Chapter 10 : Vibhuti Yoga – अध्याय १०: विभूतियोग

શ્રીભગવાનુવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ । યત્તેऽહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા ।।
શ્રીભગવાન બોલ્યા- હે મહાબાહો ! ફરી પણ મારા પરમ રહસ્ય અને પ્રભાવયુક્ત વચનને સાંભળ, જેને હું તારા અતિશય પ્રેમ રાખવાવાળા માટે હિતની ઈચ્છાથી કહીશ ॥ ૧ ॥
ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ । અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ ॥
મારી ઉત્પત્તિને અર્થાત્ લીલાથી પ્રગટ થવાને ન દેવતાલોકો જાણે છે અને ન મહર્ષિજન જ જાણે છે, કારણ કે હું સબ પ્રકારે દેવતાઓનો અને મહર્ષિઓનો પણ આદિકારણ છું ॥ ૨ ॥
યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહেশ্বরમ્ । અસम्मूઢઃ સ મર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે ।।
જે મને અજન્મા અર્થાત્ વાસ્તવમાં જન્મરહિત, અનાદિ અને લોકોનો મહાન ઈશ્વર તત્ત્વથી જાણે છે, તે મનુષ્યોમાં જ્ઞાનવાન પુરુષ સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે ॥ ૩ ॥
બુદ્ધિર્જ્ઞાનમસમ્મોહઃ ક્ષમા સત્યં દમઃ શમઃ । સુખં દુઃખં ભવોऽભાવો ભયં ચાભયમેવ ચ ॥
અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનં યશોऽયશઃ । ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ ॥
નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમ્મૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયોને વશમાં કરવી, મનનો નિગ્રહ તથા સુખ-દુઃખ, ઉત્પત્તિ-પ્રલય અને ભય અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ-એવા આ પ્રાણીઓના નાના પ્રકારના ભાવ મારાથી જ થાય છે ॥ ૪-૫ ॥
મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા । મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમાઃ પ્રજાઃ ।।
સાત મહર્ષિજન, ચાર તેમનાથી પણ પૂર્વમાં થવાવાળા સનકાદિ તથા સ્વાયંભુવ આદિ ચૌદ મનુ-આ મારામાં ભાવવાળા બધા-ના-બધા મારા સંકલ્પથી ઉત્પન્ન થયા છે, જેમની સંસારમાં આ સંપૂર્ણ પ્રજા છે ॥ ૬ ॥
એતાં વિભૂતિં યોગં ચ મમ યો વેત્તિ તત્ત્વતઃ । સોऽવિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ ॥
જે પુરુષ મારી આ પરમૈશ્વર્યરૂપ વિભૂતિને અને યોગશક્તિને તત્ત્વથી જાણે છે, તે નિશ્ચલ ભક્તિયોગથી યુક્ત થઈ જાય છે- એમાં કંઈ પણ સંશય નથી ॥ ૭॥
અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે । ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવસమన్વિતાઃ ।।
હું વાસુદેવ જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ બધું જગત ચેષ્ટા કરે છે, આ પ્રકારે સમજીને શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત બુદ્ધિમાન ભક્તજન મને પરમેશ્વરને જ નિરંતર ભજે છે ॥ ૮ ॥
મચ્ચિત્તા મગતપ્રાણા બોધયન્તઃ પરસ્પરમ્ । કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ ॥
નિરંતર મારામાં મન લગાવવાવાળા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરવાવાળા ભક્તજન મારી ભક્તિની ચર્ચા દ્વારા આપસમાં મારા પ્રભાવને જણાવતા થકા તથા ગુણ અને પ્રભાવસહિત મારું કથન કરતા થકા જ નિરંતર સંતુષ્ટ થાય છે અને મને વાસુદેવમાં જ નિરંતર રમણ કરે છે ॥ ૯ ॥
તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્ । દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ॥
તે નિરંતર મારા ધ્યાન આદિમાં લાગેલા થયેલા અને પ્રેમપૂર્વક ભજવાવાળા ભક્તોને હું તે તત્ત્વજ્ઞાનરૂપ યોગ આપું છું, જેનાથી તે મને જ પ્રાપ્ત થાય છે ॥ ૧૦ ॥
તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ । નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ॥
હે અર્જુન ! તેમના ઉપર અનુગ્રહ કરવા માટે તેમના અંતઃકરણમાં સ્થિત થયેલો હું સ્વયં જ તેમના અજ્ઞાનજનિત અંધકારને પ્રકાશમય તત્ત્વજ્ઞાનરૂપ દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું ॥ ૧૧ ॥
અર્જુન ઉવાચ પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્ । પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્ ॥
આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા । અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે ।।
અર્જુન બોલ્યા-આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો, કારણ કે આપને બધા ઋષિગણ સનાતન, દિવ્ય પુરુષ તેમજ દેવોના પણ આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી કહે છે. તે જ રીતે દેવર્ષિ નારદ તથા અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે અને આપ પણ મારા પ્રત્યે કહો છો ॥ ૧૨-૧૩ ॥
