पुरुषोत्तम मास माहात्म्य कथा

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |

Tilak Kathayein12 Jan 2025206 views📖 1 min read
અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

અધિમાસ, શરણાગત થઈને ભગવાન વિષ્ણુને પોતાના તિરસ્કાર અને કષ્ટની વ્યથા કહે છે. કરુણાથી દ્રવિત ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને આશ્વાસન આપે છે.

શ્રીનારાયણ બોલ્યા, ‘હે નારદ! ભગવાન પુરુષોત્તમની આગળ જે શુભ વચન અધિમાસે કહ્યા તે લોકોના કલ્યાણની ઈચ્છાથી અમે કહીએ છીએ, સાંભળો.

અધિમાસ બોલ્યા, ‘હે નાથ! હે કૃપાનિધે! હે હરે! મારાથી જે બળવાન છે તેમણે ‘આ મલમાસ છે’ એમ કહીને મને દીનને પોતાની શ્રેણીમાંથી કાઢી દીધો છે, એવા અહીં આવેલા મારી આપ રક્ષા કેમ નથી કરતા? પોતાના સ્વામી દેવતાવાળા માસાદિકો દ્વારા શુભ કર્મમાં વર્જિત મને સ્વામીરહિતને જોતા જ આપની દયાળુતા ક્યાં ચાલી ગઈ અને આજે આ કઠોરતા કેવી રીતે આવી ગઈ?

હે ભગવન! કંસરુપ અગ્નિથી બળતી વસુદેવની સ્ત્રી (દેવકી)ની રક્ષા જેમ આપે કરી, તેવી જ રીતે, હે દીનવત્સલ! કહો મને શરણ આવેલાની આજે કેવી રીતે રક્ષા નથી કરતા?

પહેલાં દ્રુપદ રાજાની કન્યા દ્રૌપદીની દુઃશાસનના દુઃખથી જેમ આપે રક્ષા કરી, તેવી જ રીતે હે દીનદયાળા! કહો મને શરણ આવેલાની આજે કેવી રીતે રક્ષા નથી કરતા?

યમુનામાં કાલિય નાગના વિષથી ગૌ ચરાવવાવાળાઓ તથા પશુઓની આપે જેમ રક્ષા કરી, તેવી જ રીતે હે દીનવત્સલ! કહો મને શરણ આવેલાની આજે કેવી રીતે રક્ષા નથી કરતા?

પશુ અને પશુઓને પાળવાવાળાઓ તેમજ પશુપાલકોની સ્ત્રીઓની જેમ પહેલાં વ્રજમાં સર્પતકના વનમાં લાગેલી અગ્નિથી આપે રક્ષા કરી, તેવી જ રીતે હે દીનવત્સલ! કહો મને શરણ આવેલાની આજે કેવી રીતે રક્ષા નથી કરતા.

મગધ દેશના રાજા જરાસંઘના બંધનથી રાજાઓની જેમ રક્ષા કરી, તેવી જ રીતે હે દીનવત્સલ! કહો મને શરણ આવેલાની આપ કેવી રીતે રક્ષા નથી કરતા.

આપે ગ્રાહના મુખથી ગજરાજની ઝટ આવીને જેમ રક્ષા કરી, તેવી જ રીતે હે દીનવત્સલ! કહો મને શરણ આવેલાની આજે કેવી રીતે રક્ષા નથી કરતા.’

શ્રીનારાયણ બોલ્યા, ‘આ પ્રકારે ભગવાનને કહી સ્વામી રહિત મલમાસ, આંસુ વહેતા મુખ લઈને જગતપતિની સામે ચૂપચાપ ઊભો રહ્યો. તેને રડતા જોતા જ ભગવાન શીઘ્ર જ દયાર્દ્ર થઈ ગયા અને પાસે ઊભેલા દીનમુખ મલમાસને બોલ્યા.

શ્રીહરિ બોલ્યા, ‘હે વત્સ! કેમ આ સમયે અત્યંત દુઃખમાં ડૂબેલા છો એવું કયું મોટું દુઃખ તમારા મનમાં છે? દુઃખમાં ડૂબતા તમને અમે બચાવીશું, તમે શોક ન કરો. મારી શરણમાં આવ્યો પછી શોક કરવા યોગ્ય રહેતો નથી. અહીં આવીને મહાદુઃખી નીચ પણ શોક નથી કરતો કયા કારણે તમે અહીં આવીને શોકમાં મનને દબાવેલું છે.

જ્યાં આવવાથી ન શોક થાય છે, ન ક્યારેય વૃદ્ધાવસ્થા આવે છે, ન મૃત્યુનો ભય રહે છે, પરંતુ નિત્ય આનંદ રહ્યો કરે છે આ પ્રકારના વૈકુંઠમાં આવીને તમે કેવી રીતે દુઃખિત છો? તમને અહીં દુઃખિત જોઈને વૈકુંઠવાસી મોટા વિસ્મયને પ્રાપ્ત થઈ રહ્યા છે, હે વત્સ! તમે કહો આ સમયે તમે મરવાની કેમ ઈચ્છા કરો છો?’

શ્રીનારાયણ બોલ્યા, ‘આ પ્રકારે ભગવાનના વાક્ય સાંભળીને બોજો લીધેલા માણસ જેમ બોજો રાખીને શ્વાસ પર શ્વાસ લે છે એ જ પ્રકારે શ્વાસોચ્છ્વાસ લઈને અધિમાસ મધુસૂદનને બોલ્યા.

