पुरुषोत्तम मास माहात्म्य कथा

Purushottam Maas Katha: Adhyaya 20 | पुरुषोत्तम मास कथा: अध्याय 20

Tilak Kathayein12 Jan 2025286 views📖 1 min read
પુરુષોત્તમ માસમાં વિધિપૂર્વક સ્નાન, દાન, વ્રત, તિલક, પૂજા અને ભગવાન પુરુષોત્તમની આરાધનાથી મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે, જે મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરે છે. સૂતજી બોલ્યા –...

પુરુષોત્તમ માસમાં વિધિપૂર્વક સ્નાન, દાન, વ્રત, તિલક, પૂજા અને ભગવાન પુરુષોત્તમની આરાધનાથી મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે, જે મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરે છે.

સૂતજી બોલ્યા – હે વિપ્રો! નારાયણના મુખથી રાજા દૃઢધન્વાના પૂર્વજન્મનું વૃત્તાંત શ્રવણ કરી અત્યંત તૃપ્તિ ન થવાના કારણે નારદ મુનિએ શ્રીનારાયણને પૂછ્યું.

નારદજી બોલ્યા – હે તપોધન! મહારાજ દૃઢધન્વાએ મુનિશ્રેષ્ઠ વાલ્મીકિજીને શું કહ્યું? તે વિસ્તાર સહિત વિનીત મુજને કહો.

નારાયણ બોલ્યા – હે નારદ! સાંભળો. રાજા દૃઢધન્વાએ મહાપ્રાજ્ઞ મુનિશ્રેષ્ઠ વાલ્મીકિ મુનિની પ્રાર્થના કરી, જે કંઈ કહ્યું તે હું કહીશ.

દૃઢધન્વા બોલ્યા – મોક્ષની ઈચ્છા કરનારા લોકોથી પુરુષોત્તમ માસનું સેવન કઈ રીતે કરવામાં આવે? શું દાન આપવામાં આવે? અને તેની વિધિ શું છે?

આ બધું સંપૂર્ણ લોકના કલ્યાણ માટે મુજથી કહો, કારણ કે તમારા સમાન મહાત્મા સંસારના હિત માટે જ પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ પુરુષોત્તમ માસ સ્વયં સાક્ષાત્ પુરુષોત્તમ ભગવાન છે, તે પુરુષોત્તમ માસના સેવનથી મહાન પુણ્ય થાય છે. આ વાત મેં તમારા મુખથી સારી રીતે સાંભળી છે. મેં પૂર્વજન્મમાં સુદેવ નામના બ્રાહ્મણ શ્રેષ્ઠ થઈને વિધિથી પુરુષોત્તમ માસનું સેવન કર્યું.

જેના પ્રતાપથી મારો મૃત પુત્ર ઊભો થઈ ગયો. હે બ્રહ્મન્! પુત્રશોકના કારણે નિરંતર નિરાહારી મારો આ પુરુષોત્તમ માસ જાણ્યા વગર જ વીતી ગયો. અજ્ઞાનથી થયેલા પુરુષોત્તમ માસનું એવું ફળ થયું કે મૃત્યુને પ્રાપ્ત થયેલો પણ શુકદેવ ઊભો થઈ ગયો. હરિ ભગવાને કહેવા પર આ અનુભૂત પુરુષોત્તમ માસનું સેવન કર્યું.

હે તપોધન! મને આ જન્મમાં તે બધું વિસ્મૃત થઈ ગયું છે. તેથી આ પુરુષોત્તમ માસનું પૂજન વિધાન વિસ્તાર પૂર્વક મુજથી ફરી કહો.

વાલ્મીકિજી બોલ્યા – બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠીને પરબ્રહ્મનું ચિંતન કરે ત્યારબાદ મોટા પાત્રમાં જળ લઈને નૈઋત્ય દિશામાં જાય. પુરુષોત્તમ માસને સેવન કરનારો શૌચ માટે ગામથી ખૂબ દૂર જાય. દિવસમાં તથા સંધ્યામાં કાન પર જનોઈને રાખીને અને ઉત્તરમુખ થઈને પૃથ્વીને તૃણથી આચ્છાદિત કરી વસ્ત્રથી શિર બાંધીને અને મુખને બંધ કરી અર્થાત્ મૌન થઈને રહે, ન થૂંકે અને ન શ્વાસ લે. આ રીતે મળ-મૂત્રનો ત્યાગ કરે. અને જો રાત્રિ હોય તો દક્ષિણ મુખ થઈને મળ-મૂત્રનો ત્યાગ કરે અને મૂત્રેન્દ્રિયને પકડીને ઊઠે. શુદ્ધ માટીને લે, આળસ છોડીને દુર્ગંધ દૂર કરવા માટે મૃતિકાથી શુદ્ધિ કરે. લિંગમાં એક વાર, ગુદામાં પાંચ વાર, ડાબા હાથમાં ત્રણ વાર, બંને હાથમાં દસ વાર માટી લગાવે, બંને પગમાં ૧૪ વાર લગાવે. આ ગૃહસ્થાશ્રમીને શૌચ કહ્યું છે. આ રીતે શૌચ કરી માટી અને જળથી પગ અને હાથ ધોઈને બીજું કાર્ય કરે.

