ભગવદ ગીતા: કૃષ્ણના અર્જુનને ઉપદેશ (શ્રીમદ્ ભગવદ્ ગીતા) - Tilak Kathayein
भागवद गीता

Chapter 2 : Sankhya Yoga – अध्याय २: साङ्ख्ययोग

Tilak Kathayein14 Jan 202583 views📖 1 min read
Chapter 2 : Sankhya Yoga – अध्याय २: साङ्ख्ययोग
સંજય કહે છે: આ રીતે કરુણાથી ઘેરાયેલા, આંસુઓથી ભરેલી અને વ્યાકુળ આંખોવાળા, શોકગ્રસ્ત અર્જુનને મધુસુદને આ વચનો કહ્યા...

સંજય ઉવાચ: તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ । વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદનઃ ।।

સંજય બોલ્યા- તે પ્રકારે કરુણાથી વ્યાપ્ત અને આંસુઓથી પૂર્ણ તથા વ્યાકુળ નેત્રોવાળા શોકયુક્ત તે અર્જુન પ્રત્યે ભગવાન મધુસૂદને આ વચન કહ્યું ॥ ૧ ॥

શ્રીભગવાનુવાચ: કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્। અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમકીર્તિકરમર્જુન ।।

શ્રીભગવાન બોલ્યા- હે અર્જુન! તને આ અસમયમાં આ મોહ કયા હેતુથી પ્રાપ્ત થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષો દ્વારા આચરિત છે, ન સ્વર્ગને દેવાવાળું છે અને ન કીર્તિને કરનાર જ છે ॥ ૨॥

ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વવ્યુપપદ્યતે। ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ।।

એટલા માટે હે અર્જુન ! નપુંસકતાને મત પ્રાપ્ત થા, તારામાં આ ઉચિત નથી જણાતી. હે પરંતપ ! હૃદયની તુચ્છ દુર્બળતાને ત્યાગ કરીને યુદ્ધ માટે ઊભો થઈ જા ॥ ૩ ॥

અર્જુન ઉવાચ: કથં ભીષ્મમહં સઙ્ખ્યે દ્રોણં ચ મધુસૂદન । ઇષુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ॥

અર્જુન બોલ્યા- હે મધુસૂદન ! હું રણભૂમિમાં કઈ રીતે બાણોથી ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્યની વિરુદ્ધ લડીશ ? કારણ કે હે અરિસૂદન ! તે બંને જ પૂજનીય છે ॥ ૪॥

ગુરૂનહત્વા હિ મહાનુભાવા- ન્છ્રેયો ભોક્તું ભૈક્ષ્યમપીહ લોકે । હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ ભુંજીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ ભોગાન્ રુધિરપ્ર ॥

એટલા માટે આ મહાનુભાવ ગુરુજનોને ન મારીને હું આ લોકમાં ભિક્ષાનું અન્ન પણ ખાવું કલ્યાણકારક સમજું છું; કારણ કે ગુરુજનોને મારીને પણ આ લોકમાં રુધિરથી સનેલા અર્થ અને કામરૂપ ભોગોને જ તો ભોગવીશ ॥ ૫ ॥

ન ચૈતદ્વિદઃ કતરન્નો ગરીયો- યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ । યાનેવ હત્વા ન જિજીવિષામ- સ્તેऽવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ ॥

અમે આ પણ નથી જાણતા કે અમારા માટે યુદ્ધ કરવું અને ન કરવું- આ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે, અથવા આ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે અમને તે જીતશે. અને જેમને મારીને અમે જીવવું પણ નથી ચાહતા, તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્ર અમારા મુકાબલામાં ઊભા છે ॥ ૬॥

કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મસમ્મૂઢચેતાઃ । યચ્છ્રેયઃ સ્યાન્નશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેऽહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ ॥

એટલા માટે કાયરતારૂપ દોષથી ઉપહત થયેલા સ્વભાવવાળો તથા ધર્મના વિષયમાં મોહિતચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે સાધન નિશ્ચિત કલ્યાણકારક હોય, તે મારા માટે કહો; કારણ કે હું આપનો શિષ્ય છું, એટલા માટે આપને શરણે થયેલા મુજને શિક્ષા આપો ॥ ૭ ॥

ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યા- દ્યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ્ । અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધં- રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ્ ॥

કારણ કે ભૂમિમાં નિષ્કંટક, ધન-ધાન્યસંપન્ન રાજ્યને અને દેવતાઓના સ્વામીપણાને પ્રાપ્ત થઈને પણ હું તે ઉપાયને નથી જોતો, જે મારી ઇન્દ્રિયોને સૂકવવાવાળા શોકને દૂર કરી શકે ॥ ૮ ॥