સર્વમેતદૃતં મન્યે યન્માં વદસિ કેશવ । ન હિ તે ભગવન્વ્યક્તિં વિદુર્દેવા ન દાનવાઃ ।।
હે કેશવ ! જે કંઈ પણ મારા પ્રત્યે આપ કહો છો, આ બધાને હું સત્ય માનું છું. હે ભગવન્ ! આપના લીલામય * સ્વરૂપને ન તો દાનવ જાણે છે અને ન દેવતા જ ॥ ૧૪ ॥
સ્વયમેવાત્મનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ । ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે ।।
હે ભૂતોને ઉત્પન્ન કરવાવાળા ! હે ભૂતોના ઈશ્વર ! હે દેવોના દેવ ! હે જગતના સ્વામી! હે પુરુષોત્તમ ! આપ સ્વયં જ પોતાનાથી પોતાને જાણો છો ॥ ૧૫ ॥
વક્તુમર્હસ્યશેષેણ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ । યાભિર્વિભૂતિભિર્લોકાનિમાંસ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસિ ।।
એટલા માટે આપ જ તે પોતાની દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણતાથી કહેવામાં સમર્થ છો, જે વિભૂતિઓના દ્વારા આપ આ બધા લોકને વ્યાપ્ત કરીને સ્થિત છો ॥ ૧૬ ॥
કથં વિદ્યામહં યોગિંસ્ત્વાં સદા પરિચિન્તયન્। કેષુ કેષુ ચ ભાવેષુ ચિન્ત્યોऽસિ ભગવન્મયા ।।
હે યોગેશ્વર ! હું કઈ રીતે નિરંતર ચિંતન કરતો થકો આપને જાણું અને હે ભગવન્ ! આપ કયા-કયા ભાવોમાં મારા દ્વારા ચિંતન કરવા યોગ્ય છો? ॥ ૧૭ ॥
વિસ્તરેણાત્મનો યોગં વિભૂતિં ચ જનાર્દન । ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મેऽમૃતમ્ ।।
હે જનાર્દન ! પોતાની યોગશક્તિને અને વિભૂતિને ફરી પણ વિસ્તારપૂર્વક કહો, કારણ કે આપના અમૃતમય વચનોને સાંભળતા થકા મારી તૃપ્તિ નથી થતી અર્થાત્ સાંભળવાની ઉત્કંઠા બની જ રહે છે ॥ ૧૮ ॥
શ્રીભગવાનુવાચ હન્ત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ । પ્રાધાન્યતઃ કુરુશ્રેષ્ઠ નાસ્ત્યન્તો વિસ્તારસ્ય મે ॥
શ્રીભગવાન બોલ્યા- હે કુરુશ્રેષ્ઠ ! હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે, તેમને તારા માટે પ્રધાનતાથી કહીશ; કારણ કે મારા વિસ્તારનો અંત નથી ॥ ૧૯ ॥
અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ । અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ ॥
હે અર્જુન ! હું બધા ભૂતોના હૃદયમાં સ્થિત બધાનો આત્મા છું તથા સંપૂર્ણ ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું
॥ ૨૦ ॥
આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષાં રવિરંશુમાન્ । મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી ॥
હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં કિરણોવાળો સૂર્ય છું તથા હું ઓગણપચાસ વાયુદેવતાઓનો તેજ અને નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા છું ॥ ૨૧ ॥
વેદાનાં સામવેદોऽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ । ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ।।
હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને ભૂતપ્રાણીઓની ચેતના અર્થાત્ જીવનશક્તિ છું ॥ ૨૨ ॥
રુદ્રાણાં શઙ્કરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્ । વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહમ્ ।।
હું એકાદશ રુદ્રોમાં શંકર છું અને યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું. હું આઠ વસુઓમાં અગ્નિ છું અને શિખરવાળા પર્વતોમાં સુમેરુ પર્વત છું ॥ ૨૩ ॥
પુરોધસાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ્ । સેનાનીનામહં સ્કન્દઃ સરસામસ્મિ સાગરઃ ।।
પુરોહિતોમાં મુખિયા બૃહસ્પતિ મને જાણ. હે પાર્થ ! હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું ॥ ૨૪ ॥
મહર્ષીણાં ભૃગુરહં ગિરામસ્મ્યેકમાક્ષરમ્ । યજ્ઞાનાં જપયજ્ઞોऽસ્મિ સ્થાવરાણાં હિમાલયઃ ।।
હું મહર્ષિઓમાં ભૃગુ અને શબ્દોમાં એક અક્ષર અર્થાત્ ઓંકાર છું. બધા પ્રકારના યજ્ઞોમાં જપયજ્ઞ અને સ્થિર રહેવાવાળાઓમાં હિમાલય પહાડ છું ॥ ૨૫ ॥
અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ । ગન્ધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ ॥
હું બધા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું ॥ ૨૬ ॥
ઉચ્ચૈઃ શ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ્ । ઐરાવતં ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપમ્ ॥
ઘોડાઓમાં અમૃતની સાથે ઉત્પન્ન થવાવાળો ઉચ્ચૈઃ શ્રવા નામનો ઘોડો, શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા મને જાણ ॥ ૨૭ ॥
આયુધાનામહં વજ્રં ધેનૂનામસ્મિ કામધુક્ । પ્રજનશ્ચાસ્મિ કન્દર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ ॥
હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્ત રીતિથી સંતાનની ઉત્પત્તિનું હેતુ કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકિ છું ॥ ૨૮ ॥
