પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૨૯
સૂર્યનારાયણના અસ્તાચલ જવાનો સમય હોય ત્યારે તીર્થમાં જઈને અથવા ઘરમાં જ પગ ધોઈને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને, સાયંસન્ધ્યાની ઉપાસના કરે.
પુણ્યશીલ-સુશીલ બોલ્યા, ‘હે વિભો! ગોલોકને ચાલો, અહીં શા માટે મોડું કરો છો? તમને પુરુષોત્તમ ભગવાનનું સામીપ્ય મળ્યું છે.
કદર્ય બોલ્યો, ‘મારે ઘણાં કર્મો અનેક પ્રકારે ભોગવવા યોગ્ય છે. પરંતુ અમારો ઉદ્ધાર કેવી રીતે થયો જેનાથી ગોલોકને પ્રાપ્ત થયા? જેટલી વર્ષાની ધારાઓ છે, જેટલા તૃણ છે, પૃથ્વી પર ધૂળના કણ છે, આકાશમાં જેટલા તારા છે તેટલા મારા પાપ છે. મેં આ સુંદર તથા મનોહર શરીર કેવી રીતે પ્રાપ્ત કર્યું? હે હરિ ભગવાનના પ્રિય! આનું અતિ ઉગ્ર કારણ મને કહો.
શ્રીનારાયણ બોલ્યા, ‘કદર્યના આ પ્રકારના વાણીને સાંભળીને હરિના દૂતોએ કહ્યું.
હરિદૂત બોલ્યા, ‘અહો! આશ્ચર્ય છે. હે દેવ! આપે આ પદની પ્રાપ્તિનું કારણ મહાન સાધન કેવી રીતે નથી જાણ્યું. હે પ્રભો! બધામાં ઉત્તમોત્તમ, વિષ્ણુના પ્રિય, મહાન પુણ્યફળને આપવાવાળા, પુરુષોત્તમમાસ નામથી પ્રસિદ્ધ માસને શા માટે નથી જાણ્યો? તે પુરુષોત્તમ માસમાં દેવતાઓથી પણ ન થવાવાળું તપ તમે કર્યું. હે મહારાજ! વનમાં વાનર શરીરમાં અજ્ઞાનમાં તે તપ થયું છે. મુખરોગના કારણે અજ્ઞાનથી અનાહાર વ્રત થયું અને તમે વાંદરાપણાની ચંચળતાવશ વૃક્ષથી ફળોને તોડીને પૃથ્વી પર ફેંક્યા તે ફળોથી બીજા મનુષ્ય તૃપ્ત થયા. અંતઃકરણમાં વિશેષ દુઃખ થવાથી પાણી પણ નથી પીધું. આ રીતે શ્રીપુરુષોત્તમ માસમાં અજ્ઞાનવશ તમારાથી તીવ્ર તપ થઈ ગયું. હે અનઘ! ફળોના ફેંકવાથી પરોપકાર પણ થઈ ગયો. વનમાં ફરતા-ફરતા શીત, વાયુ, ઘામને સહન કર્યું અને શ્રેષ્ઠ તીર્થમાં સુંદર મહાતીર્થમાં પાંચ દિવસ ગોતા લગાવ્યા. જેનાથી શ્રીપુરુષોત્તમ માસમાં તમને સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થઈ ગયું. આ પ્રકારે તમારા રોગીના અજ્ઞાનથી ઉત્તમ તપ થઈ ગયું. તો આ બધું સફળ થયું અને તમે આ સમયે અનુભવ કર્યો. જ્યારે સમજ્યા વિના પુરુષોત્તમ માસનું સેવન થઈ જવાથી તમને આ ફળ મળ્યું છે, તો મનુષ્ય આ પુરુષોત્તમ માસના ઉત્તમ માહાત્મ્યને જાણીને શ્રદ્ધાથી વિધિપૂર્વક કર્મ કરે તો તેનું શું કહેવું.
તમે પોતાનું જે અર્થ સાધન કર્યું તેવું કરવાને કોણ સમર્થ છે? પુરુષોત્તમ ભગવાનને બીજી કોઈ વસ્તુ પ્રીતિને આપવાવાળી નથી. આ ભરતખંડમાં અતિ દુર્લભ મનુષ્ય યોનિમાં જન્મ લઈને જે પુરુષોત્તમ ભગવાનની સેવા કરે છે. જે પુરુષોત્તમ માસમાં એક પણ ઉપવાસ કરવાથી મનુષ્ય પાપપુંજથી છૂટી જાય છે ત્યાં તમે મહિનાઓ ઉપવાસ કર્યા આ ઉગ્ર તપસ્યાનું ફળ ક્યાં જશે?
