पुरुषोत्तम मास माहात्म्य कथा

Purushottam Maas Katha: Adhyaya 15 | पुरुषोत्तम मास कथा: अध्याय 15

Tilak Kathayein12 Jan 2025477 views📖 1 min read
સુદેવ શર્મા નામના બ્રાહ્મણે ભગવાન વિષ્ણુને પુત્ર માટે પ્રાર્થના કરી. તેમની ભક્તિથી પ્રભાવિત થઈને ભગવાન વિષ્ણુએ ગરુડ દ્વારા તેમને એક સુંદર પુત્ર આપ્યો. શ્રી નારાયણે કહ્યું,...

સુદેવ શર્મા બ્રાહ્મણે ભગવાન વિષ્ણુને પુત્રની પ્રાર્થના કરી. તેમની ભક્તિથી પ્રભાવિત થઈને ભગવાન વિષ્ણુએ ગરુડ દ્વારા તેને સુંદર પુત્ર પ્રદાન કર્યો.

શ્રીનારાયણ બોલ્યા, ‘નારદ! સુદેવ શર્મા બ્રાહ્મણ હાથ જોડીને ગદ્‌ગદ સ્વરથી ભક્તવત્સલ શ્રીકૃષ્ણદેવની સ્તુતિ કરતો બોલ્યો, ‘હે દેવ! હે દેવેશ! હે ત્રૈલોક્યને અભય આપનારા! હે પ્રભો! તમને નમસ્કાર છે. હે સર્વેશ્વર! તમને નમસ્કાર છે, હું તમારી શરણે આવ્યો છું, હે પરમેશ્વર! હે શરણાગતવત્સલ! મારી રક્ષા કરો. હે જગત્‌ના સમસ્ત પ્રાણીઓથી નમસ્કાર કરાયેલા! હે શરણમાં આવેલા લોકોના ભયનો નાશ કરનારા! તમને નમસ્કાર છે.

આપ જયના સ્વરૂપ હો, જયના દેનારા હો, જયના માલિક હો, જયના કારણ હો, વિશ્વના આધાર હો, વિશ્વના એક રક્ષક હો, દિવ્ય હો, વિશ્વના સ્થાન હો, ફળોના બીજ હો, ફળોના આધાર હો, વિશ્વમાં સ્થિત હો, વિશ્વના કારણના કારણ હો. ફળોના મૂળ હો, ફળોના દેનારા હો. તેજઃસ્વરૂપ હો, તેજના દાતા હો, સબ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ હો, કૃષ્ણ (હૃદયાન્ધકારના નાશક) હો, વિષ્ણુ (વ્યાપક) હો, વાસુદેવ (દેવતાઓના વાસસ્થાન અથવા વસુદેવના પુત્ર) હો, દીનવત્સલ હો એવા આપને હું નમસ્કાર કરું છું.

હે જગત્‌પ્રભો! આપની સ્તુતિ કરવામાં બ્રહ્માદિ દેવતા પણ સમર્થ નથી. હે જનાર્દન! હું તો અલ્પબુદ્ધિ વાળો, મંદ મનુષ્ય છું કઈ રીતે સ્તુતિ કરવામાં સમર્થ હોઈ શકું છું. અત્યંત દુઃખી, દીન, પોતાના ભક્તની આપ કેવી રીતે ઉપેક્ષા (ત્યાગ) કરો છો. હે પ્રભો! શું આજે સંસારમાં તે આપની લોકબંધુતા નષ્ટ થઈ ગઈ?:

વાલ્મીકિ ઋષિ બોલ્યા, ‘સુદેવ શર્મા બ્રાહ્મણ આ પ્રકારે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી હરિની સામે ઊભો થઈ ગયો. હરિ ભગવાન તેના વચન સાંભળીને મેઘના સમાન ગંભીર વચનથી બોલ્યા.’

શ્રી હરિ બોલ્યા, ‘હે વત્સ! તમે જે તપ કર્યું તે ખૂબ સારી રીતે કર્યું. હે મહાપ્રાજ્ઞ! હે તપોધન! શું ઇચ્છો છો? તો મારાથી કહો. તમારા તપથી પ્રસન્ન હું તે વરને તમારા માટે આપીશ કારણ કે આજ પહેલાં એવું મોટું ભારે કર્મ કોઈએ પણ નથી કર્યું.’

