पुरुषोत्तम मास माहात्म्य कथा

Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10

Tilak Kathayein12 Jan 2025241 views📖 1 min read
દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું, પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો. પછી, દુર્વાસાએ તેને શ્રાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી. નારદ…

દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ જણાવ્યું, પરંતુ તેણે તેને નકાર્યું. પછી દુર્વાસાએ તેને શાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી.

નારદજી બોલ્યા, ‘હે તપોનિધે! પરમ ક્રોધી દુર્વાસા મુનિએ વિચાર કરીને તે કન્યાને શું ઉપદેશ આપ્યો. તે તમે મને કહો.

સૂતજી બોલ્યા, ‘હે દ્વિજો! નારદનું વચન સાંભળીને, સમસ્ત પ્રાણીઓનું હિત કરનાર દુર્વાસાનું ગુહ્ય વચન બદરીનારાયણ બોલ્યા. શ્રીનારાયણ બોલ્યા, ‘હે નારદ! મેઘાવી ઋષિની કન્યાના દુઃખને દૂર કરવા માટે દુર્વાસા ઋષિએ જે કહ્યું તે સાંભળો.

દુર્વાસા ઋષિ બોલ્યા, ‘હે સુંદરી! ગુપ્તથી પણ ગુપ્ત ઉપાય હું તને કહું છું. આ વિષય કોઈને પણ કહેવા યોગ્ય નથી, તથાપિ તારા માટે તો મેં આ વિચાર જ કરી લીધો છે. હું વિસ્તારપૂર્વક ન કહીને તને સંક્ષેપમાં કહું છું. હે સુભગે! આ માસથી ત્રીજો માસ જે આવશે તે પુરુષોત્તમ માસ છે. આ માસમાં તીર્થમાં સ્નાન કરી મનુષ્ય ભ્રૂણહત્યાથી છૂટી જાય છે.

હે સુંદરી! કાર્તિક આદિ બાર માસમાં આ પુરુષોત્તમ માસની બરાબર કોઈ માસ નથી. જેટલા માસ તથા પક્ષ અને પર્વ છે તે બધા પુરુષોત્તમ માસની સોળમી કળાની બરાબર પણ નથી. વેદોક્ત સાધન અને જે પરમપદ પ્રાપ્તિના સાધન છે તે પણ આ માસની સોળમી કળાની બરાબર નથી. બાર હજાર વર્ષ ગંગા સ્નાન કરવાથી જે ફળ મળે છે અને સિંહસ્થ ગુરુમાં ગોદાવરી પર એક વાર સ્નાન કરવાથી જે ફળ મળે છે, હે સુંદરી! તે જ ફળ પુરુષોત્તમ માસમાં કોઈ પણ તીર્થ પર એક વાર સ્નાન કરવા માત્રથી મળી જાય છે.

હે બાલે! આ માસ શ્રીકૃષ્ણનો અત્યંત વહાલો છે અને નામથી જ આ ભગવાનનું સ્મારક છે. આ માસમાં પુરુષોત્તમ ભગવાનની સેવા, પૂજા કરવાથી સમસ્ત કામનાઓ સિદ્ધ થાય છે. આથી આ પુરુષોત્તમ માસનું તું જલ્દી વ્રત કર. પુરુષોત્તમ ભગવાનની જેમ પ્રસન્નતાપૂર્વક મેં પણ આ માસની સેવા કરી છે.

એક સમયે ક્રોધમાં મેં અંબરીષ રાજાને ભસ્મ કરવા માટે અર્થ કૃત્યા મોકલી હતી, તો હે બાલે! ત્યારે હરિએ બળતું સુદર્શન ચક્ર મને જ ભસ્મ કરવા માટે તે જ સમયે મારી પાસે મોકલ્યું. ત્યારે પુરુષોત્તમ માસના પ્રભાવથી જ તે ચક્ર હટી ગયું. હે સુંદરી! તે ચક્ર ત્રૈલોક્યને ભસ્મ કરવાની સામર્થ્ય રાખનાર જ્યારે મારી પાસે આવીને ખાલી ચાલ્યું ગયું ત્યારે મને મોટું વિસ્મય થયું. એટલા માટે હે સુભગે! તું શ્રીપુરુષોત્તમ માસનું વ્રત કર.’ આ પ્રકારે મુનિની કન્યાને કહીને દુર્વાસા ઋષિએ વિરામ લીધો.