આ માસના સમાન તે પ્રાણી ધન્ય અને કૃતકૃત્ય છે. તે સદા ભાગ્યવાન પુણ્યકર્મ કરવાવાળા પવિત્ર છે અને તેમનો જન્મ સફળ છે જેમનો બધામાં ઉત્તમ પુરુષોત્તમ માસ સ્નાન, દાન, જપથી વ્યતીત થયો છે. શ્રીપુરુષોત્તમ માસમાં દાન, પિતૃકાર્ય, અનેક પ્રકારના તપ આ બધા અન્ય માસની અપેક્ષાએ કોટિ ગણું અધિક ફળ આપવાવાળા છે. જે પુરુષોત્તમ માસના આવવા પર સ્નાન-દાનથી રહિત રહે છે તે નાસ્તિક, પાપી, શઠ, ધર્મધ્વજ, ખલને ધિક્કાર છે.
શ્રીનારાયણ બોલ્યા, ‘પુણ્યશીલ અને સુશીલથી વર્ણિત પોતાના અદૃષ્ટને સાંભળીને, ચકિત થતો કદર્ય પ્રસન્ન થઈ રોમાંચિત થઈ ગયો. તીર્થના દેવતાઓને નમસ્કાર કરીને પછી કાલંજર પર્વતને નમસ્કાર કર્યો. અને વનના દેવતાઓને તથા ગુલ્મ, લતા વૃક્ષને નમસ્કાર કર્યો. પછી વિનયથી યુક્ત થઈ વિમાનની પ્રદક્ષિણા કરી મેઘના સમાન શ્યામર્ણ, સુંદર પીતાંબરને ધારણ કરીને તે કદર્ય વિમાન પર સવાર થઈ ગયો.
સંપૂર્ણ દેવતાઓના જોતા ગંધર્વ આદિથી સ્તુત અને કિન્નર આદિકોથી વારંવાર બાજા વગાડવા પર, ઇન્દ્રાદિ દેવતાઓએ પ્રસન્ન થઈને મંદ પુષ્પવૃષ્ટિને કરતા તેનું આદરપૂર્વક પૂજન કર્યું. પછી આનંદથી યુક્ત, યોગીઓને દુર્લભ, ગોપ-ગોપી-ગાયોથી સેવિત, રાસમંડળથી શોભિત ગોલોકને ગયો. જરામૃત્યુ રહિત જે ગોલોકમાં જઈને પ્રાણી શોકનો ભાગી નથી થતો, તે ગોલોકમાં આ ચિત્રશર્મા પુરુષોત્તમ માસના સેવનથી ગયો. વ્યાજથી પુરુષોત્તમ માસના સેવનથી વાનર શરીર છોડીને બે ભુજાધારી મુરલી હાથમાં લીધે પુરુષોત્તમ ભગવાનને જોઈને ખૂબ પ્રસન્ન થયો.
શ્રીનારાયણ બોલ્યા, ‘આ આશ્ચર્યને જોઈને સમસ્ત દેવતા ચકિત થઈ ગયા અને શ્રીપુરુષોત્તમની પ્રશંસા કરતા પોતાના-પોતાના સ્થાનને ગયા.
નારદ મુનિ બોલ્યા, ‘હે તપોધન! આપે દિવસના પ્રથમ ભાગનું કૃત્ય કહ્યું. પુરુષોત્તમ માસના દિવસના પાછલા ભાગમાં થવાવાળા કૃત્યને કેવી રીતે કરવું જોઈએ. હે બોલવાવાળાઓમાં શ્રેષ્ઠ! ગૃહસ્થના ઉપકાર માટે મને કહો. કારણ કે તમારા સમાન મહાત્મા સદા બધાના ઉપકાર માટે વિચરણ કરતા રહે છે.