અધિમાસ બોલ્યા, ‘હે ભગવન! આપ સર્વવ્યાપી છો, આપથી અજ્ઞાત કંઈ નથી, આકાશની જેમ આપ વિશ્વમાં વ્યાપ્ત થઈને બેઠા છો. ચર-અચરમાં વ્યાપ્ત વિષ્ણુ આપ સૌના સાક્ષી છો, વિશ્વભરને જુઓ છો, વિષયની સંનિધિને પણ વિકાર શૂન્ય આપમાં શાસ્ત્રમર્યાદા અનુસાર બધા ભૂત સ્થિત છે. હે જગન્નાથ! આપના વિના કંઈ પણ નથી. શું આપ મને અભાગીના કષ્ટને નથી જાણતા?

તથાપિ હે નાથ! હું પોતાની વ્યથાને કહું છું જે પ્રકારે હું દુઃખજાળથી ઘેરાયેલો છું એવા દુઃખિતને મેં ન ક્યાંય જોયો છે અને ન સાંભળ્યો છે. ક્ષણ, નિમેષ, મુહૂર્ત, પક્ષ, માસ, દિવસ અને રાત બધા પોતાના-પોતાના સ્વામીઓના અધિકારોથી સર્વદા વિના ભયે પ્રસન્ન રહે છે. મારું ન કંઈ નામ છે, ન મારો કોઈ અધિપતિ છે અને ન કોઈ મને આશ્રય છે આથી ક્ષણાદિક સમસ્ત સ્વામીવાળા દેવોએ શુભ કાર્યથી મારો નિરાદર કર્યો છે.

આ મલમાસ સર્વદા ત્યાજ્ય છે, આંધળો છે, ગર્તમાં પડવાવાળો છે એવું બધા કહે છે. આ જ કારણે હું મરવાની ઈચ્છા કરું છું હવે જીવવાની ઈચ્છા નથી. નિંદ્ય જીવનથી તો મરવું જ ઉત્તમ છે. જે સદા બળ્યા કરે છે તે કેવી રીતે સૂઈ શકે છે, હે મહારાજ! આથી વધારે મારે તમને કંઈ કહેવું નથી.

વેદોમાં આપની આ રીતે પ્રસિદ્ધિ છે કે પુરુષોત્તમ આપ પરોપકાર પ્રિય છો અને બીજાઓના દુઃખને સહન નથી કરતા. હવે આપ પોતાનો ધર્મ સમજીને જેવી ઈચ્છા હોય તેવું કરો. આપ પ્રભુ અને મહાન છો, આપની સામે મારા જેવા પામરને ઘડી-ઘડી કંઈ કહેતા રહેવું ઉચિત નથી. હું મરીશ, હું મરીશ, હું હવે ન જીવીશ, એવું પુનઃ પુનઃ કહીને તે અધિમાસ, હે બ્રહ્માના પુત્ર! ચૂપ થઈ ગયો. અને એકાએક શ્રીવિષ્ણુની નિકટ પડી ગયો. ત્યારે આ પ્રકારે પડતા મલમાસને જોઈ ભગવાનની સભાના લોકો મોટા વિસ્મયને પ્રાપ્ત થયા.’

શ્રીનારાયણ બોલ્યા, ‘આ પ્રકારે કહીને ચૂપ થયેલા અધિમાસ પ્રત્યે ખૂબ કૃપા-ભારથી અવસન્ન થયેલા શ્રીકૃષ્ણ, મેઘના સમાન ગંભીર વાણીથી ચંદ્રમાના કિરણોની જેમ તેને શાંત કરતા બોલ્યા.’

સૂતજી બોલ્યા, ‘હે વિપ્રો! વેદરૂપ ઋદ્ધિના આશ્રિત નારાયણના પાપોના સમૂહરૂપ સમુદ્રને શોષણ કરવાવાળા બડવાનલ અગ્નિથી સમાન વચન સાંભળીને પ્રસન્ન થયેલા નારદમુનિ, પુનઃ આદિપુરુષના વચનોને સાંભળવાની ઈચ્છાથી બોલ્યા.

ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે તૃતીયોऽध्यायઃ ॥4॥

🕉

આજનું પંચાંગ 25 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Purushottam Maas Katha | पुरुषोत्तम मास माहात्म्य
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસનું મહત્વ

પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

12 Jan 2025798
Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10

દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું, પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો. પછી, દુર્વાસાએ તેને શ્રાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી. નારદ…

12 Jan 2025230
Purushottam Maas Katha: Adhyaya 11 |  पुरुषोत्तम मास कथा: अध्याय 11
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 11 | पुरुषोत्तम मास कथा: अध्याय 11

કથામાં એક તપસ્વી કન્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજીએ તેને પાંચ પતિનું વરદાન આપ્યું, પરંતુ કન્યાએ તેને અસ્વીકાર કરી દીધો, અને પુરુષોત્તમ માસ…

12 Jan 2025331
Purushottam Maas Katha: Adhyaya 12 | पुरुषोत्तम मास कथा: अध्याय 12
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૨

આ કથા પુરુષોત્તમ માસના મહાત્મ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો પર આધારિત છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે જ્યારે શિવજી ગયા, ત્યારે તપસ્વિની કન્યા પર શું વીતી. શ્રી...

12 Jan 2025382
Purushottam Maas Katha: Adhyaya 13  | पुरुषोत्तम मास कथा: अध्याय 13
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩

આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.

12 Jan 2025327
Purushottam Maas Katha: Adhyaya 14 | पुरुषोत्तम मास कथा: अध्याय 14
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 14 | पुरुषोत्तम मास कथा: अध्याय 14

રાજા દૃઢધન્વાએ વાલ્મીકિ મુનિને શુક પક્ષીના વચન વિશે પૂછ્યું, જેથી તે પોતાના જીવનની સફળતા અને સમૃદ્ધિનું કારણ સમજવા માંગતા હતા. વાલ્મીકિ મુનિએ...

12 Jan 2025500