અનન્તશ્ચાસ્મિ નાગાનાં વરુણો યાદસામહમ્ । પિતૃણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહમ્ ।।
હું નાગોમાં શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણ દેવતા છું અને પિતરોમાં અર્યમા નામનો પિતર તથા શાસન કરવાવાળાઓમાં યમરાજ હું છું ॥ ૨૯ ॥
પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહમ્ । મૃગાણાં ચ મૃગેન્દ્રોऽહં વૈનતેયશ્ચ પક્ષિણામ્ ।।
હું દૈત્યોમાં પ્રહ્લાદ અને ગણના કરવાવાળાઓનો સમય છું તથા પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું ॥ ૩૦ ॥
પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામહમ્ । ઝષાણાં મકરશ્ચાસ્મિ સ્ત્રોતસામસ્મિ જાહ્નવી ।।
હું પવિત્ર કરવાવાળાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રીરામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રીભાગીરથી ગંગાજી છું ॥ ૩૧ ॥
સર્ગાણામાદિરન્તશ્ચ મધ્યં ચૈવાહમર્જુન । અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં વાદઃ પ્રવદતામહમ્ ।।
હે અર્જુન ! સૃષ્ટિઓનો આદિ અને અંત તથા મધ્ય પણ હું જ છું. હું વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા અર્થાત્ બ્રહ્મવિદ્યા અને પરસ્પર વિવાદ કરવાવાળાઓનો તત્ત્વ-નિર્ણય માટે કરવામાં આવતો વાદ છું ॥ ૩૨ ॥
અક્ષરાણામકારોऽસ્મિ દ્વન્દ્વઃ સામાસિકસ્ય ચ। અહમેવાક્ષયઃ કાલો ધાતાહં વિશ્વતોમુખઃ ॥
હું અક્ષરોમાં અકાર છું અને સમાસોમાં દ્વંદ્વ નામનો સમાસ છું. અક્ષયકાળ અર્થાત્ કાળનો પણ મહાકાળ તથા બધી બાજુ મુખવાળો, વિરાટ્સ્વરૂપ, બધાનું ધારણ-પોષણ કરવાવાળો પણ હું જ છું ॥ ૩૩ ॥
મૃત્યુઃ સર્વહરશ્ચાહમુદ્ભવશ્ચ ભવિષ્યતામ્ । કીર્તિઃ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા ॥
હું બધાનો નાશ કરવાવાળો મૃત્યુ અને ઉત્પન્ન થવાવાળાઓનો ઉત્પત્તિ હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાક્, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા છું ॥ ૩૪ ॥
બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છન્દસામહમ્ । માસાનાં માર્ગશીર્ષોऽહમૃતૂનાં કુસુમાકરઃ ॥
તથા ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં હું બૃહત્સામ અને છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત હું છું ॥ ૩૫ ॥
દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ । જયોऽસ્મિ વ્યવસાયોऽસ્મિ સત્ત્વં સત્ત્વતામહમ્ ।।
હું છળ કરવાવાળાઓમાં જુગાર અને પ્રભાવશાળી પુરુષોનો પ્રભાવ છું. હું જીતવાવાળાઓનો વિજય છું, નિશ્ચય કરવાવાળાઓનો નિશ્ચય અને સાત્ત્વિક પુરુષોનો સાત્ત્વિક ભાવ છું ॥ ૩૬ ॥
વૃષ્ણીનાં વાસુદેવોऽસ્મિ પાણ્ડવાનાં ધનઞ્જયઃ । મુનીનામપ્યહં વ્યાસઃ કવીનામુશના કવિઃ ॥
વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ અર્થાત્ હું સ્વયં તારો સખા, પાંડવોમાં ધનંજય અર્થાત્ તું, મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું ॥ ૩૭ ॥
દણ્ડો દમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ્ । મૌનં ચૈવાસ્મિ ગુહ્યાનાં જ્ઞાનં જ્ઞાનવતામહમ્ ।।
હું દમન કરવાવાળાઓનો દંડ અર્થાત્ દમન કરવાની શક્તિ છું, જીતવાની ઈચ્છાવાળાઓની નીતિ છું, ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનો રક્ષક મૌન છું અને જ્ઞાનવાનોનું તત્ત્વજ્ઞાન હું જ છું ॥ ૩૮ ॥
યચ્ચાપિ સર્વભૂતાનાં બીજં તદહમર્જુન । ન તદસ્તિ વિના યત્સ્યાન્મયા ભૂતં ચરાચરમ્ ।।
અને હે અર્જુન ! જે બધા ભૂતોની ઉત્પત્તિનું કારણ છે, તે પણ હું જ છું; કારણ કે એવું ચર અને અચર કોઈ પણ ભૂત નથી, જે મારાથી રહિત હોય ॥ ૩૯ ॥
નાન્તોऽસ્તિ મમ દિવ્યાનાં વિભૂતીનાં પરન્તપ । એષ તૂદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા ॥
હે પરંતપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી, મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એકદેશથી અર્થાત્ સંક્ષેપથી કહ્યો છે ॥ ૪૦ ॥
યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા। તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોऽંશસમ્ભવમ્ ।।
જે-જે પણ વિભૂતિ યુક્ત અર્થાત્ ઐશ્વર્યયુક્ત,કાંતિયુક્ત અને શક્તિયુક્ત વસ્તુ છે, તે-તેને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ જાણ ॥ ૪૧ ॥
અથવા બહુનૈતેન કિં જ્ઞાતેન તવાર્જુન । વિષ્ટભ્યાહમિદં કૃત્સ્નમેકાંશેન સ્થિતો જગત્ ॥
અથવા હે અર્જુન ! આ બહુ જાણવાથી તારું શું પ્રયોજન છે. હું આ સંપૂર્ણ જગતને પોતાની યોગશક્તિના એક અંશમાત્રથી ધારણ કરીને સ્થિત છું ॥ ૪૨ ॥
ॐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે વિભૂતિયોગો નામ દશમોऽધ્યાયઃ ॥ ૧૦ ॥
સંબંધિત લેખ

