पुरुषोत्तम मास माहात्म्य कथा

Purushottam Maas Katha: Adhyaya 24 | पुरुषोत्तम मास कथा: अध्याय 24

Tilak Kathayein11 Jan 2025837 views📖 1 min read
જો કોઈ કન્યા ઉપવાસ કરે છે, તો તેને સદ્ગુણી અને દીર્ઘાયુષ્ય ધરાવતો પતિ મળે છે; પત્નીની ઇચ્છા રાખનાર પુરુષને સદ્ગુણી અને સમર્પિત પત્ની મળે છે. મણિગ્રીવે કહ્યું, 'હે...

જો કન્યા વ્રત કરે છે તો ગુણી ચિરંજીવી પતિને પ્રાપ્ત કરે છે, સ્ત્રીની ઈચ્છા કરનારો પુરુષ સુશીલા અને પતિવ્રતા સ્ત્રીને પ્રાપ્ત કરે છે.

મણિગ્રીવ બોલ્યો, ‘હે દ્વિજ! વિદ્વાનોથી પૂર્ણ અને સુંદર ચમત્કારપુરમાં ધર્મપત્ની સાથે હું રહેતો હતો. ધનાઢ્ય, પવિત્ર આચરણવાળો, પરોપકારમાં તત્પર મને કોઈ સમયે સંયોગથી દુષ્ટ બુદ્ધિ પેદા થઈ. દુષ્ટ બુદ્ધિના કારણે મેં મારા ધર્મનો ત્યાગ કર્યો, બીજાની સ્ત્રીનું સેવન કર્યું અને નિત્ય અપેય વસ્તુનું પાન કર્યું. ચોરી હિંસામાં તત્પર રહેતો હતો, તેથી બંધુઓએ મારો ત્યાગ કર્યો. તે સમયે મહાબળવાન રાજાએ મારું ઘર લૂંટી લીધું. બાદ બચેલું જે કંઈ ધન હતું તેને બંધુઓએ લઈ લીધું.

આ પ્રકારે બધાથી તિરસ્કૃત થવાના કારણે વનમાં નિવાસ કર્યો. સ્ત્રી સાથે આ ઘોર વનમાં નિવાસ કરતા મારા દુરાત્માનું નિત્ય જીવોનું વધ કરી જીવન-નિર્વાહ થાય છે. હે બ્રહ્મન્‌! આ સમયે આપ મારા પાતકી પર અનુગ્રહ કરો. પ્રાચીન પુણ્યના સમૂહથી આપ આ ઘોર વનમાં આવ્યા છો.

હે મહામુને! સ્ત્રી સાથે હું આપની શરણમાં આવ્યો છું. આપ ઉપદેશરૂપ પ્રસાદથી કૃતાર્થ કરવાના યોગ્ય છો. જે ઉપાય કરવાથી મારી તીવ્ર દરિદ્રતા આ જ ક્ષણમાં નષ્ટ થઈ જાય અને અતુલ વૈભવને પ્રાપ્ત કરી યથાસુખ વિચરૂં.

ઉગ્રદેવ બોલ્યા, ‘હે મહાભાગ! તમે કૃતાર્થ થઈ ગયા. જે તમે મારું અતિથિ-સત્કાર કર્યું તેથી આ સમયે સ્ત્રીસહિત તમને થનારા કલ્યાણને કહું છું. જે વિના વ્રતના, વિના તીર્થના, વિના દાનના, વિના પ્રયાસના તમારી દરિદ્રતા દૂર થઈ જશે, એવું મેં વિચાર્યું છે.

આ માસ પછી ત્રીજો શ્રીપુરુષોત્તમ માસ આવવાનો છે તે પુરુષોત્તમ માસમાં સાવધાનીથી વિધિપૂર્વક તમે બંને સ્ત્રી-પુરુષ, શ્રીપુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા માટે દીપ-દાન કરજો. તે દીપ-દાનથી તમારી આ દરિદ્રતા જડથી નષ્ટ થઈ જશે. તલના તેલથી દીપ-દાન કરવું જોઈએ. વિભવના હોવા પર ઘીથી દીપ-દાન કરવું જોઈએ. પરંતુ આ સમયે વનમાં વાસ કરવાના કારણે ઘી અથવા તેલ આમાંથી તમારી પાસે કંઈ પણ નથી.

હે અનઘ! મણિગ્રીવ! પુરુષોત્તમ માસ ભર સ્ત્રી સાથે નિયમપૂર્વક ઇંગુદીના તેલથી તમે દીપ-દાન કરજો. સ્ત્રી સાથે આ તળાવમાં નિત્ય સ્નાન કરીને દીપ-દાન કરજો. આ જ પ્રકારે તમે આ વનમાં એક માસ વ્રત કરજો. તમારા અતિથિસત્કારથી પ્રસન્ન મેં આ વેદમાં કહેલું તમે બંને સ્ત્રી-પુરુષ માટે ઉપદેશ કર્યો છે.