તીર્થમાં શૌચ ન કરે. તીર્થથી જળ કાઢીને શૌચ કરે. બે હાથ જળવાળા ગઢઈને છોડીને જો અનુદ્ધૃત જળમાં અર્થાત્ તીર્થમાં શૌચ કરે તો બાદ તીર્થની શુદ્ધિ કરે અન્યથા તીર્થ અશુદ્ધ થઈ જાય છે. આ પ્રકારે પુરુષોત્તમનું ઉત્તમ વ્રત કરનારો શૌચ કરે.

ત્યારબાદ સોળ કોગળા અથવા બાર કોગળા કરે. મૂત્રનો ત્યાગ કર્યા પછી આઠ અથવા ચાર કોગળા ગૃહસ્થ કરે. ઊઠીને પ્રથમ નેત્રોને ધોઈ નાખે. દાતણ લઈ આવે અને આ મંત્રને સારી રીતે કહીને દંતધાવન કરે.

હે વનસ્પતિ! આયુ, બળ, યશ, વર્ચ, પ્રજા, પશુ, વસુ, બ્રહ્મજ્ઞાન અને મેધાને મારા માટે આપો.

અપામાર્ગ અથવા બોરની બાર આંગળની છેદરહિત દાતણ કાની આંગળીના સમાન સોટી હોય જેના પર્વના અડધા ભાગમાં કૂચી બની હોય તે દાતણથી મુખ શુદ્ધિ કરે.

રવિવારના દિવસે કાષ્ઠથી દાતણ કરવાનું મના કરવામાં આવ્યું છે. તેથી બાર કોગળાથી મુખશુદ્ધિ કરે. આચમન કરી સારી રીતે પ્રાતઃકાળમાં સ્નાન કરે.

સ્નાન પછી તે જ સમયે તીર્થના દેવતાઓને તર્પણ દ્વારા જળ દેવે. અને સમુદ્રમાં મળેલી નદીમાં સ્નાન કરવું ઉત્તમ કહ્યું છે. વાવ કૂવા તળાવમાં સ્નાન કરવું વિદ્વાનોએ મધ્યમ કહ્યું છે અને ગૃહસ્થને ઘરમાં સ્નાન કરવું સામાન્ય કહ્યું છે. સ્નાન પછી શુદ્ધ અને શુક્લ એવા બે વસ્ત્રોને ધારણ કરે. બ્રાહ્મણ ખભા પર રાખવામાં આવનાર ઉત્તરીય વસ્ત્રને સાવધાનીની સાથે હંમેશાં ધારણ કરે.

પવિત્ર સ્નાનમાં પૂર્વ મુખ અથવા ઉત્તર મુખ થઈને બેસે અને શિખા બાંધીને બંને જાંઘોની અંદર હાથોને રાખે. કુશની પવિત્રી હાથમાં ધારણ કરી આચમન ક્રિયાને કરે. એવું કરવાથી પવિત્રી અશુદ્ધ થતી નથી. પરંતુ ભોજન કરવાથી પવિત્રી અશુદ્ધ થઈ જાય છે. તેથી ભોજન પછી તે પવિત્રીનો ત્યાગ કરે.

આચમન પછી ગોપીચંદનની માટીથી તિલક ધારણ કરે. તે તિલક ઊર્ધ્વપુંડ્ર હોય, સીધું હોય, સુંદર હોય, દંડના આકારનું હોય એવું ધારણ કરે. ઊર્ધ્વપુંડ્ર હોય અથવા ત્રિપુંડ્ર હોય તેના મધ્યમાં છિદ્ર બનાવે. ઊર્ધ્વપુંડ્રમાં લક્ષ્મીની સાથે હરિ ભગવાન સ્વયં નિવાસ કરે છે. ત્રિપુંડ્રમાં પાર્વતી સહિત સાક્ષાત્ શંકર ભગવાન સર્વદા વાસ કરે છે. છિદ્ર વગરનું પુંડ્ર કુતરાના પગના સમાન વિદ્વાનોએ કહ્યું છે.