સુદેવ શર્મા બોલ્યા, ‘હે નાથ! હે દીનબંધો! હે દયાનિધે! જો આપ પ્રસન્ન છો તો હે વિષ્ણો! હે પુરાણ-પુરુષોત્તમ! કૃપા કરી આપ મારા માટે સત્પુત્ર આપો. હે હરે! પુત્રના વિના સૂનું આ ગૃહસ્થાશ્રમ-ધર્મ મને પ્રિય નથી લાગતો.’ આ પ્રકારે હરિ ભગવાન સુદેવ શર્મા બ્રાહ્મણના વચનને સાંભળીને બોલ્યા.

શ્રીહરિ ભગવાન બોલ્યા, ‘હે દ્વિજ! પુત્રને છોડીને બાકી જે ન દેવા યોગ્ય છે તેમને પણ તમારા માટે આપીશ. કારણ કે બ્રહ્માએ તમારા માટે પુત્રનું સુખ નથી લખ્યું. મેં તમારા ભાલદેશમાં થનારા સમસ્ત અક્ષરોને જોયા તેમાં સાત જન્મ સુધી તમને પુત્રનું સુખ નથી.

આ પ્રકારે વજ્રપ્રહારના સમાન નિષ્ઠુર હરિ ભગવાનના વચનને સાંભળીને જડ કપાઈ જવાથી વૃક્ષના સમાન તે સુદેવ શર્મા બ્રાહ્મણ પૃથ્વી તલ પર પડી ગયો. પતિને પડેલા જોઈને ગૌતમી સ્ત્રી અત્યંત દુઃખિત થઈ અને પુત્રની અભિલાષાથી વંચિત પોતાના સ્વામીને જોતી રુદન કરવા લાગી. થોડા સમય પછી ધૈર્યનો આશ્રય લઈને ગૌતમી સ્ત્રી પડેલા પતિથી બોલી.

ગૌતમી બોલી, ‘હે નાથ! ઊઠો, ઊઠો, શું મારા વચનનું સ્મરણ નથી કરતા? બ્રહ્માએ ભાલદેશમાં જે સુખ-દુઃખ લખ્યું છે તે મળે છે. રમાનાથ શું કરશે? મનુષ્ય તો પોતાના કરેલા કર્મનું ફળ ભોગવે છે. અભાગી પુરુષનો ઉદ્યોગ, મરણાસન્ન પુરુષને ઔષધ આપવાના સમાન નિષ્ફળ થઈ જાય છે. જેનું ભાગ્ય પ્રતિકૂળ (ઊલટું) છે તેનું કરેલું બધું ઉદ્યોગ વ્યર્થ થાય છે. સમસ્ત વેદોમાં યજ્ઞ, દાન, તપ, સત્ય, વ્રત, આદિની અપેક્ષા હરિ ભગવાનનું સેવન શ્રેષ્ઠ કહ્યું છે પરંતુ તેનાથી પણ ભાગ્ય બળ શ્રેષ્ઠ છે. એટલા માટે હે ભુસુર! સર્વત્રથી વિશ્વાસને હટાવીને ઊઠો અને જલ્દી દૈવનો જ આશ્રય લો. આમાં હરિનું શું કામ છે?

આ પ્રકારે તે ગૌતમીના અત્યંત શોકથી યુક્ત વચનને સાંભળીને દુઃખથી કાંપતા ગરુડજી વિષ્ણુ ભગવાનથી બોલ્યા.

ગરુડજી બોલ્યા, ‘હે હરે! શોકરુપી સમુદ્રમાં ડૂબેલી બ્રાહ્મણીને તે જ રીતે નેત્રથી પડતી અશ્રુધારાથી વ્યાકુળ બ્રાહ્મણને જોઈને હે દીનબંધો ! હે દયાસિન્ધોશ! હે ભક્તો માટે અભયને આપનારા! હે પ્રભો! ભક્તોના દુઃખને નથી સહન કરનારા! આપની આજે તે દયા ક્યાં ચાલી ગઈ?

