન અશ્વ મેધ યજ્ઞ કરવાના ફળ પ્રાપ્ત કરે છે.
ભગવાનના પ્રિય પુરુષોત્તમ માસમાં અડદનો ત્યાગ કરે. તે અડદ છોડવાવાળો સમસ્ત પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકને જાય છે. જે પાતકી બ્રાહ્મણ થઈને યંત્રમાં તલ પેરે છે, હે રાજન! તે બ્રાહ્મણ તલની સંખ્યાના અનુસાર તેટલા વર્ષ પર્યંત રૌરવ નરકમાં વાસ કરે છે પછી ચાંડાલ યોનિમાં જાય છે અને કુષ્ઠ રોગથી પીડિત હોય છે.
જે મનુષ્ય શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિમાં ઉપવાસ કરે છે તે મનુષ્ય ચતુર્ભુજ થઈ ગરુડ પર બેસીને વૈકુંઠ લોકને જાય છે, અને તે દેવતાઓથી પૂજિત તથા અપ્સરાઓથી સેવિત હોય છે. એકાદશી વ્રત કરનાર દશમી અને દ્વાદશીના દિવસે એક વાર ભોજન કરે.
જે મનુષ્ય એવં દેવ વિષ્ણુ ભગવાનની પ્રીત્યર્થ વ્રત કરે છે તે મનુષ્ય સ્વર્ગને જાય છે.
હે રાજન! સર્વદા ભક્તિથી કુશાનો મુઠ્ઠો ધારણ કરે, કુશમુષ્ટિનો ત્યાગ ન કરે. જે મનુષ્ય કુશાથી મળ, મૂત્ર, કફ, રુધિરને સાફ કરે છે તે વિષ્ઠામાં કૃમિયોનિમાં જઈને વાસ કરે છે. કુશા અત્યંત પવિત્ર કહેવામાં આવ્યા છે, વિના કુશાની ક્રિયા વ્યર્થ કહેવામાં આવી છે કારણ કે કુશાના મૂળ ભાગમાં બ્રહ્મા અને મધ્ય ભાગમાં જનાર્દન વાસ કરે છે. કુશાના અગ્રભાગમાં મહાદેવ વાસ કરે છે એટલા માટે કુશાથી માર્જન કરે.
શૂદ્ર જમીનથી કુશાને ન ઉખાડે અને કપિલા ગૌનું દૂધ ન પીવે. હે ભૂપતે! પલાશના પત્રમાં ભોજન ન કરે, પ્રણવ મંત્રનું ઉચ્ચારણ ન કરે, યજ્ઞનું બચેલું અન્ન ન ભોજન કરે. શૂદ્ર કુશાના આસન પર ન બેસે, જનેઉને ધારણ ન કરે અને વૈદિક ક્રિયાને ન કરે. જો વિધિનો ત્યાગ કરી મનમાની કામ કરે છે તો તે શૂદ્ર પોતાના પિતૃઓના સહિત નરકમાં ડૂબી જાય છે. ચૌદહ ઇન્દ્ર સુધી નરક માં પડેલો રહે છે પછી મરઘો, સૂકર, વાનર યોનિને જાય છે. એટલા માટે શૂદ્ર હંમેશા પ્રણવનો ત્યાગ કરે. હે ભૂમિપ! શૂદ્ર બ્રાહ્મણોના નમસ્કાર કરવાથી નષ્ટ થઈ જાય છે.
હે મહારાજ! આટલું કરવાથી વ્રત પરિપૂર્ણ કહ્યું છે. અથવા બ્રાહ્મણોને દક્ષિણા ન દેવાથી મનુષ્ય નરકના ભાગી હોય છે. વ્રતમાં વિઘ્ન થવાથી આંધળો અને કોઢી હોય છે.
હે ભૂપ! મનુષ્યોમાં શ્રેષ્ઠ મનુષ્ય પૃથ્વીના દેવતા બ્રાહ્મણોના વચનથી સ્વર્ગને જાય છે. હે ભૂપ! એટલા માટે કલ્યાણને ચાહવાવાળો વિદ્વાન મનુષ્ય તે બ્રાહ્મણોના વચનોનું ઉલ્લંઘન ન કરે.
આ મેં ઉત્તમ, કલ્યાણને કરવાવાળું, પાપોનું નાશક, ઉત્તમ ફળને દેવાવાળું માધવ ભગવાનને પ્રસન્ન કરવાવાળું, મનને પ્રસન્ન કરવાવાળું ધર્મનું રહસ્ય કહ્યું આનું નિત્ય પાઠ કરે. હે રાજન! જે આને હંમેશા સાંભળે છે અથવા વાંચે છે તે ઉત્તમ લોકને જાય છે જ્યાં પર યોગીશ્વર હરિ ભગવાન વાસ કરે છે.
ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે ષડ્વિંશોऽध्यायઃ ॥૨૬॥
આજનું પંચાંગ 13 સપ્ટેમ્બર 2026
શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે
સંબંધિત લેખ

પુરુષોત્તમ માસનું મહત્વ
પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10
દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું, પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો. પછી, દુર્વાસાએ તેને શ્રાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી. નારદ…

Purushottam Maas Katha: Adhyaya 11 | पुरुषोत्तम मास कथा: अध्याय 11
કથામાં એક તપસ્વી કન્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજીએ તેને પાંચ પતિનું વરદાન આપ્યું, પરંતુ કન્યાએ તેને અસ્વીકાર કરી દીધો, અને પુરુષોત્તમ માસ…

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૨
આ કથા પુરુષોત્તમ માસના મહાત્મ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો પર આધારિત છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે જ્યારે શિવજી ગયા, ત્યારે તપસ્વિની કન્યા પર શું વીતી. શ્રી...

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩
આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.