સફેદ તિલક જ્ઞાનને આપવાવાળું છે, લાલ તિલક મનુષ્યોને વશીકરણ કરવાવાળું કહ્યું છે, પીળું સમસ્ત ઋદ્ધિને આપવાવાળું કહ્યું છે. આથી ભિન્ન તિલકને ન લગાવે.

ગોપીચંદનની માટીથી શંખ, ચક્ર, ગદા, પદ્મ આદિ ધારણ કરે. આ સંપૂર્ણ પાપોને નાશ કરવાવાળું અને પૂજાનું અંગ કહેવામાં આવ્યું છે. જેના શરીરમાં શંખ ચક્રાદિ ભગવાનના આયુધોનું ચિહ્ન જોવા મળે છે તે મનુષ્યને, મનુષ્ય નથી સમજવો. તે ભગવાનનું શરીર છે. જે શંખ ચક્ર આદિ ચિહ્નોને નિત્ય ધારણ કરે છે, તે દેહીના પાપ પુણ્યરૂપ થઈ જાય છે. નારાયણના આયુધોથી જેનું શરીર ચિહ્નિત રહે છે તેનું કોટિ-કોટિ પાપ થવા પર પણ યમરાજ શું કરી શકે છે?

પ્રાણાયામ કરીને સંધ્યાવંદન કરે. પ્રાતઃકાળની સંધ્યા વિધિપૂર્વક નક્ષત્રના રહેવા પર કરે. જ્યા સુધી સૂર્યનારાયણના દર્શન ન થાય ત્યાં સુધી ગાયત્રી મંત્રનો જપ કરે અને સૂર્યોપસ્થાનના મંત્રોથી ઊઠીને અંજકલિ બાંધીને ઉપસ્થાન કરે.

સાયંકાળના સમયે પોતાના પગને પૃથ્વીમાં કરીને નમસ્કાર કરે. જે કમી રહી ગઈ હોય તેને આ મંત્રથી પૂર્ણ કરે.
યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યામ્ તપોયજ્ઞક્રિયાદિષુ ।
ન્યૂનં સંપૂર્ણતાં યાતિ સદ્યો વન્દે તમચ્યુતમ્ ॥

જે દ્વિજ (બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય) શ્રદ્ધાની સાથે સંધ્યા કરે છે તેને ત્રણેય લોકમાં કંઈ પણ દુષ્પ્રાપ્ય નથી.

દિવસના આદિ ભાગ (પ્રાતઃકાળ)માં થવાવાળા કૃત્યને કહ્યું! આ પ્રકારે પ્રાતઃકાળની નિત્ય ક્રિયાને કરીને હરિ ભગવાનની પૂજાને કરે.

લીંપેલા શુદ્ધ સ્થાનમાં નિયમમાં સ્થિત થઈને અને મૌન તથા પવિત્ર થઈને ગોબરથી ગોળ અથવા ચોરસ મંડળને બનાવીને વ્રતની સિદ્ધિ માટે ચોખાથી અષ્ટદળ કમળ બનાવે. બાદ સુવર્ણ, ચાંદી, તાંબુ અથવા માટીનો મજબૂત અને નવીન છિદ્ર રહિત શુદ્ધ કળશને તે મંડળના ઉપર સ્થાપિત કરે અને તે કળશમાં શુદ્ધ તીર્થોથી લાવેલા કલ્યાણપ્રદ જળને ભરીને.

કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં રુદ્ર ભગવાન સારી રીતે વાસ કરે છે. તેના મૂળમાં બ્રહ્માજી સ્થિત રહે છે, મધ્ય ભાગમાં માતૃગણ કહેવામાં આવ્યા છે. કોખમાં સમસ્ત સમુદ્ર અને સાત દ્વીપવાળી વસુંધરા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ વેદ. વ્યાકરણ આદિ અંગોની સાથે બધા કળશમાં સ્થિત હો. આ પ્રકારે કળશને સ્થાપિત કરીને તેમાં તીર્થોનું આવાહન કરે, ગંગા, ગોદાવરી, કાવેરી અને સરસ્વતી મારી શાંતિ માટે તથા પાપોના નાશ કરવાના હેતુથી આવે.

