पुरुषोत्तम मास माहात्म्य कथा

Purushottam Maas Katha: Adhyaya 19 | पुरुषोत्तम मास कथा: अध्याय 19

Tilak Kathayein12 Jan 2025226 views📖 1 min read
શ્રી સૂતજીએ નારદ મુનિ દ્વારા શ્રી હરિને પૂછવામાં આવેલા પ્રશ્નો અને સુદેવ બ્રાહ્મણ દ્વારા પુરુષોત્તમ માસના સેવનથી થયેલા અદ્ભુત ફળનું વર્ણન કર્યું. ભગવાન વિષ્ણુએ સુદેવને આ વિશે જણાવ્યું...

શ્રીસૂતજીએ નારદ મુનિ દ્વારા શ્રીહરિને પૂછેલા પ્રશ્ન અને સુદેવ બ્રાહ્મણના પુરુષોત્તમ માસ સેવનથી થયેલા અદ્ભુત ફળનું વર્ણન કર્યું. ભગવાન વિષ્ણુએ સુદેવને આ માસની મહિમા સમજાવી, જેનાથી તેમનો મૃત પુત્ર પુનર્જીવિત થયો. સુદેવે સ્ત્રી સહિત પુરુષોત્તમ માસમાં શ્રીહરિની પૂજા કરી અને વૈકુંઠ લોકને પ્રાપ્ત થયા.

શ્રીસૂતજી બોલ્યા, ‘હે તપસ્વીઓ! આ પ્રકારે કહેતા શ્રીનારાયણને મુનિશ્રેષ્ઠ નારદ મુનિએ મધુર વચનોથી પ્રસન્ન કરીને કહ્યું. હે બ્રહ્મન્! તપોનિધિ સુદેવ બ્રાહ્મણને પ્રસન્ન વિષ્ણુ ભગવાને શું ઉત્તર આપ્યો તે હે તપોનિધે! કહો.

શ્રીનારાયણ બોલ્યા, ‘આ પ્રકારે મહાત્મા સુદેવ બ્રાહ્મણે વિષ્ણુ ભગવાનને કહ્યું. ભક્તવત્સલ વિષ્ણુ ભગવાને વચનો દ્વારા સુદેવ બ્રાહ્મણને પ્રસન્ન કરીને કહ્યું.

હરિ ભગવાન બોલ્યા, ‘હે દ્વિજરાજ! જે તમે કર્યું છે તે બીજું કોઈ નહીં કરે. જેના કરવાથી અમે પ્રસન્ન થયા તેને તમે જાણતા નથી. આ અમારો પ્રિય પુરુષોત્તમ માસ ગયો છે. સ્ત્રીના સહિત શોકમાં મગ્ન તમારાથી તે પુરુષોત્તમ માસની સેવા થઈ. હે તપોનિધે! આ પુરુષોત્તમ માસમાં જે એક પણ ઉપવાસ કરે છે, હે દ્વિજોત્તમ! તે મનુષ્ય અનંત પાપોને ભસ્મ કરી વિમાનથી વૈકુંઠ લોકને જાય છે. તો તમને એક મહિનો ભોજન કર્યા વિના વીતી ગયો અને અસમયમાં મેઘ આવવાથી પ્રતિદિન પ્રાતઃ મધ્યાહન સાયં ત્રણેય કાળમાં સ્નાન પણ અનાયાસે જ થઈ ગયું.

હે તપોધન! તમને એક મહિના સુધી મેઘના જળથી સ્નાન મળ્યું અને તેટલા જ અખંડિત ઉપવાસ પણ થઈ ગયા. શોકરુપી સમુદ્રમાં મગ્ન થવાના કારણે જ્ઞાનથી શક્તિથી હીન તમને અજ્ઞાનથી પુરુષોત્તમનું સેવન થયું. તમારા આ સાધનનું તોલ કોણ કરી શકે છે? ત્રાજવાના એક તરફ પલડામાં વેદમાં કહેલા જેટલા સાધન છે તે બધાને રાખીને અને બીજી તરફ પુરુષોત્તમને રાખીને દેવતાઓની સામે બ્રહ્માએ તોલન કર્યું અને બધા હલકા થઈ ગયા, પુરુષોત્તમ ભારે થઈ ગયો. એટલા માટે ભૂમિના રહેવાવાળા લોકોથી પુરુષોત્તમનું પૂજન કરવામાં આવે છે.