શ્રીનારાયણ બોલ્યા, ‘પ્રાતઃકાળના કૃત્યને વિધિપૂર્વક સમાપ્ત કરીને, પછી મધ્યાહ્નમાં થવાવાળી સંધ્યાને કરીને, તર્પણને કરે. દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, સિદ્ધ, યક્ષ, સર્ષ, દૈત્ય, પ્રેત, પિશાચ, નાગ આ બધા જે અન્નની ઇચ્છા કરે છે તે બધા મારાથી આપવામાં આવેલા અન્નને ગ્રહણ કરે. પછી પંચમહાયજ્ઞને કરે, તેના પછી ભૂતબલિને કરે અને કાગડો, કૂતરાને શ્લોક વાંચતો બલિ દેવે. આ પ્રકારે કહીને સમસ્ત ભૂતોને પૃથક્-પૃથક્ બલિ દેવે, પછી વિધિપૂર્વક આચમન કરીને પ્રસન્ન થઈને શ્રદ્ધાથી અતિથિ પ્રાપ્તિ માટે ગાય દોહવાના સમય સુધી દરવાજાનું અવલોકન કરે. જો ભાગ્યથી અતિથિ મળી જાય તો બુદ્ધિમાન પ્રથમ વાણીથી સત્કાર કરીને તે અતિથિનું દેવતાના સમાન પૂજન કરે અને યથાશક્તિ અન્ન-જળથી સંતુષ્ટ કરે.
પછી વિધિપૂર્વક બધા વ્યંજનથી યુક્ત સિદ્ધ અન્નથી કાઢીને ભિક્ષુક અને બ્રહ્મચારીને ભિક્ષા દેવે. સંન્યાસી અને બ્રહ્મચારી આ બંને સિદ્ધ અન્નના માલિક છે. આમને અન્ન ન આપીને ભોજન કરવાવાળો ચાંદ્રાયણ વ્રત કરે.
પ્રથમ સંન્યાસીના હાથ પર જળ આપીને ભિક્ષાન્ન દેવે તો તે ભિક્ષાન્ન મેરુ પર્વતના સમાન અને જળ સમુદ્રના સમાન કહેવાયું છે. સંન્યાસીને જે મનુષ્ય સત્કાર કરીને ભિક્ષા આપે છે તેને ગોદાનના સમાન પુણ્ય થાય છે આ વાતને યમરાજ ભગવાને કહ્યું છે. પછી મૌન થઈને પૂર્વમુખ બેસીને શુદ્ધ અને મોટા પાત્રમાં અન્નને રાખીને પ્રશંસા કરતા ભોજન કરે.
પોતાના આસન પર પોતાના વાસણમાં એક વસ્ત્રથી ભોજન ન કરે. સ્વયં આસન પર બેસીને સ્વસ્થચિત્ત, પ્રસન્ન મન થઈને જે મનુષ્ય એકલો જ પોતાના કાંસાના પાત્રમાં ભોજન કરે છે તો તેની આયુ, પ્રજ્ઞા, યશ અને બળ આ ચાર વધે છે.
દિવસમાં, ‘સત્યં ત્વર્તેન પરિષિંચામિ’ રાત્રિમાં, ‘ઋતં વા સત્યેન પરિપિંચામિ’ આ મંત્રથી હાથમાં જળ લઈને નિશ્ચય કરી, ઘી વ્યંજન યુક્ત અન્નનું ભોજન કરે.
ભોજનમાં થી થોડું અન્ન લઈને આ પ્રકારે કહે, ‘ભૂપતયે નમઃ, પ્રથમ કહીને ભુવનપતયે નમઃ, કહે ભૂતાનાં પતયે નમઃ, કહીને ધર્મરાજની બલિ દેવે પછી ચિત્રગુપ્તને આપીને ભૂતોને આપવા માટે આ કહે, જે કોઈ જગ્યાએ સ્થિત, ભૂખ-તરસથી વ્યાકુળ ભૂતોની તૃપ્તિ માટે યથાસુખ આ અક્ષય અન્ન હાવે, પ્રાણાય, અપાનાય, વ્યાનાય, ઉદાનાય તથા સમાનાય કહે.
પ્રણવ પ્રથમ ઉચ્ચાતરણ કરી, અંતમાં સ્વાહા પદ જોડીને ઘીની સાથે પાંચ ગ્રાસ જીભથી પ્રથમ નિગળી જાય, દાંતોથી ન દબાવે. પછી તન્મય થઈને પ્રથમ મધુર ભોજન કરે, નમકના પદાર્થ અને ખાટો પદાર્થ મધ્યમાં, કડવું તીખું ભોજનના અંતમાં ખાય. પુરુષ પ્રથમ દ્રવ પદાર્થ ભોજન કરે, મધ્યમાં કઠિન પદાર્થ ભોજન કરે, અંતમાં ફરીથી પાતળો પદાર્થ ભોજન કરે તો બળ અને આરોગ્યથી રહિત નથી થતો.