ત્યારબાદ તે કળશનું મંત્રપાઠ પૂર્વક ગંધ, અક્ષત, નૈવેદ્ય અને તે કાળમાં થવાવાળા પુષ્પ આદિ ઉપચારોથી પૂજન કરીને તેના ઉપર પીળા વસ્ત્રથી લપેટાયેલું તાંબાનું પાત્ર સ્થાપિત કરે. તે પાત્રના ઉપર રાધાની સાથે હરિની મૂર્તિને સ્થાપિત કરે.

રાધાના સહિત સુવર્ણની પુરુષોત્તમ ભગવાનની પ્રતિમા બનાવે અને ભક્તિમાં તત્પર થઈને વિધિની સાથે તે પ્રતિમાની પૂજા કરે.

પુરુષોત્તમ માસના પુરુષોત્તમ દેવતા છે. પુરુષોત્તમ માસના આવવા પર તેમની પૂજા કરવી જોઈએ. જે આ સંસાર સાગરમાં ડૂબેલાને ઉગારે છે તેની આ લોકમાં પણ મૃત્યુ ધર્મવાળો કયો મનુષ્ય પૂજા નથી કરતો?

ગામ ફરી મળે છે, ધન ફરી મળે છે, પુત્ર ફરી મળે છે, ગૃહ ફરી મળે છે, શુભ-અશુભ કર્મ ફરી મળે છે, પરંતુ શરીર ફરી-ફરી મળતું નથી. તે શરીરની રક્ષા ધર્મ માટે અને ધર્મની રક્ષા જ્ઞાન માટે થાય છે અને જ્ઞાનથી મોક્ષ સુલભ થાય છે. તેથી ધર્મને કરવો જોઈએ. દેહરૂપ વૃક્ષનું ફળ સનાતન ધર્મ કહેવામાં આવ્યું છે જે શરીર ધર્મથી રહિત છે તે વાંઝ વૃક્ષના સમાન નિષ્ફળ છે.

સહાયતા માટે ન માતા કહેવામાં આવી છે ન સ્ત્રી-પુત્ર આદિ કહેવામાં આવ્યા છે તથા ન પિતા, ન સહોદર ભાઈ, ન ધન કહેવામાં આવ્યું છે. કેવળ ધર્મ જ તેનું પ્રધાન કારણ કહેવામાં આવ્યું છે.

વૃદ્ધાવસ્થા સિંહણના સમાન ભય આપવાવાળી છે અને રોગ શત્રુના સમાન પીડા આપવાવાળા છે. ફૂટેલા વાસણથી જળ પડવાના સમાન આયુ પ્રતિદિન ક્ષીણ થતી રહે છે. જળના તરંગના સમાન ચંચળ લક્ષ્મી, પુષ્પના સમાન ક્ષણમાત્રમાં મુરઝાવાવાળી યુવાવસ્થા, સ્વપ્નના રાજ્યસુખના સમાન સંસારના વિષયસુખ પ્રભૃતિ બધું નિરર્થક છે. ધન ચંચળ છે, ચિત્ત ચંચળ છે અને સંસારમાં થવાવાળું સુખ ચંચળ છે. એવું જાણીને સંસારથી વિરક્ત થઈને ધર્મના સાધનમાં તત્પર થવું.

જેમ સર્પથી અડધું દેહ નિગળી જવા પર પણ દેડકો માખીને ખાવાની ઈચ્છા કરતો જ રહે છે, તે જ પ્રકારે કાળથી ગ્રસિત થયેલો જીવ બીજાને પીડા આપવામાં તથા બીજાનું ધન અપહરણ કરવામાં પ્રેમ કરે છે. મૃત્યુથી ગ્રસ્ત આયુવાળા પુરુષને સુખ શું હર્ષ કરે છે? વધ માટે વધસ્થાનને પહોંચાડવામાં આવનાર પશુના સમાન બધા સુખ વ્યર્થ છે.

જ્યારે ધર્મ કરવા માટે ચિત્ત હોય છે તો તે સમયે ધનનું મળવું સુલભ નથી હોતું, જ્યારે ધન હોય છે તો તે સમયે ચિત્ત ધર્મ કરવા માટે ઉત્સુક નથી હોતું. જ્યારે ચિત્ત અને ધન બંને હોય છે તો તે સમયે સત્પાત્ર મળતા નથી. તેથી ચિત્ત, વિત્ત, સત્પાત્ર આ ત્રણેયનો જે સમયે સંબંધ થઈ જાય. તે જ સમયે વિચાર કર્યા વગર જ જે ધર્મને કરે છે તે જ બુદ્ધિમાન કહેવામાં આવ્યો છે. અધિક ધનના વ્યયથી થવાવાળા હજારો ધર્મ છે, પુરુષોત્તમ માસમાં થોડા ધનથી મહાન ધર્મ થાય છે. સ્નાન, દાન અને કથામાં વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું, આટલું પણ ઉત્તમ ધર્મ જો કરવામાં આવે તો તે મહાન ભયથી રક્ષા કરે છે.