શ્રીકૃષ્ણજી બોલ્યા, ‘હે રાજન! દુર્વાસાનું વચન સાંભળી ભાવોની પ્રબળતાના કારણે અસૂયાથી પ્રેરિત તે કન્યા મૂર્ખતાવશ દુર્વાસાને બોલી.

બાલા બોલી, ‘હે બ્રહ્મન્! હે મુને! આપે જે કહ્યું તે મને રુચતું નથી. માઘાદિ માસ કેવી રીતે કંઈ પણ ફળ આપનારા નથી ? કાર્તિક માસ ઓછો છે ? એવું આપ કેવી રીતે કહો છો ? તે કહો.

વૈશાખ માસ સેવિત થયો શું ઇચ્છિત કામોને નથી આપતો ? સદાશિવ આદિથી લઈને બધા દેવતા સેવા કરવા પર શું ફળ નથી આપતા ? અથવા પૃથ્વી પર પ્રત્યક્ષ દેવ સૂર્ય અને જગતની માતા દેવી શું બધી કામનાઓને આપવાવાળી નથી ? શ્રીગણેશ શું સેવા પામીને ઇચ્છિત વર નથી આપતા ? વ્યતિપાત આદિ યોગોને અને શર્વ આદિ દેવતાઓને પણ, બધાને ઉલ્લંઘન કરીને પુરુષોત્તમ માસની પ્રશંસા કરતા શું આપને શરમ નથી આવતી ? આ માસ તો મોટો મલિન અને બધા કામોમાં નિંદિત છે. હે મુને! આ રવિની સંક્રાંતિથી રહિત માસને આપ શ્રેષ્ઠ કેવી રીતે કહી શકો છો ?

બધા દુઃખોને છોડાવવાવાળા પરમ શ્રીહરિને હું જાણું છું. હે દેવ! દિવસ-રાત શ્રીહરિનું ચિંતન કરતી હું જાનકીપતિ રામ અને પાર્વતીપતિ શંકર સિવાય બીજા કોઈને નથી જોતી. હે વિપેન્દ્ર! અન્ય કોઈ પણ દેવતા એવા નથી જે મારા આ દુઃખને દૂર કરે. આથી હે મુને! આ બધા ફળદાતાઓને છોડીને કેવી રીતે આ મલમાસની સ્તુતિ આપ કરી રહ્યા છો ?

આ પ્રકારે બ્રાહ્મણ કન્યાનું કહેલું સાંભળીને દુર્વાસા મુનિ શરીરમાંથી એકદમ જાજ્વલ્યમાન થઈ ગયા અને નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. આ પ્રકારે ક્રોધ આવવા પર પણ કૃપા કરીને મિત્રની કન્યાને શ્રાપ ન આપ્યો અને વિચારવા લાગ્યા કે આ મૂર્ખા છે હિત-અહિતને નથી જાણતી. હજી બુદ્ધિ તેની પૂર્ણ નથી. પુરુષોત્તમ માસના માહાત્મ્યની વિદ્વાનોને પણ ખબર નથી તો થોડી બુદ્ધિવાળા પુરુષ અને વિશેષ કરીને કુમારિકાઓને તો હોય જ ક્યાંથી શકે છે.

આ કુમારી કન્યા માતા-પિતાથી રહિત દુઃખાઅગ્નિથી બળેલી છે આથી અતિ ઉગ્ર મારા શ્રાપને કેવી રીતે સહન કરી શકે છે ? આ પ્રકારે વિચારીને કૃપાથી મનમાં ઊઠેલા ક્રોધને શાંત કર્યો અને સ્વસ્થ થઈને દુર્વાસા મુનિ, તે અતિ વિહ્વળ કન્યાને બોલ્યા.