વિધિહીન પણ દીપ-દાન કરવાથી મનુષ્યોને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. જો પુરુષોત્તમ માસમાં વિધિપૂર્વક દીપ-દાન કરવામાં આવે તો શું કહેવું છે. વેદમાં કહેલા કર્મ અને અનેક પ્રકારના દાન પુરુષોત્તમ માસમાં દીપ-દાનની સોળમી કલાની પણ બરાબરી નથી કરી શકતા. સમસ્ત તીર્થ, સમસ્ત શાસ્ત્ર પુરુષોત્તમ માસના દીપ-દાનની સોળમી કલાને નથી પામી શકતા.

યોગ, દાન, સાંખ્ય, સમસ્ત-તંત્ર પણ પુરુષોત્તમ માસના દીપ-દાનની સોળમી કલાને નથી પામી શકતા. કૃચ્છ્ર, ચાંદ્રાયણ આદિ સમસ્ત વ્રત પુરુષોત્તમ માસના દીપ-દાનની સોળમી કલાની બરાબરી નથી કરી શકતા. વેદનું પ્રતિદિન પાઠ કરવું, ગયાશ્રાદ્ધ, ગોમતી નદીના તટનું સેવન પુરુષોત્તમ માસના દીપ-દાનની સોળમી કલાની બરાબરી નથી કરી શકતા.

હજારો ગ્રહણ, સેંકડો વ્યતીપાત પુરુષોત્તમ માસના દીપ-દાનની સોળમી કલાની બરાબરી નથી કરી શકતા. કુરુક્ષેત્ર આદિ શ્રેષ્ઠ ક્ષેત્ર, દંડક આદિ વન પુરુષોત્તમ માસના દીપ-દાનની સોળમી કલાની બરાબરી નથી કરી શકતા.

હે વત્સ! આ અત્યંત ગુપ્ત વ્રત જે કોઈથી કહેવા લાયક નથી. આ ધન, ધાન્ય, પશુ, પુત્ર, પૌત્ર અને યશને કરનારું છે. વંધ્યા સ્ત્રીના બાંઝપનને નાશ કરનારું છે અને સ્ત્રીઓને સૌભાગ્ય આપનારું છે. રાજ્યથી ગિરેલા રાજાને રાજ્ય આપનારું છે અને પ્રાણીઓને ઈચ્છાનુસાર ફળ આપનારું છે.

જો કન્યા વ્રત કરે છે તો ગુણી ચિરંજીવી પતિને પ્રાપ્ત કરે છે, સ્ત્રીની ઈચ્છા કરનારો પુરુષ સુશીલા અને પતિવ્રતા સ્ત્રીને પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી વિદ્યાને પ્રાપ્ત કરે છે. સિદ્ધિને ચાહનારો સારી રીતે સિદ્ધિને પ્રાપ્ત કરે છે. ખજાનાને ચાહનારો ખજાનાને પ્રાપ્ત કરે છે. મોક્ષને ચાહનારો મોક્ષને પ્રાપ્ત કરે છે. વિના વિધિના, વિના શાસ્ત્રના જે પુરુષોત્તમ માસમાં જે કોઈ જગ્યાએ દીપ-દાન કરે છે તે ઈચ્છાનુસાર ફળને પ્રાપ્ત કરે છે.

હે વત્સ! વિધિપૂર્વક નિયમથી જે દીપ-દાન કરે છે તો પછી કહેવું જ શું છે? તેથી પુરુષોત્તમ માસમાં દીપ-દાન કરવું જોઈએ. મેં આ સમયે આ તીવ્ર દરિદ્રતાને નાશ કરનારું દીપ-દાન તમને કહ્યું, તમારું કલ્યાણ હો, તમારી સેવાથી હું પ્રસન્ન છું.’

અગસ્ત્ય મુનિ બોલ્યા, ‘આ પ્રકારે તે શ્રેષ્ઠ બ્રાહ્મણ મનથી બે ભુજાવાળા મુરલીને ધારણ કરનારા શ્રીહરિ ભગવાનનું સ્મરણ કરતા પ્રયાગને ગયા. તે બંને પોતાના આશ્રમથી ઉગ્રદેવની પાછળ જઈને તેમની પાસે કેટલાક માસપર્યંત વાસ કરીને, પ્રસન્ન મન થઈ, બંને સ્ત્રી-પુરુષ ઉગ્રદેવને નમસ્કાર કરી, પછી પોતાના આશ્રમને ચાલ્યા આવ્યા.

