पुरुषोत्तम मास माहात्म्य कथा

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩

Tilak Kathayein12 Jan 2025327 views📖 1 min read
આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.

આ ભાગમાં ઋષિ રાજા દૃઢધન્વાની કથા સંભળાવે છે, જે પોતાની સમૃદ્ધિ પર ચિંતન કરતા આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દિવ્ય ઉપદેશોથી એક બદલાવનો અનુભવ કરે છે.

ઋષિ લોકો બોલ્યા, ‘હે સૂત! હે મહાભાગ! હે સૂત! હે બોલવાવાળાઓમાં શ્રેષ્ઠ! પુરુષોત્તમના સેવનથી રાજા દૃઢધન્વાએ શોભન રાજ્ય, પુત્ર આદિ તથા પતિવ્રતા સ્ત્રીને કઈ રીતે પ્રાપ્ત કર્યા અને યોગીઓને પણ દુર્લભ ભગવાનના લોકને કઈ રીતે પ્રાપ્ત થયો? હે તાત! તમારા મુખકમળથી વારંવાર કથાસાર સાંભળવાવાળા અમે લોકોને અમૃત-પાન કરવાવાળાઓના સમાન કથામૃત-પાનથી તૃપ્તિ નથી થતી. આ કારણે આ પુરાતન ઇતિહાસને વિસ્તાર પૂર્વક કહો. અમારા ભાગ્યના બળથી જ બ્રહ્માએ તમને દેખાડ્યા છે.

સૂતજી બોલ્યા, ‘હે વિપ્ર લોકો! સનાતન મુનિ નારાયણે આ પુરાતન ઇતિહાસને નારદજીના પ્રતિ કહ્યો છે એ જ ઇતિહાસ આ સમયે હું આપ લોકોને કહું છું. મેં જેવું ગુરુના મુખથી રાજા દૃઢધન્વાનું પાપનાશક ચરિત્ર વાંચ્યું છે એને બધા મુનિ શ્રવણ કરે.’

શ્રીનારાયણ બોલ્યા, ‘હે બ્રહ્મન્‌! નારદ! સાંભળો. હું પવિત્ર કરવાવાળી ગંગાના સમાન રાજા દૃઢધન્વાની સુંદર તથા પ્રાચીન કથા કહીશ.

હૈહય દેશનો રક્ષક, શ્રીમાન બુદ્ધિમાન તથા સત્યપરાક્રમી ચિત્રધર્મા નામનો રાજા હતો. એને દૃઢધન્વા નામથી પ્રસિદ્ધ અતિ તેજસ્વી, બધા ગુણોથી યુક્ત, સત્ય બોલવાવાળો, ધર્માત્મા અને પવિત્ર આચરણવાળો પુત્ર થયો. કાન સુધી લાંબા નેત્રવાળો, પહોળી છાતીવાળો, મોટી ભુજાવાળો, મહાતેજસ્વી એ રાજા દૃઢધન્વા પ્રશસ્ત ગુણ સમૂહોની સાથે-સાથે વધતો ગયો.

એ ચતુર રાજા દૃઢધન્વા પ્રસન્નતાની સાથે ગુરુના મુખથી એક વાર કહેવાથી જ પૂર્વમાં વાંચેલાના સમાન વ્યાકરણ આદિ છ અંગોની સાથે ચાર વેદોનું અધ્યયન કરી ગુરુને દક્ષિણા આપીને અને વિધિ પૂર્વક એમની પૂજા કરી બુદ્ધિમાન રાજા ગુરુની આજ્ઞાથી પિતા ચિત્રધર્માના પુરને ગયો.

પોતાના નગરમાં વાસ કરવાવાળા પ્રજાવર્ગના નેત્રોને આનંદિત કરતો થયો. જે પુત્રને જોઈને રાજા ચિત્રધર્મા પણ અત્યંત હર્ષને પ્રાપ્ત થયો. પુત્ર જવાન હોય, સંપૂર્ણ ધર્મને જાણવાવાળો હોય અને પ્રજાપાલનમાં સમર્થ હોય, એનાથી વધીને સારશૂન્ય આ સંસારમાં બીજું શું છે? અર્થાત્‌ કંઈ નથી.

હવે હું બે ભુજાવાળા, મુરલી (વાંસળી)ને ધારણ કરવાવાળા, પ્રસન્ન મુખવાળા, શાંત તથા ભક્તોને અભય આપવાવાળા શ્રીકૃષ્ણચંદ્રની આરાધના કરું છું.