મુનિને આઠ ગ્રાસ ભોજન માટે કહ્યું છે. વાનપ્રસ્થાશ્રમીને સોળ ગ્રાસ ભોજન માટે કહ્યું છે. ગૃહસ્થાશ્રમીને ૩૨ ગ્રાસ ભોજન કહ્યું છે અને બ્રહ્મચારીને અપરિમિત ગ્રાસ ભોજન માટે કહ્યું છે.
દ્વિજને શાસ્ત્રના વિરુદ્ધ ભક્ષ્ય ભોજ્ય આદિ પદાર્થોને ન ખાવા જોઈએ. શુષ્ક અને વાસી પદાર્થને વિદ્વાનોએ ખાવાને અયોગ્ય બતાવ્યા છે. ઘી દૂધને છોડીને અન્ય વસ્તુ સશેષ ભોજન કરે. ભોજનના પછી તે શેષને આંગળીઓના અગ્ર ભાગમાં રાખીને અંજલિ જળથી પૂર્ણ કરે. તેનું અડધું જળ પી જાય અને આંગળીઓના અગ્ર ભાગમાં સ્થિત શેષને પૃથ્વીમાં આપીને ઉપરથી અંજલિનું શેષ અડધું જળ. વિદ્વાન તે જ જગ્યાએ આ મંત્રને વાંચતો સિંચન કરે. એવું ન કરવાથી બ્રાહ્મણ પાપનો ભાગી થાય છે, પછી પ્રાયશ્ચિત્ત કરવાથી શુદ્ધ થાય છે.
રૌરવે પૂયનિલયે પદ્માર્બુદનિવાસિનામ્॥
આર્થિનામુદકં દત્તમક્ષય્યમુપતિષ્ઠતુ॥
મંત્રાર્થ, ‘રૌરવ નરકમાં, પીપના ગઢ્ઢામાં પદ્મ અર્બુદ વર્ષ સુધી વાસ કરવાવાળા તથા ઇચ્છા કરવાવાળા માટે મારું આપેલું આ જળ અક્ષય થતું પ્રાપ્ત હો.
મંત્ર વાંચીને જળથી સિંચન કરી દાંતોને શુદ્ધ કરે. આચમન કરી ભીના હાથથી પાત્રને થોડું હટાવીને તે ભોજન સ્થાનથી ઊઠીને, બહાર બેસીને, સ્વસ્થ થઈને, માટી અને જળથી મુખ-હાથને શુદ્ધ કરી, સોળ કોગળા કરી, શુદ્ધ થઈ સુખથી બેસીને આ બે મંત્રોને વાંચતો હાથથી ઉદરને સ્પર્શ કરે.
અગસ્ત્યં કુમ્ભકર્ણં ચ શનિં ચ વડવાનલમ્॥
આહારપરિપાકાર્થં સ્મરેદ્ભીમં ચ પઞ્ચમમ્ ॥
આતાપી મારિતો યેન વાતાપો ચ નિપાતિતઃ॥
સમુદ્રઃ શોષિતો યેન સ મેઽગસ્ત્યઃ પ્રસીદતુ॥
અગસ્ત્ય, કુંભકર્ણ, શનિ, બડવાનલ અને પંચમ ભીમને આહારના પરિપાક માટે સ્મરણ કરે. જેણે આતાપીને માર્યો અને વાતાપીને પણ મારી નાખ્યો, સમુદ્રનું શોષણ કર્યું તે અગસ્ત્ય મારા ઉપર પ્રસન્ન હો.
આના પછી પ્રસન્ન મનથી શ્રીકૃષ્ણ દેવનું સ્મરણ કરે. પછી આચમન કરી તાંબૂલ ભક્ષણ કરે. ભોજન કરીને બેસીને પરબ્રહ્મ શ્રીકૃષ્ણના ઉત્તમ માર્ગના અવિરોધી ઉત્તમ શાસ્ત્રોના વિનોદથી વિચાર કરે. બુદ્ધિમાન અધ્યાત્મવિદ્યાનું શ્રવણ કરે. સર્વથા આજીવિકાથી હીન મનુષ્ય પણ એક મુહૂર્ત સ્વસ્થ મન થઈને શ્રવણ કરે.