પોતાના આશ્રમમાં આવીને ભક્તિથી પુરુષોત્તમામાં મન લગાવીને, બ્રાહ્મણની ભક્તિમાં તત્પર તે બંને સ્ત્રી-પુરુષે બે માસ વિતાવ્યા. બે માસ વીતી ગયા પછી શ્રીમાન પુરુષોત્તમ માસ આવ્યો, તે પુરુષોત્તમ માસમાં તે બંને ગુરુભક્તિમાં તત્પર થઈ દીપ-દાનને કરતા, આળસને છોડીને તે બંને ઐશ્વર્ય માટે ઇંગુદીના તેલથી દીપ-દાન કરતા રહ્યા. આ પ્રકારે દીપ-દાન કરતા તે બંનેને શ્રીપુરુષોત્તમ માસ વીતી ગયો.

ઉગ્રદેવ બ્રાહ્મણના પ્રસાદથી શુદ્ધાન્તઃકરણ થઈને સમય પર કાળના વશીભૂત થઈ ઇન્દ્રની પુરીને ગયા. ત્યાં થનારા સુખોને ભોગ કરી પૃથ્વી પર ભારતખંડમાં ઉગ્રદેવના પ્રસાદથી શ્રેષ્ઠ જન્મને તે બંને સ્ત્રી-પુરુષે ધારણ કર્યો.

પૂર્વ જન્મમાં જે તમે મૃગની હિંસામાં તત્પર મણિગ્રીવ હતા તે વીરબાહુના પુત્ર ચિત્રબાહુ નામથી પ્રસિદ્ધ રાજા થયા. આ સમયે આ ચંદ્રકલા નામની જે તમારી સ્ત્રી છે તે પૂર્વ જન્મમાં સુંદરી નામથી તમારી સ્ત્રી હતી. પતિવ્રત ધર્મથી આ તમારા અર્ધાંગની ભાગીની છે. જે સ્ત્રી પતિવ્રતા હોય છે તે પોતાના પતિના પુણ્યનો અડધો ભાગ લેનારી હોય છે. શ્રીપુરુષોત્તમ માસમાં ઇંગુદીના તેલથી દીપ-દાન કરવાથી તમને આ નિષ્કંટક રાજ્ય મળ્યું. જે પુરુષ શ્રીપુરુષોત્તમ માસમાં ઘીથી અથવા તલના તેલથી અખંડ દીપ-દાન કરે છે તો પછી કહેવું જ શું છે. પુરુષોત્તમ માસમાં દીપ-દાનનું આ ફળ કહ્યું છે એમાં કંઈ સંદેહ નથી. જે ઉપવાસ આદિ નિયમોથી શ્રીપુરુષોત્તમ માસનું સેવન કરે છે તો તેનું કહેવું જ શું છે.

વાલ્મીકિ મુનિ બોલ્યા, ‘આ પ્રકારે અગસ્ત્ય મુનિ રાજા ચિત્રબાહુના પૂર્વ જન્મનો વૃત્તાંત કહીને અને રાજા ચિત્રબાહુથી કરેલા સત્કારને લઈને તથા અક્ષય આશીર્વાદ દઈને ચાલ્યા ગયા.

ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે ચતુર્વિંશોऽध्यायઃ ॥૨૪॥

🕉

આજનું પંચાંગ 25 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Purushottam Maas Katha | पुरुषोत्तम मास माहात्म्य
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસનું મહત્વ

પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

12 Jan 2025798
Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |

અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

12 Jan 2025205
Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10

દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું, પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો. પછી, દુર્વાસાએ તેને શ્રાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી. નારદ…

12 Jan 2025230
Purushottam Maas Katha: Adhyaya 11 |  पुरुषोत्तम मास कथा: अध्याय 11
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 11 | पुरुषोत्तम मास कथा: अध्याय 11

કથામાં એક તપસ્વી કન્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજીએ તેને પાંચ પતિનું વરદાન આપ્યું, પરંતુ કન્યાએ તેને અસ્વીકાર કરી દીધો, અને પુરુષોત્તમ માસ…

12 Jan 2025331
Purushottam Maas Katha: Adhyaya 12 | पुरुषोत्तम मास कथा: अध्याय 12
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૨

આ કથા પુરુષોત્તમ માસના મહાત્મ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો પર આધારિત છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે જ્યારે શિવજી ગયા, ત્યારે તપસ્વિની કન્યા પર શું વીતી. શ્રી...

12 Jan 2025382
Purushottam Maas Katha: Adhyaya 13  | पुरुषोत्तम मास कथा: अध्याय 13
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩

આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.

12 Jan 2025327