જે રીતે ધ્રુવ, અંબરીષ, શર્ધાતિ, યયાતિ પ્રમુખ રાજા અને શિવિ, રંતિદેવ, શશબિંદુ, ભગીરથ, ભીષ્મ, વિદુર, દુષ્યંત અને ભરત, પૃથુ, ઉત્તાનપાદ, પ્રહ્‌લાદ, વિભીષણ. આ બધા રાજા તથા બીજા અન્ય રાજા લોકો પણ અનેકો લોકોને ત્યાગ કરીને, આ અનિત્ય શરીરમાંથી પુરુષોત્તમ ભગવાનનું આરાધન કરી, નિત્ય (સદા રહેવાવાળા) વિષ્ણુપદને ચાલ્યા ગયા. એ જ રીતે સ્ત્રી, મકાન પુત્ર આદિમાં સ્નેહમય બંધનને તોડીને વનમાં જઈને હરિનું સેવન કરવું એ અમારું પણ કર્તવ્ય છે.

એવું મનમાં નિશ્ચય કરી, સમર્થ રાજા દૃઢધન્વાને રાજ્યનો ભાર આપીને સ્વયં વિરક્ત થઈ, જલ્દી પુલહ ઋષિના આશ્રમને ચાલ્યો ગયો. ત્યાં જઈને સંપૂર્ણ કામનાઓથી નિસ્પૃહ થઈ અને ભોજન ત્યાગ કરીને દર સમયે મનથી શ્રીકૃષ્ણચંદ્રનું સ્મરણ કરતો તપ કરવા લાગ્યો. થોડો સમય તપ કરીને એ રાજા ચિત્રવર્મા હરિ ભગવાનના પરમ ધામને ચાલ્યો ગયો. રાજા દૃઢધન્વાએ પણ પોતાના પિતાની વૈષ્ણવી ગતિને સાંભળી.

એ સમયે પિતાના પરમધામ ગમનથી હર્ષ અને વિયોગ થવાથી શોક-યુક્ત રાજા દૃઢધન્વા પિતૃ-ભક્તિથી વિદ્વાનોના વચનમાં સ્થિત થઈને, પારલૌકિક ક્રિયાને કરવા લાગ્યો.

નીતિશાસ્ત્રમાં વિશારદ (ચતુર) રાજા દૃઢધન્વા અત્યંત શોભિત પવિત્ર પુષ્કરાવર્તક નગરમાં રાજ્ય કરવા લાગ્યો. સારા સ્વભાવવાળી વિદર્ભરાજની કન્યા એની સ્ત્રી ગુણસુંદરી નામની હતી, પૃથ્વી પર રૂપમાં એના સમાન બીજી સ્ત્રી નહોતી. એ ગુણસુંદરીએ સુંદર, ચતુર, શુભ આચરણવાળા ચાર પુત્રોને ઉત્પન્ન કર્યા અને સંપૂર્ણ લક્ષણોથી યુક્ત ચારુમતી નામની કન્યાને ઉત્પન્ન કરી. ચિત્રવાક્‌, ચિત્રવાહ, મણિમાન્‌ અને ચિત્રકુંડલ નામવાળા એ બધા મોટા માની, શૂર પોતાના-પોતાના નામથી અલગ વિખ્યાત થવા લાગ્યા.

રાજા દૃઢધન્વા સર્વગુણી, પ્રસિદ્ધ, શાંત, દાંત, દૃઢપ્રતિજ્ઞ, રૂપવાન, ગુણવાન, વીર, શ્રીમાન, સ્વભાવથી સુંદર ચાર વેદ અને વ્યાકરણ આદિ ૬ અંગોને જાણવાવાળો, વાગ્મી (વાક્‌ચતુર), ધનુર્વિદ્યામાં નિપુણ, અરિષડ્‌વર્ગ (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય)ને જીતવાવાળો, અને શત્રુ-સમુદાયનો નાશ કરવાવાળો, ક્ષમામાં પૃથ્વીના સમાન, ગંભીરતામાં સમુદ્રના સમાન, સમતા (સમ વ્યવહાર)માં પિતામહ (બ્રહ્મા)ના સમાન, પ્રસન્નતામાં શંકરના સમાન, એકપત્ની વ્રત (એક જ સ્ત્રીથી વિવાહ કરવાનું વ્રત)ને કરવાવાળા બીજા રામચંદ્રના સમાન, અત્યંત ઉગ્ર પરાક્રમશાળી બીજા કાર્તવીર્ય (સહસ્રાર્જુન)ના સમાન હતો.