જે શ્રવણ કરી ધર્મને જાણે છે, શ્રવણ કરી પાપનો ત્યાગ કરે છે, શ્રવણના પછી મોહની નિવૃત્તિ થાય છે, શ્રવણ કરી જ્ઞાનરૂપી અમૃતને પ્રાપ્ત કરે છે. નીચ પણ શ્રવણ કરવાથી શ્રેષ્ઠ થઈ જાય છે અને શ્રેષ્ઠ પણ શ્રવણથી રહિત થવાથી નીચ થઈ જાય છે. પછી બહાર જઈને યથાસુખ વ્યવહાર આદિ કરે અને સર્વથા સિદ્ધિને આપવાવાળા શ્રીકૃષ્ણ ભગવાનનું મનથી ધ્યાન કરે.
સૂર્યનારાયણના અસ્તાચલ જવાનો સમય હોય ત્યારે તીર્થમાં જઈને અથવા ઘરમાં જ પગ ધોઈને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને, સાયંસન્ધ્યાની ઉપાસના કરે. જે દ્વિજોમાં અધમ, પ્રમાદથી સાયંસન્ધ્યા નથી કરતો તે ગૌવધ પાપનો ભાગી થાય છે અને મરવા પર રૌરવ નરકને જાય છે. ક્યારેક સમયથી ન કરવા પર, સંકટમાં, માર્ગમાં હોય તો દ્વિજશ્રેષ્ઠ અડધી રાતના પહેલાં સાયંસંધ્યાને કરે. જે બ્રાહ્મણ શ્રદ્ધાની સાથે પ્રાતઃ, મધ્યાહન અને સાયંસન્ધ્યાની ઉપાસના કરે છે તેનું તેજ ઘી છોડવાથી અગ્નિના સમાન અત્યંત વધે છે.
સાયંકાળમાં સૂર્યનારાયણના અડધા અસ્ત થવા પર પ્રાણાયામ કરી ‘આપો હિષ્ઠા’, ‘આ મંત્રથી માર્જન કરે. અને સાયંકાળ ‘અગ્નિશ્ચ મા॰-‘ આ મંત્રથી આચમન કરે અને પ્રાતઃકાળ ‘સૂર્યશ્ચ મા॰-‘ આ મંત્રથી આચમન કરે. પશ્ચિમ મુખ બેસીને મૌન તથા સમાહિત મન થઈને, પ્રણય અને વ્યાહૃતિ સહિત ગાયત્રી મંત્રનો રુદ્રાક્ષની માળા લઈને તારાના ઉદય થવા સુધી જપ કરે. વરુણ સંબંધી ઋચાઓથી સૂર્યનારાયણનું ઉપસ્થાન કરી, પ્રદક્ષિણા કરતો દિશાઓને તથા પૃથક્-પૃથક્ દિશાઓના સ્વામીને નમસ્કાર કરે.
સાયં સંધ્યાની ઉપાસના કરી અગ્નિમાં આહુતિ આપીને ભૃત્યવર્ગોની સાથે અલ્પ ભોજન કરે. પછી થોડો સમય સુધી બેસી જાય. સાયંકાળ અને પ્રાતઃકાળ ભોજનની ઇચ્છા ન થવા પર પણ વૈશ્વદેવ અને બલિ કર્મ સદા કરવા જોઈએ. જો નથી કરતો તો પાતકી થાય છે. સાંજે ભોજન કરી બેસવાના પછી ગૃહસ્થાશ્રમી હાથ-પગ ધોઈને તકિયા સહિત કોમળ શય્યા પર જાય. પોતાના ઘરમાં પૂર્વની તરફ શિર કરીને શયન કરે, સસરાના ઘરમાં દક્ષિણની તરફ શિર કરીને શયન કરે, પરદેશમાં પશ્ચિમની તરફ શિર કરીને શયન કરે, પરંતુ ઉત્તરની તરફ શિર કરીને ક્યારેય શયન ન કરે. રાત્રિસૂક્તનો જપ કરે અને સુખશાયી દેવતાઓનું સ્મરણ કરી અવિનાશી વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરી, સ્વસ્થચિત્ત હોઈ, રાત્રિમાં શયન કરે.