Chapter 18 : Moksha Sanyasa Yoga – अध्याय १८: मोक्षसंन्यासयोगः
અર્જુન બોલ્યા: હે મહાબાહુ! હે અંતર્યામી! હે વાસુદેવ! હું સંન્યાસ અને ત્યાગના તત્ત્વને જુદા જુદા જાણવા ઈચ્છું છું...

Chapter 17 : Shraddha Traya Vibhaga Yoga – अध्याय १७: श्रद्धात्रयविभागयोग
અર્જુને કહ્યું: હે કૃષ્ણ! જે મનુષ્યો શાસ્ત્રોની વિધિ છોડીને શ્રદ્ધાથી દેવતાઓનું પૂજન કરે છે, તેમની નિષ્ઠા કેવી હોય છે? શું તે સત્વ, રજસ કે તમસ છે?

Chapter 16 : Daivasura Sampad Vibhaga Yoga – अध्याय १६: दैवासुरसम्पद्विभागयोग
શ્રી ભગવાન કહે છે: નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાનના યોગમાં સ્થિરતા, દાન, આત્મ-સંયમ, યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ, તપસ્યા અને સરળતા...

Chapter 15 : Purushottama Yoga – अध्याय १५: पुरुषोत्तमयोग
શ્રી ભગવાન કહે છે: તેઓ ઉપર તરફ મૂળ અને નીચે તરફ શાખાઓવાળા અવિનાશી વડના વૃક્ષની વાત કરે છે, જેના પાંદડા વેદ છે; જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. શ્રી ભગવાન કહે છે - આ સંસારરૂપી પીપળાનું વૃક્ષ, જેનું મૂળ પરમ પુરુષ ભગવાન છે અને જેની મુખ્ય શાખા બ્રહ્મા છે, તેને અવિનાશી કહેવામાં આવે છે, અને...

Chapter 14 : Guna Traya Vibhaga Yoga – अध्याय १४: गुणत्रयविभागयोग
શ્રી ભગવાન કહે છે: હું ફરીથી તે પરમ જ્ઞાન કહીશ, જે જ્ઞાનમાં ઉત્તમ છે, જેને જાણીને બધા મુનિજનો આ દુનિયાથી પરમ સિદ્ધિ પામ્યા છે.

Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yoga – अध्याय १३: क्षेत्रक्षेत्रज्ञविभागयोग
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર અર્જુન! આ શરીરને 'ક્ષેત્ર' કહેવામાં આવે છે, અને જે તેને જાણે છે તેને જ્ઞાની લોકો 'ક્ષેત્રજ્ઞ' કહે છે.