નારાયણ બોલ્યા, ‘એક સમયે રાત્રિમાં શયન કરેલા એ રાજા દૃઢધન્વાને ચિંતા થઈ કે અહો! આ વૈભવ (સંપત્તિ) કયા મહાન પુણ્યના કારણે અમને પ્રાપ્ત થયો છે. ન તો મેં તપ કર્યું, ન તો દાન આપ્યું, ન તો ક્યાંય પણ કંઈ હવન જ કર્યું. હું આ ભાગ્યોદયનું કારણ કોને પૂછું ?

આ પ્રકારે ચિંતા કરતા જ રાજા દૃઢધન્વાની રાત્રિ વીતી ગઈ. પ્રાતઃકાળ બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને વિધિપૂર્વક સ્નાન કરી ઉદયને પ્રાપ્ત સૂર્યનારાયણનું ઉપસ્થાન કરી, ભગવાનની કલાની પૂજા કરી અર્થાત્‌ દેવમંદિરોમાં જઈને દેવતાનું પૂજન કરી, બ્રાહ્મણોને દાન આપીને તથા નમસ્કાર કરીને ઘોડા પર સવાર થઈ ગયો. એના પછી શિકાર રમવાની ઇચ્છાથી જલ્દી વનમાં ગયો ત્યાં પર ઘણા મૃગ, વરાહ (સૂવર), સિંહ અને ગવયો (ચંવરી ગાય)નો શિકાર કર્યો.

એ જ સમયે રાજા દૃઢધન્વાના બાણથી ઘાયલ થઈને કોઈ મૃગ બાણ સહિત જલ્દી એક વનથી બીજા વનમાં ચાલ્યો ગયો. રુધિર પડેલા માર્ગથી રાજા પણ મૃગની પાછળ ગયો. પરંતુ મૃગ ક્યાંક ઝાડીમાં છુપાઈ ગયો અને રાજા એ વનમાં એને શોધતો જ રહી ગયો.

પિપાસા (તરસ)થી વ્યાકુળ એ રાજાએ સમુદ્રના સમાન એક તળાવને જોયું ત્યાં જલ્દીથી જઈને અને પાણી પીને તીર (કિનારે) પર ચાલ્યો આવ્યો. ત્યાં ઘટ્ટ છાયાવાળા એક વિશાળ વટ વૃક્ષને જોયું. એ વૃક્ષની જટામાં ઘોડાને બાંધીને રાજા ત્યાં જ બેસી ગયો. એ જ સમયે ત્યાં પર કોઈ એક પરમ સુંદર સુગ્ગો રાજાને મોહિત કરવાવાળી તુલના રહિત મનુષ્ય વાણીને બોલતો આવ્યો. ફક્ત રાજાને બેઠેલા જોઈ એને સંબોધિત કરતો એક જ શ્લોકને વારંવાર વાંચવા લાગ્યો કે, આ પૃથ્વી પર વિદ્યમાન અતુલ સુખને જોઈને તું તત્ત્વ (આત્મા)નું ચિંતન નથી કરતો તો આ સંસારના પારને કઈ રીતે જઈશ?

વારંવાર આ શ્લોકને રાજા દૃઢધન્વાના સામે વાંચવા લાગ્યો. રાજા એના વચનને સાંભળીને પ્રસન્ન થયો અને એના પર મોહિત થઈ ગયો, કે આ શુક પક્ષીએ દુઃખથી જાણવા યોગ્ય, સાર ભરેલા નારિયેળ ફળના સમાન અગમ્ય એક જ શ્લોકને વારંવાર વાંચતા શું કહ્યું?

શું આ કૃષ્ણદ્વૈપાયન (વેદવ્યાસ)ના શ્રેષ્ઠ પુત્ર શુકદેવજી તો નથી? જે શ્રીકૃષ્ણચંદ્રના સેવક મને મૂઢ અને સંસાર સાગરમાં ડૂબેલા જોઈને રાજા પરીક્ષિતના સમાન કૃપા કરી ઉદ્ધાર કરવાની ઇચ્છાથી મારી પાસે આવ્યા છે? આ રીતે ચિંતા કરતા રાજા દૃઢધન્વાની સેના નજીક આવી ગઈ.

શુક પક્ષી રાજાને ઉપદેશ આપીને સ્વયં અંતર્ધાન (અલક્ષિત) થઈ ગયો. એ શુકપક્ષીના વચનને સ્મરણ કરતો રાજા પોતાના પુરમાં આવીને બોલાવવા પર પણ નથી બોલતો અને નિંદ્રા રહિત થઈ એણે ભોજનને પણ ત્યાગ કરી દીધું હતું, ત્યારે એકાંતમાં એની રાણીએ આવીને રાજાને પૂછ્યું.