અગસ્ત્ય, માધવ, મહાબલી મુચુકુન્દ, કપિલ, આસ્તીક મુનિ આ પાંચ સુખશાયી કહેવાયા છે. માંગલિક જળથી પૂર્ણ ઘટને શિરના પાસે રાખીને વૈદિક અને ગારુડ મંત્રોથી રક્ષા કરીને શયન કરે. ઋતુકાળમાં સ્ત્રીના પાસે જાય અને સદા પોતાની સ્ત્રીથી પ્રેમ કરે, વ્રતી રતિની કામનાથી પર્વને છોડીને પોતાની સ્ત્રીના પાસે જાય. પ્રદોષ અને પ્રદોષના પાછલા પ્રહરમાં વેદાભ્યાસ કરીને સમય વ્યતીત કરે. પછી બે પ્રહર શયન કરવાવાળો બ્રહ્મતુલ્ય થવાને યોગ્ય હોય છે.
આ બધું પ્રતિદિનના સમસ્ત કૃત્યસમુદાયને કહ્યું. ગૃહસ્થાશ્રમી સારી રીતે આને કરે અને આ જ ગૃહસ્થાશ્રમનું લક્ષણ છે. અહિંસા, સત્ય વચન, સમસ્ત પ્રાણી પર દયા, શાંતિ યથાશક્તિ દાન કરવું, ગૃહસ્થાશ્રમનો ધર્મ કહ્યો છે. પર સ્ત્રીથી ભોગ ન કરવો, પોતાની ધર્મપત્નીની રક્ષા કરવી, વિના આપેલી વસ્તુને નથી લેવી, શહદ, માંસને નથી ખાવા. આ પાંચ પ્રકારનો ધર્મ ખૂબ શાખાવાળો, સુખ આપવાવાળો છે. શરીરથી થવાવાળા ધર્મને ઉત્તમ પ્રાણીઓને કરવો જોઈએ.
શ્રીનારાયણ બોલ્યા, ‘સંપૂર્ણ વેદોમાં કહેલું આ ઉત્તમ ચરિત્ર ગૃહસ્થાશ્રમનું લક્ષણ છે. હે મુને! આને લોકના હિત માટે સંક્ષેપમાં લક્ષણની સાથે આપને મેં સારી રીતે કહ્યું.
ઇતિ શ્રીબૃહન્નારદીયપુરાણે પુરુષોત્તમમાસમાહાત્મ્યે એકોનત્રિંશોઽધ્યાયઃ ॥૨૯॥
આજનું પંચાંગ 25 જુલાઈ 2026
શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે
સંબંધિત લેખ

પુરુષોત્તમ માસનું મહત્વ
પુરુષોત્તમ માસ, જે પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, તે શ્રી કૃષ્ણના વરદાનથી વિશેષ મહત્વ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં તપ, પૂજા, દાન, કથા શ્રવણથી અનંત પુણ્ય…

Purushottam Maas Katha: Adhyaya 4 | पुरुषोत्तम मास कथा: अध्याय 4 |
અધિમાસ, શરણાગતિ સ્વીકારીને, ભગવાન વિષ્ણુ સમક્ષ અપમાનિત થવાના પોતાના દુ:ખ અને વેદનાનું વર્ણન કરે છે. કરુણાથી પ્રેરાઈને, ભગવાન વિષ્ણુ અધિમાસને સ્વીકારે છે અને તેને ખાતરી આપે છે. શ્રી નારાયણે કહ્યું,...

Purushottam Maas Katha: Adhyaya 10 | पुरुषोत्तम मास कथा: अध्याय 10
દુર્વાસા મુનિએ કન્યાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું, પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો. પછી, દુર્વાસાએ તેને શ્રાપ આપવાને બદલે, શિવની તપસ્યા કરવાની સલાહ આપી. નારદ…

Purushottam Maas Katha: Adhyaya 11 | पुरुषोत्तम मास कथा: अध्याय 11
કથામાં એક તપસ્વી કન્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજીએ તેને પાંચ પતિનું વરદાન આપ્યું, પરંતુ કન્યાએ તેને અસ્વીકાર કરી દીધો, અને પુરુષોત્તમ માસ…

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૨
આ કથા પુરુષોત્તમ માસના મહાત્મ્ય અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો પર આધારિત છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે જ્યારે શિવજી ગયા, ત્યારે તપસ્વિની કન્યા પર શું વીતી. શ્રી...

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૧૩
આ અંશમાં ઋષિ રાજા દ્રઢધનવા ની કથા કહે છે, જે પોતાની સમૃદ્ધિ પર વિચાર કરતી વખતે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે દિવ્ય ઉપદેશો દ્વારા પરિવર્તનનો અનુભવ કરે છે.