સંજય ઉવાચ: એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરન્તપ। ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ ॥

સંજય બોલ્યા- હે રાજન ! નિંદ્રાને જીતવાવાળા અર્જુન અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ પ્રત્યે આ પ્રકારે કહીને ફરી શ્રીગોવિંદભગવાનથી ‘યુદ્ધ નહીં કરું’ આ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા ॥ ૯॥

તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત। સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમિદં વચઃ ॥

હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર ! અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ બંને સેનાઓની વચ્ચે શોક કરતા તે અર્જુનને હસતા હોય તેવા આ વચન બોલ્યા ॥ ૧૦ ॥

શ્રીભગવાનુવાચ: અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે । ગતાસૂનગતાસુંશ્ચ નાનુશોચન્તિ પણ્ડિતાઃ ॥

શ્રીભગવાન બોલ્યા- હે અર્જુન ! તું ન શોક કરવા યોગ્ય મનુષ્યો માટે શોક કરે છે અને પંડિતોના જેવા વચનોને કહે છે; પરંતુ જેમના પ્રાણ ચાલ્યા ગયા છે, તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે પણ પંડિતજન શોક નથી કરતા ॥ ૧૧ ॥

ન ત્વેવાહં જાત નાસં ન ત્વં નેમે જનાધિપાઃ । ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ ॥

ન તો એવું જ છે કે હું કોઈ કાળમાં ન હતો, તું ન હતો અથવા આ રાજાલોક ન હતા અને ન એવું જ છે કે આનાથી આગળ અમે બધા નહીં રહીએ ॥ ૧૨ ॥

દેહિનોऽસ્મિન્યથા દેહે કૌમારં યૌવનં જરા। તથા દેહાન્તરપ્રાપ્તિર્ધારસ્તત્ર ન મુહ્યતિ ॥

જેમ જીવાત્માની આ દેહમાં બાળકપણ, જવાની અને વૃદ્ધાવસ્થા હોય છે, તેવી જ રીતે અન્ય શરીરની પ્રાપ્તિ થાય છે; તે વિષયમાં ધીર પુરુષ મોહિત નથી થતો ॥ ૧૩ ॥

માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ । આગમાપાયિનોऽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥

હે કુંતીપુત્ર ! ઠંડી-ગરમી અને સુખ-દુઃખને દેવાવાળા ઇન્દ્રિય અને વિષયોના સંયોગ તો ઉત્પત્તિ- વિનાશશીલ અને અનિત્ય છે, એટલા માટે હે ભારત ! તેમને તું સહન કર ॥ ૧૪ ॥

યં હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ। સમદુઃખસુખં ધીરં સોऽમૃતત્વાય કલ્પતે ॥

કારણ કે હે પુરુષશ્રેષ્ઠ। દુઃખ-સુખને સમાન સમજવાવાળા જે ધીર પુરુષને આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગ વ્યાકુળ નથી કરતા, તે મોક્ષને યોગ્ય હોય છે ॥ ૧૫ ॥

નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સতঃ । ઉભયોરપિ દૃષ્ટોऽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ॥

અસત્ વસ્તુની તો સત્તા નથી અને સત્નો અભાવ નથી. આ પ્રકારે આ બંનેનું જ તત્ત્વ તત્ત્વજ્ઞાની પુરુષો દ્વારા જોવામાં આવ્યું છે॥ ૧૬ ॥

અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્ । વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હતિ ॥

નાશરહિત તો તું તેને જાણ, જેનાથી આ સંપૂર્ણ જગત્- દૃશ્યવર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવામાં કોઈ પણ સમર્થ નથી ॥ ૧૭ ॥

અન્તવન્ત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ । અનાશિનોऽપ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત ॥

આ નાશરહિત, અપ્રમેય, નિત્યસ્વરૂપ જીવાત્માના આ બધા શરીર નાશવાન કહેવામાં આવ્યા છે. એટલા માટે હે ભરતવંશી અર્જુન ! તું યુદ્ધ કર ॥ ૧૮ ॥

ય એનં વેત્તિ હન્તારં યશ્ચૈનં મન્યતે હતમ્ । ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે ॥

જે આ આત્માને મારવાવાળો સમજે છે તથા જે આને મરેલો માને છે, તે બંને જ નથી જાણતા; કારણ કે આ આત્મા વાસ્તવમાં ન તો કોઈને મારે છે અને ન કોઈના દ્વારા મારવામાં આવે છે ॥ ૧૯ ॥