ગુણસુંદરી બોલી, ‘હે પુરુષોમાં શ્રેષ્ઠ! આ મનમાં મલિનતા કેમ થઈ? હે ભૂપાલ! પૃથ્વીના રક્ષક! ઊઠો ઊઠો. ભોગોને ભોગવો અને વચન બોલો.’

દેવતાઓનાથી પણ દુઃખથી જાણવા યોગ્ય એ શુક પક્ષીના સત્ય વચનનું સ્મરણ કરતો રાણી ગુણસુંદરીના પ્રાર્થના કરવા પર પણ રાજા દૃઢધન્વા કંઈ ન બોલ્યો. પતિના દુઃખથી અત્યંત પીડિત એ રાણી પણ લાંબો શ્વાસ લઈને પોતાના સ્વામીની ચિંતાના ઉત્કટ કારણને ન જાણી શકી.

આ પ્રકારે ચિંતામાં મગ્ન રાજાનો કેટલોક સમય વીતી ગયો, પરંતુ સંદેહ-સાગરથી પાર કરવાવાળું કોઈ પણ કારણ એ જોઈ ન શકી.

નારદજી બોલ્યા, ‘હે મુને! આ રીતે ચિંતાને કરતા પૃથ્વીપતિ રાજા દૃઢધન્વાનું શું થયું એ આપ કહો. કારણ કે હે મુને! નિર્મળ વૈષ્ણવ ચરિત્ર થોડું પણ જો સાંભળવામાં આવે તો પાપોનો નાશ થઈ જાય છે.

ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે ત્રયોદશોऽध्यायઃ ॥૧૩॥

🕉

આજનું પંચાંગ 25 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Purushottam Maas Katha | पुरुषोत्तम मास माहात्म्य
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસનું મહત્વ

પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

12 Jan 2025798
Purushottam Mas Katha: Adhyaya 1 | पुरुषोत्तम मास कथा: अध्याय 1
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Mas Katha: Adhyaya 1 | पुरुषोत्तम मास कथा: अध्याय 1

યજ્ઞ માટે ભેગા થયેલા ઋષિઓ વચ્ચે નૈમિષારણ્યમાં આધ્યાત્મિક સંવાદનું વર્ણન, સુતજી અને શુકદેવજીનું સ્વાગત, તેમની દિવ્યતા અને ભક્તિ, જ્ઞાન અને યાત્રાનું મહત્વ. ભક્તો માટે ઇચ્છા પૂર્ણ કરતા વૃક્ષની જેમ...

12 Jan 2025231
Purushottam Mas Katha: Adhyaya 2 | पुरुषोत्तम मास कथा: अध्याय 2
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Mas Katha: Adhyaya 2 | पुरुषोत्तम मास कथा: अध्याय 2

સુત ગોસ્વામીએ નારાયણ દ્વારા નારદને કહેલા પુરુષોત્તમ માસના મહિમા ઋષિઓને સંભળાવ્યા. આ મહિનો, ભગવાન પ્રત્યે ભક્તિ, ઉપવાસ અને દાન દ્વારા, પાપોનો નાશ કરે છે અને મુક્તિ તરફ દોરી જાય છે...

12 Jan 2025120
Purushottam Mas Katha: Adhyaya 3 | पुरुषोत्तम मास कथा: अध्याय 3
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Mas Katha: Adhyaya 3 | पुरुषोत्तम मास कथा: अध्याय 3

અધિમાસે નિંદા અને લાચારી અનુભવીને ભગવાન વિષ્ણુનો આશ્રય લીધો. તેમણે પોતાની દુર્દશા વર્ણવી, અને ભગવાને તેમને આશ્વાસન આપતાં તેમનું સન્માન કરવાનું વચન આપ્યું. ઋષિઓએ કહ્યું, 'હે...

12 Jan 2025219
Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |

અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

12 Jan 2025204
Purushottam Mas Katha: Adhyaya 5 | पुरुषोत्तम मास कथा: अध्याय 5
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Mas Katha: Adhyaya 5 | पुरुषोत्तम मास कथा: अध्याय 5

અધિક માસના દુઃખથી વ્યથિત, ભગવાન વિષ્ણુ અધિક માસને લઈને શ્રીકૃષ્ણના ગોલોક પહોંચ્યા. શ્રીકૃષ્ણે અધિક માસને સ્વીકારતા તેને "પુરુષોત્તમ માસ" નું સન્માન આપ્યું, તેનું દુઃખ હરી લીધું...

12 Jan 2025213