દુર્વાસા બોલ્યા, ‘હે મિત્ર પુત્રી! તારા ઉપર મારો કંઈ પણ ક્રોધ નથી, હે નિર્ભાગ્યે! જે તારા મનમાં આવે તેવું જ કર. હે બાલે! અને કંઈક ભવિષ્ય કહું છું સાંભળ. પુરુષોત્તમ માસનો જે તેં અનાદર કર્યો છે તેનું ફળ તને અવશ્ય મળશે. આ જન્મમાં મળે અથવા બીજા જન્મમાં મળે. હવે હું નર-નારાયણના આશ્રમમાં જઈશ. તારો પિતા મારો મિત્ર હતો એટલા માટે મેં શાપ નથી આપ્યો, તું બાળ ભાવના કારણે પોતાના શુભાશુભ તથા હિતાહિતને નથી જાણતી. શુભાશુભ ભવિષ્યને કોઈ ટાળી નથી શકતું. સારું અમારો ઘણો સમય વ્યતીત થઈ ગયો, હવે અમે જઈએ છીએ, તારું કલ્યાણ હો.’

શ્રીકૃષ્ણ બોલ્યા, ‘એવું કહીને મહાક્રોધી દુર્વાસા મુનિ જલ્દી ચાલ્યા ગયા. દુર્વાસા ઋષિના જતા જ પુરુષોત્તમની ઉપેક્ષા કરવાના કારણે કન્યા નિષ્પ્રભા થઈ ગઈ. ત્યારબાદ ઘણી વાર સુધી કન્યાએ સોચ વિચાર કરી આ નિશ્ચય કર્યો કે દેવતાઓના પણ દેવતા, તત્કાળ ફળ આપવાવાળા, પાર્વતીપતિ શિવની તપ દ્વારા આરાધના કરીશ. હે નૃપ! મેઘાવી ઋષિની કન્યાએ મનથી આ પ્રકારે નિશ્ચય કરીને પોતાના આશ્રમમાં જ રહીને ભગવાન શંકરના કઠિન તપ કરવાને તત્પર થઈ ગઈ.

સૂતજી બોલ્યા, ‘ઘણા ફળોના દાતા લક્ષ્મીપતિને અને તે જ રીતે સાવિત્રીપતિ બ્રહ્મને છોડીને અને દુર્વાસાના પ્રબળ વચનની નિંદા કરી તે ઋષિ કન્યા પોતાના આશ્રમમાં જ અંધકને મારવાવાળા શંકરની સેવા માટે તત્પર થઈ ગઈ.

ઇતિ શ્રીબૃહન્નારદીયે પુરુષોત્તમમાસમાહાત્મ્યે દશમોऽध्यायઃ॥૧૦॥

🕉

આજનું પંચાંગ 28 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Purushottam Maas Katha | पुरुषोत्तम मास माहात्म्य
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસનું મહત્વ

પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

12 Jan 2025813
Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |

અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

12 Jan 2025211
Purushottam Maas Katha: Adhyaya 11 |  पुरुषोत्तम मास कथा: अध्याय 11
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 11 | पुरुषोत्तम मास कथा: अध्याय 11

કથામાં એક તપસ્વી કન્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજીએ તેને પાંચ પતિનું વરદાન આપ્યું, પરંતુ કન્યાએ તેને અસ્વીકાર કરી દીધો, અને પુરુષોત્તમ માસ…

12 Jan 2025341
Purushottam Maas Katha: Adhyaya 12 | पुरुषोत्तम मास कथा: अध्याय 12
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૨

આ કથા પુરુષોત્તમ માસના મહાત્મ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો પર આધારિત છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે જ્યારે શિવજી ગયા, ત્યારે તપસ્વિની કન્યા પર શું વીતી. શ્રી...

12 Jan 2025391
Purushottam Maas Katha: Adhyaya 13  | पुरुषोत्तम मास कथा: अध्याय 13
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩

આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.

12 Jan 2025334
Purushottam Maas Katha: Adhyaya 14 | पुरुषोत्तम मास कथा: अध्याय 14
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 14 | पुरुषोत्तम मास कथा: अध्याय 14

રાજા દૃઢધન્વાએ વાલ્મીકિ મુનિને શુક પક્ષીના વચન વિશે પૂછ્યું, જેથી તે પોતાના જીવનની સફળતા અને સમૃદ્ધિનું કારણ સમજવા માંગતા હતા. વાલ્મીકિ મુનિએ...

12 Jan 2025513