ન જાયતે પ્રિયતે વા કદાચિ- ત્રાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ । અજો નિત્યઃ શાશ્વતોऽયં પુરાણો- ન હન્યતે હન્યમાને શરીરે ॥

આ આત્મા કોઈ કાળમાં પણ ન તો જન્મે છે અને ન મરતો જ છે તથા ન આ ઉત્પન્ન થઈને ફરી થવાવાળો જ છે; કારણ કે આ અજન્મા, નિત્ય, સનાતન અને પુરાતન છે; શરીરના માર્યા જવા પર પણ આ નથી મરાતો ॥ ૨૦ ॥

વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ । કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિ કમ્ ॥

હે પૃથાપુત્ર અર્જુન । જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા અને અવ્યય જાણે છે, તે પુરુષ કઈ રીતે કોને મરાવે છે અને કઈ રીતે કોને મારે છે? ॥ ૨૧ ॥

વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોऽપરાણિ। તથા શરીરાણિ વિહાય જીર્ણા- ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ॥

જેમ મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યાગીને બીજા નવા વસ્ત્રોને ગ્રહણ કરે છે, તેવી જ રીતે જીવાત્મા જૂના શરીરોને ત્યાગીને બીજા નવા શરીરોને પ્રાપ્ત થાય છે ॥ ૨૨ ॥

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ । ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ ॥

આ આત્માને શસ્ત્ર નથી કાપી શકતા, આને આગ નથી બાળી શકતી, આને જળ નથી ગાળી શકતું અને વાયુ નથી સૂકવી શકતો ॥ ૨૩ ॥

અચ્છેદ્યો ऽયમદાહ્યોऽયમક્લેદ્યોऽશોષ્ય એવ ચ। નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોऽયં સનાતનઃ ॥

કારણ કે આ આત્મા અચ્છેદ્ય છે, આ આત્મા અદાહ્ય, અક્લેદ્ય અને નિઃસંદેહ અશોષ્ય છે તથા આ આત્મા નિત્ય, સર્વવ્યાપી, અચલ, સ્થિર રહેવાવાળો અને સનાતન છે ॥ ૨૪ ॥

અવ્યક્તોऽયમચિન્ત્યો ऽયમવિકાર્યો ऽયમુચ્યતે । તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ ॥

આ આત્મા અવ્યક્ત છે, આ આત્મા અચિંત્ય છે અને આ આત્મા વિકારરહિત કહેવામાં આવે છે. આથી હે અર્જુન ! આ આત્માને ઉપર્યુક્ત પ્રકારથી જાણીને તું શોક કરવાને યોગ્ય નથી અર્થાત્ તારે શોક કરવો ઉચિત નથી ॥ ૨૫ ॥

અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ । તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ ॥

પરંતુ જો તું આ આત્માને સદા જન્મવાવાળો તથા સદા મરવાવાળો માનતો હોય, તો પણ હે મહાબાહો ! તું આ પ્રકારે શોક કરવાને યોગ્ય નથી ॥ ૨૬ ॥

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ભુવં જન્મ મૃતસ્ય ચ। તસ્માદપરિહાર્યેऽર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥

કારણ કે આ માન્યતા અનુસાર જન્મેલાની મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. આથી પણ આ વિના ઉપાયવાળા વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી ॥ ૨૭ ॥

અવ્યક્તાદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત। અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ॥

હે અર્જુન ! સંપૂર્ણ પ્રાણી જન્મથી પહેલાં અપ્રકટ હતા અને મર્યા પછી પણ અપ્રકટ થઈ જવાવાળા છે, કેવળ વચ્ચેમાં જ પ્રકટ છે; પછી આવી સ્થિતિમાં શું શોક કરવો છે ? ॥ ૨૮ ॥

આશ્ચર્યવત્પશ્યતિ કશ્ચિદેન- માશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ । આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત્ ॥

કોઈ એક મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની ભાંતિ જુએ છે અને તે જ રીતે બીજો કોઈ મહાપુરુષ જ તેના તત્ત્વનું આશ્ચર્યની ભાંતિ વર્ણન કરે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની ભાંતિ સાંભળે છે અને કોઈ-કોઈ તો સાંભળીને પણ આને નથી જાણતો ॥ ૨૯ ॥

દેહી નિત્યમવધ્યોऽયં દેહે સર્વસ્ય ભારત। તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥

હે અર્જુન ! આ આત્મા બધાના શરીરોમાં સદા જ અવધ્ય છે. આ કારણથી સંપૂર્ણ પ્રાણીઓ માટે તું શોક કરવાને યોગ્ય નથી ॥ ૩૦ ॥

સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્पितુમર્હસિ। ધર્મ્યાદ્ધિ યુદ્ધાચ્છ્રેયોऽન્યત્ક્ષત્રિયસ્ય ન વિદ્યતે ॥

તથા પોતાના ધર્મને જોઈને પણ તું ભય કરવા યોગ્ય નથી અર્થાત્ તારે ભય ન કરવો જોઈએ; કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી ॥ ૩૧ ॥

યદૃચ્છયા ચોપપન્નં સ્વર્ગદ્વારમપાવૃતમ્ । સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ્ ॥

હે પાર્થ! પોતાના-આપ પ્રાપ્ત થયેલા અને ખુલ્લા સ્વર્ગના દ્વારરૂપ આ પ્રકારના યુદ્ધને ભાગ્યવાન ક્ષત્રિયલોક જ પામે છે ॥ ૩૨ ॥

અથ ચેત્ત્વમિમં ધર્મ્ય સઙ્ગ્રામં ન કરિષ્યસિ । તતઃ સ્વધર્મ કીર્તિ ચ હિત્વા પાપમવાપ્સ્યસિ ॥

પરંતુ જો તું આ ધર્મયુક્ત યુદ્ધને નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ખોઈને પાપને પ્રાપ્ત થશે ॥ ૩૩ ॥

અકીર્તિં ચાપિ ભૂતાનિ કથયિષ્યન્તિ તેऽવ્યયામ્‌ । સમ્ભાવિતસ્ય ચાકીર્તિ- ર્મરણાદતિરિચ્યતે ॥

તથા બધા લોકો તારી ઘણા કાળ સુધી રહેવાવાળી અપકીર્તિનું પણ કથન કરશે અને માનનીય પુરુષ માટે અપકીર્તિ મરણથી પણ વધીને છે ॥ ૩૪ ॥

ભયાદ્રણાદુપરતં મંસ્યન્તે ત્વાં મહારથાઃ । યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસિ લાઘવમ્ ॥

અને જેની દૃષ્ટિમાં તું પહેલાં ઘણા સન્માનિત થઈને હવે લઘુતાને પ્રાપ્ત થશે, તે મહારથીલોક તને ભયના કારણે યુદ્ધથી હટેલો માનશે ॥ ૩૫ ॥

અવાચ્યવાદાંશ્ચ બહૂન્વદિષ્યન્તિ તવાહિતાઃ । નિન્દન્તસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં નુ કિમ ॥

તારા વૈરીલોક તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા ન કહેવા યોગ્ય વચન પણ કહેશે; તેનાથી અધિક દુઃખ અને શું હશે ? ॥ ૩૬ ॥

હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ । તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનશ્ચયઃ ॥

યા તો તું યુદ્ધમાં માર્યો જઈને સ્વર્ગને પ્રાપ્ત થશે અથવા સંગ્રામમાં જીતીને પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. આ કારણથી હે અર્જુન ! તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા ॥ ૩૭ ॥

સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ । તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ।।

જય-પરાजय, લાભ-હાનિ અને સુખ-દુઃખને સમાન સમજીને, તેના પછી યુદ્ધ માટે તૈયાર થઈ જા; આ પ્રકારે યુદ્ધ કરવાથી તું પાપને નહીં પ્રાપ્ત થશે ॥ ૩૮ ॥

એષા તેऽભિહિતા સાઙ્ખ્યે બુદ્ધિયોગે ત્વિમાં શૃણુ। બુદ્ધયા યુક્તો યયા પાર્થ કર્મબન્ધં પ્રહાસ્યસિ ।।

હે પાર્થ ! આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના ૧ વિષયમાં કહેવામાં આવી અને હવે તું આને કર્મયોગના વિષયમાં સાંભળ-જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના હે પાર્થ ! આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના ૧ વિષયમાં કહેવામાં આવી અને હવે તું આને કર્મયોગના વિષયમાં સાંભળ-જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના

નેહાભિક્રમનાશોऽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે । સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥

આ કર્મયોગમાં આરંભનો અર્થાત્ બીજનો નાશ નથી અને ઊલટું ફળરૂપ દોષ પણ નથી, પરંતુ આ કર્મયોગરૂપ ધર્મનું થોડુંક પણ સાધન જન્મ- મૃત્યુરૂપ મહાન ભયથી રક્ષા કરી લે છે ॥ ૪૦ ॥

વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરુનન્દન । બહુશાખા હ્યનન્તાશ્ચ બુદ્ધયોऽવ્યવસાયિનામ્ ।।

હે અર્જુન ! આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે; પરંતુ અસ્થિર વિચારવાળા વિવેકહીન સકામ મનુષ્યોની બુદ્ધિઓ નિશ્ચય જ ઘણા ભેદોવાળી અને અનંત હોય છે ॥ ૪૧ ॥

યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદન્ત્યવિપશ્ચિતઃ । વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ ।। કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્ । ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્વર્યગતિં પ્રતિ ।। ભોગૈશ્વર્યપ્રસક્તાનાં તયાપહૃતચેતસામ્ । વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધીયતે ।।

હે અર્જુન ! જે ભોગોમાં તન્મય થઈ રહ્યા છે, જે કર્મફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ રાખે છે, જેની બુદ્ધિમાં સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જે સ્વર્ગથી વધીને બીજી કોઈ વસ્તુ જ નથી-એવું કહેવાવાળા છે, તે અવिवेકીજન આ પ્રકારની જે પુષ્પિત અર્થાત્ દેખાઉ શોભાવાળી વાણીને કહ્યા કરે છે જે જન્મરૂપ કર્મફળ દેવાવાળી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે નાના પ્રકારની ઘણી ક્રિયાઓનું વર્ણન કરવાવાળી છે, તે વાણી દ્વારા જેનું ચિત્ત હરી લેવામાં આવ્યું છે, જે ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે; તે પુરુષોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી ॥ ૪૨-૪૪ ॥

ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન । નિર્દ્વન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ।।

હે અર્જુન ! વેદ ઉપર્યુક્ત પ્રકારથી ત્રણે ગુણોના કાર્યરૂપ સમસ્ત ભોગો તેમજ તેમના સાધનોનું પ્રતિપાદન કરવાવાળા છે; એટલા માટે તું તે ભોગો તેમજ તેમના સાધનોમાં આસક્તિહીન, હર્ષ-શોકાદિ દ્વંદ્વોથી રહિત, નિત્યવસ્તુ પરમાત્મામાં સ્થિત, યોગક્ષેમને ૨ ન ચાહવાવાળો અને સ્વાધીન અંતઃ- કરણવાળો હો ॥ ૪૫ ॥

યાવાનર્થ ઉદપાને સર્વતઃ સમ્પ્લુતોદકે । તાવાન્સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ ।।

બધી બાજુથી પરિપૂર્ણ જળાશયના પ્રાપ્ત થઈ જવા પર નાના જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્ત્વથી જાણવાવાળા બ્રાહ્મણનું સમસ્ત વેદોમાં તેટલું જ પ્રયોજન રહી જાય છે ॥ ૪૬ ॥

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન । મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોऽસ્ત્વકર્મણિ ॥

તારો કર્મ કરવામાં જ અધિકાર છે, તેના ફળોમાં ક્યારેય નહીં. એટલા માટે તું કર્મોના ફળનો હેતુ મત હો તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન હો ॥ ૪૭ ॥

યોગસ્થઃ કુરુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ધનઞ્જય । સિદ્ધ્યસિદ્ધયોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ।।

હે ધનંજય ! તું આસક્તિને ત્યાગીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો થઈને યોગમાં સ્થિત થયેલો કર્તવ્યકર્મોને કર, સમત્વ જ યોગ કહેવાય છે ॥ ૪૮ ॥

દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનઞ્જય । બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ ॥

આ સમત્વરૂપ બુદ્ધિયોગથી સકામ કર્મ અત્યંત જ નિમ્ન શ્રેણીનું છે. એટલા માટે હે ધનંજય ! તું સમબુદ્ધિમાં જ રક્ષાનો ઉપાય શોધી અર્થાત્ બુદ્ધિયોગનો જ આશ્રય ગ્રહણ કર; કારણ કે ફળના હેતુ બનવાવાળા અત્યંત દીન છે ॥ ૪૯ ॥

બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે । તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ્ ।।

સમબુદ્ધિયુક્ત પુરુષ પુણ્ય

શેર કરો:

સંબંધિત લેખ

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
ભગવદ ગીતા

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग

અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

20 Feb 2025109
Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
ભગવદ ગીતા

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग

શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

18 Feb 202593
Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
ભગવદ ગીતા

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग

શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

16 Feb 2025111
Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવદ ગીતા

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.

12 Feb 2025103