જે પ્રકારે ગંગા જ તીર્થ છે, કામદેવ જ ધનુષધારી છે, વિદ્યા જ ધન છે અને ગુણ જ રૂપ છે તે જ રીતે સંપૂર્ણ મહિનાઓમાં ઉત્તમ પુરુષોત્તમ માસ સાક્ષાત્ પુરુષોત્તમ જ છે. યદ્યપિ આ પુરુષોત્તમ માસ પ્રથમ સમસ્ત કાર્યોમાં તથા યજ્ઞોમાં અત્યંત નિંદ્ય હતો તો પણ ભગવાનના પ્રસાદથી પૃથ્વીમાં સાક્ષાત્ ભગવાનના નામથી પ્રસિદ્ધ થયો.

જે પ્રકારે હાથીના પગમાં બધા પ્રાણીઓના પગ લીન થઈ જાય છે તે જ રીતે સમસ્ત ધર્મ અને કલા સમસ્ત પુરુષોત્તમોમાં વિલીન થઈ જાય છે.

જે પ્રકારે અને-અને નદીઓની તુલના ગંગાના સમાન નથી કરી શકાતી. કલ્પવૃક્ષના સમાન અન્ય સમસ્ત વૃક્ષ નથી કહી શકાતા. ચિંતામણિના સમાન બીજા રત્ન પૃથ્વીમાં નથી હોઈ શકતા. કામધેનુના સમાન બીજી ગૌ નથી હોઈ શકતી, રાજાના સમાન બીજા પુરુષ નથી હોઈ શકતા. વેદોના સમાન સમસ્ત શાસ્ત્ર નથી હોતા, તે જ પ્રકારે સમસ્ત પુણ્યકાળ આ પુરુષોત્તમ માસના પુણ્યકાળના સમાન નથી હોઈ શકતા.

પુરુષોત્તમ માસના દેવતા પુરુષોત્તમ ભગવાન છે. તેથી ભક્તિ અને શ્રદ્ધાથી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી જોઈએ. શાસ્ત્રને જાણવાવાળો, કુશળ, શુદ્ધ, વૈષ્ણવ, સત્યવાદી અને વિપ્ર આચાર્યને બોલાવીને તેના દ્વારા પુરુષોત્તમની પૂજા કરે.

અંતઃકરણમાં થવાવાળા મોહ, કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય આદિ રૂપ મોટી-મોટી માછલીઓથી પૂર્ણ, અત્યંત ગંભીર વેગવાળા આ સંસારરૂપ સાગરને પાર કરવાની ઈચ્છા કરે છે તે આ ભારતવર્ષમાં આદિ દેવતા પુરુષોત્તમ ભગવાનનું સારી રીતે પૂજન કરે.

ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે વિંશતિતમોऽધ્યાયઃ ॥૨૦॥

🕉

આજનું પંચાંગ 25 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Purushottam Maas Katha | पुरुषोत्तम मास माहात्म्य
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસનું મહત્વ

પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

12 Jan 2025798
Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |

અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

12 Jan 2025204
Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10

દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું, પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો. પછી, દુર્વાસાએ તેને શ્રાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી. નારદ…

12 Jan 2025230
Purushottam Maas Katha: Adhyaya 11 |  पुरुषोत्तम मास कथा: अध्याय 11
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 11 | पुरुषोत्तम मास कथा: अध्याय 11

કથામાં એક તપસ્વી કન્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજીએ તેને પાંચ પતિનું વરદાન આપ્યું, પરંતુ કન્યાએ તેને અસ્વીકાર કરી દીધો, અને પુરુષોત્તમ માસ…

12 Jan 2025331
Purushottam Maas Katha: Adhyaya 12 | पुरुषोत्तम मास कथा: अध्याय 12
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૨

આ કથા પુરુષોત્તમ માસના મહાત્મ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો પર આધારિત છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે જ્યારે શિવજી ગયા, ત્યારે તપસ્વિની કન્યા પર શું વીતી. શ્રી...

12 Jan 2025382
Purushottam Maas Katha: Adhyaya 13  | पुरुषोत्तम मास कथा: अध्याय 13
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩

આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.

12 Jan 2025327