અહો! આપ વેદ અને બ્રાહ્મણની રક્ષા કરવાવાળા સાક્ષાત્‌ વિષ્ણુ હો. આ સમયે આપનો ધર્મ ક્યાં ગયો? પોતાના ભક્તને આપવા માટે ચાર પ્રકારની મુક્તિ આપના હાથમાં જ સ્થિત કહેવાઈ છે. અહો! ફરી પણ તે આપના ભક્ત ઉત્તમ ભક્તિને છોડીને ચતુર્વિધ મુક્તિની ઇચ્છા નથી કરતા અને તેમની સામે આઠ સિદ્ધિઓ દાસીના સમાન સ્થિત રહે છે. આપના આરાધનનું માહાત્મ્ય બધી જગ્યાએ સાંભળ્યું છે. ત્યારે આ બ્રાહ્મણના પુત્રની વાંછા આજે પૂર્ણ કરવામાં આપને શું પરિશ્રમ છે?

હાથી દાન કરવાવાળા પુરુષને અંકુશ દાન કરવામાં શું પરિશ્રમ છે? હવે આજથી કોઈ પણ આપના ચરણ-કમળની સેવા નહીં કરે. જે પુરુષના ભાગ્યમાં હોય છે તે જ નિશ્ચય રૂપથી પ્રાપ્ત થાય છે. આ વાતની પ્રથા આજથી સંસારમાં ચાલી પડી અને આપની ભક્તિ રસાતલને ચાલી ગઈ અર્થાત્‌ લુપ્ત થઈ ગઈ.

હે નાથ! આપ કરવા તથા ન કરવામાં સ્વતંત્ર છો આ આપનું સામર્થ્ય સર્વત્ર વિખ્યાત છે આજે તે સામર્થ્ય આ બ્રાહ્મણને પુત્ર પ્રદાન ન કરવાથી નષ્ટ થાય છે. એટલા માટે આપ આ બ્રાહ્મણ માટે અવશ્ય એક પુત્ર પ્રદાન કરો. સુદામા બ્રાહ્મણે આપની આરાધના કરી ઉત્તમ વૈભવને પ્રાપ્ત કર્યો. આપની કૃપાથી સાન્દીપિનિ ગુરુએ મૃત પુત્રને પ્રાપ્ત કર્યો. આ કારણોથી પુત્રની લાલસા કરવાવાળા આ બંને સ્ત્રી-પુરુષ આપની શરણમાં આવ્યા છે.’

શ્રીનારાયણ બોલ્યા, ‘આ પ્રકારે વિષ્ણુ ભગવાન અમૃતના સમાન ગરુડના વચનને સાંભળીને ગરુડજીથી બોલ્યા, ‘હે! પક્ષિવર! હે વैनતેય! આ બ્રાહ્મણને અભિલાષિત એક પુત્ર જલ્દી આપો.’

આ પ્રકારે પોતાના અનુકૂળ હરિ ભગવાનના વચનને સાંભળીને ગરુડજીએ અત્યંત પ્રસન્નચિત્ત થઈને તે પૃથ્વીના દેવતા દુઃખિત બ્રાહ્મણ માટે અનુરૂપ સુંદર પુત્રને જલ્દીથી આપી દીધો.

ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે પઞ્ચદશોऽધ્યારયઃ ॥૧૫॥

🕉

આજનું પંચાંગ 25 જુલાઈ 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Purushottam Maas Katha | पुरुषोत्तम मास माहात्म्य
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસનું મહત્વ

પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

12 Jan 2025798
Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |

અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

12 Jan 2025205
Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10

દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું, પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો. પછી, દુર્વાસાએ તેને શ્રાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી. નારદ…

12 Jan 2025230
Purushottam Maas Katha: Adhyaya 11 |  पुरुषोत्तम मास कथा: अध्याय 11
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Maas Katha: Adhyaya 11 | पुरुषोत्तम मास कथा: अध्याय 11

કથામાં એક તપસ્વી કન્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજીએ તેને પાંચ પતિનું વરદાન આપ્યું, પરંતુ કન્યાએ તેને અસ્વીકાર કરી દીધો, અને પુરુષોત્તમ માસ…

12 Jan 2025331
Purushottam Maas Katha: Adhyaya 12 | पुरुषोत्तम मास कथा: अध्याय 12
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૨

આ કથા પુરુષોત્તમ માસના મહાત્મ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો પર આધારિત છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે જ્યારે શિવજી ગયા, ત્યારે તપસ્વિની કન્યા પર શું વીતી. શ્રી...

12 Jan 2025382
Purushottam Maas Katha: Adhyaya 13  | पुरुषोत्तम मास कथा: अध्याय 13
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩

આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.

12 Jan 2025327