હે તપોધન! યદ્યપિ પુરુષોત્તમ માસ સર્વત્ર છે, તો પણ આ પૃથ્વી લોકમાં પૂજન કરવાથી ફળ આપવાવાળો કહ્યો છે. આથી હે વત્સ! આ સમયે આપ બધી રીતે ધન્ય છો, કારણ કે આપે આ પુરુષોત્તમ માસમાં ઉગ્ર તથા પરમ દારુણ તપ કર્યું. મનુષ્ય શરીરને પ્રાપ્ત કરી જે લોકો શ્રીપુરુષોત્તમ માસમાં સ્નાન દાન આદિથી રહિત રહે છે તે લોકો જન્મ-જન્માંતરમાં દરિદ્ર હોય છે. એટલા માટે જે બધી રીતે અમારા પ્રિય પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે મનુષ્ય અમારો પ્રિય, ધન્ય અને ભાગ્યવાન હોય છે.’

શ્રીનારાયણ બોલ્યા, ‘હે મુને! જગદીશ્વર હરિ ભગવાન આ પ્રકારે કહીને ગરુડજી પર સવાર થઈને શુદ્ધ વૈકુંઠ ભવનને શીઘ્ર ચાલ્યા ગયા. સપત્નીક સુદેવ શર્મા પુરુષોત્તમ માસના સેવનથી મૃત્યુથી ઊઠેલા શુકદેવ પુત્રને જોઈને અત્યંત દિવસ-રાત પ્રસન્ન થવા લાગ્યા.

મારાથી અજ્ઞાનવશ પુરુષોત્તમ માસનું સેવન થયું અને તે પુરુષોત્તમ માસનું સેવન ફળીભૂત થયું. જેના સેવનથી મૃત પુત્ર ઊભો થઈ ગયો. આશ્ચર્ય છે કે એવો માસ ક્યાંય નથી જોયો! આ રીતે આશ્ચર્ય કરતો તે પુરુષોત્તમ માસનું સારી રીતે પૂજન કરવા લાગ્યો. તે સપત્નીક બ્રાહ્મણશ્રેષ્ઠ આ પુત્રથી પ્રસન્ન થયો અને શુકદેવ પુત્રએ પણ પોતાના ઉત્તમ કાર્યોથી સુદેવ શર્મા પિતાને પ્રસન્ન કર્યા.

સુદેવ શર્માએ પુરુષોત્તમ માસની પ્રશંસા કરી તથા આદરની સાથે શ્રીવિષ્ણુ ભગવાનની પૂજા કરી અને કર્મમાર્ગથી થવાવાળા ફળોમાં ઈચ્છાનો ત્યાગ કરી એક ભક્તિમાર્ગમાં જ પ્રેમ રાખ્યો. શ્રેષ્ઠ પુરુષોત્તમ માસને સમસ્ત દુઃખોનો નાશ કરવાવાળો જાણીને, તે માસના આવવા પર સ્ત્રીની સાથે જપ-હવન આદિથી શ્રીહરિ ભગવાનનું સેવન કરવા લાગ્યો.

તે સપત્નીક શ્રેષ્ઠ બ્રાહ્મણ નિરંતર એક હજાર વર્ષ સંસારના સમસ્ત વિષયોનો ઉપયોગ કરી વિષ્ણુ ભગવાનના ઉત્તમ લોકને પ્રાપ્ત થયો.

જે યોગીઓને પણ દુષ્પ્રાપ્ય છે, તો પછી યજ્ઞ કરવાવાળાઓને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે છે? જ્યાં જઈને વિષ્ણુ ભગવાનના સન્નિકટ વાસ કરતા શોકના ભાગી નથી થતા. ત્યાં પર થવાવાળા સુખોને ભોગ કરી ગૌતમી તથા સુદેવ શર્મા બંને સ્ત્રી-પુરુષ આ પૃથ્વીમાં આવ્યા. તે જ તમે સુદેવ શર્મા આ સમયે દૃઢધન્વા નામથી પ્રસિદ્ધ પૃથ્વીના રાજા થયા.

પુરુષોત્તમ નામના સેવનથી સમસ્ત ઋદ્ધિઓના ભોક્તા થયા. હે રાજન્! આ તમારી પૂર્વ જન્મની પતિદેવતા ગૌતમી જ પટરાણી છે. હે ભૂપાલ! જે આપે મને પૂછ્યું હતું તે બધું મેં કહ્યું અને શુક પક્ષી તો પૂર્વજન્મમાં જે પુત્ર શુકદેવ નામથી પ્રસિદ્ધ હતા અને હરિ ભગવાને જેને જીવિત કર્યા હતા તે બાર હજાર વર્ષ સુધી આયુ ભોગ કરી વૈકુંઠને ગયા. ત્યાં વનના તળાવની સમીપ વટ વૃક્ષ પર બેસીને પૂર્વજન્મના પિતા તમને આવેલા જોઈને મારા હિતોના ઉપદેશ કરવાવાળા, પ્રત્યક્ષ મારા દૈવત, વિષયરુપી સર્પથી દૂષિત સંસાર સાગરમાં મગ્ન, આ પ્રકારે પિતાને જોઈને અને અત્યંત કૃપાથી યુક્ત તે શુક પક્ષી વિચાર કરવા લાગ્યો કે જો હું આ રાજાને જ્ઞાનનો ઉપદેશ નથી કરતો તો મારું બંધન થાય છે.

જે પુત્ર પોતાના પિતાને પુન્નામ નરકથી રક્ષા કરે છે તે જ પુત્ર છે. આજે મારું આ શ્રુતિના અર્થનું જ્ઞાન પણ વૃથા થઈ જશે. એટલા માટે પોતાના પૂર્વજન્મના પિતાનો ઉપકાર કરીશ. હે રાજન્ દૃઢધન્વા! આ રીતે નિશ્ચય કરીને તે શુક પક્ષી વચન બોલ્યો.

હે પાપ રહિત! રાજન્! જે આપે પૂછ્યું તે આ બધું મેં કહ્યું. હવે આના પછી પાપનાશિની સરયૂ નદીને જઈશ.
શ્રીનારાયણ બોલ્યા, ‘આ પ્રકારે બહુ સમય સુધી તે પ્રસિદ્ધ યશસ્વી રાજા દૃઢધન્વાના પૂર્વજન્મનું ચરિત્ર કહીને જતા બાલ્મીકિ મુનિની પ્રાર્થના કરી અસંખ્ય પુણ્યવાન, રાજાઓના રાજા બાલ્મીકિ મુનિને નમસ્કાર કરતો કંઈક બોલ્યો.

ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે નવદશોऽध्यायઃ ॥૧૯॥

🕉

આજનું પંચાંગ 25 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Purushottam Maas Katha | पुरुषोत्तम मास माहात्म्य
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસનું મહત્વ

પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

12 Jan 2025798
Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |

અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

12 Jan 2025204
Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10

દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું, પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો. પછી, દુર્વાસાએ તેને શ્રાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી. નારદ…

12 Jan 2025230
Purushottam Maas Katha: Adhyaya 11 |  पुरुषोत्तम मास कथा: अध्याय 11
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 11 | पुरुषोत्तम मास कथा: अध्याय 11

કથામાં એક તપસ્વી કન્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજીએ તેને પાંચ પતિનું વરદાન આપ્યું, પરંતુ કન્યાએ તેને અસ્વીકાર કરી દીધો, અને પુરુષોત્તમ માસ…

12 Jan 2025331
Purushottam Maas Katha: Adhyaya 12 | पुरुषोत्तम मास कथा: अध्याय 12
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૨

આ કથા પુરુષોત્તમ માસના મહાત્મ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો પર આધારિત છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે જ્યારે શિવજી ગયા, ત્યારે તપસ્વિની કન્યા પર શું વીતી. શ્રી...

12 Jan 2025382
Purushottam Maas Katha: Adhyaya 13  | पुरुषोत्तम मास कथा: अध्याय 13
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩

આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.

12 Jan 2025327