Purushottam Mas Katha: Adhyaya 7 | पुरुषोत्तम मास कथा: अध्याय 7
ભગવાન શ્રીકૃષ્ણે મલમાસને “પુરુષોત્તમ માસ” નામ આપીને સર્વોચ્ચ સ્થાન આપ્યું. આ માસમાં જપ, દાન, સ્નાન અને પૂજાથી ભક્તોને અસીમ પુણ્ય અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
સૂતજી બોલ્યા – હે તપોધન! આપ લોકોએ જે પ્રશ્ન કર્યો છે તે જ પ્રશ્ન નારદે નારાયણને કર્યો હતો તો નારાયણે જે ઉત્તર આપ્યો તે જ હું આપ લોકોને કહું છું.
નારદજી બોલ્યા – વિષ્ણુએ અધિકમાસનું અપાર દુઃખ નિવેદન કરીને જ્યારે મૌન ધારણ કર્યું ત્યારે હે બદરીપતે! પુરુષોત્તમે શું કર્યું? તો આ સમયે આપ અમને કહો.
શ્રીનારાયણ બોલ્યા – હે વત્સ! ગોલોકનાથ શ્રીકૃષ્ણે વિષ્ણુ પ્રત્યે જે કહ્યું તે અત્યંત ગુપ્ત છે પરંતુ ભક્ત, આસ્તિક, સેવક, દંભરહિત, અધિકારી પુરુષને કહેવું જોઈએ. આથી હું બધું કહું છું, સાંભળો.
આ આખ્યાન સત્કીર્તિ, પુણ્ય, યશ, સુપુત્રનો દાતા, રાજાને વશમાં કરનાર છે અને દરિદ્રતાને નાશ કરનાર તેમજ મોટા પુણ્યોથી સાંભળવા મળે છે. જે પ્રકારે આને સાંભળે તે જ પ્રકારે અનન્ય ભક્તિથી સાંભળેલા કર્મોને કરવા પણ જોઈએ.
શ્રીપુરુષોત્તમ બોલ્યા – હે વિષ્ણો! આપે બહુ સારું કર્યું જે મલમાસને લઈને અહીં આવ્યા. એથી આપ લોકમાં કીર્તિ પામશો. આપે જેનો ઉદ્ધાર સ્વીકાર કર્યો, તેને અમે જ સ્વીકાર કર્યો, એવું સમજો. આથી આને અમે પોતાના સમાન સર્વોપરી કરીશું. ગુણોથી, કીર્તિના અનુભાવથી, ષડૈશ્વર્યથી, પરાક્રમથી, ભક્તોને વરદાન દેવાથી અને બીજા જે મારા ગુણ છે, તેનાથી હું પુરુષોત્તમ જેમ લોકમાં પ્રસિદ્ધ છું.
તેવી જ રીતે આ મલમાસ પણ લોકમાં પુરુષોત્તમ કરીને પ્રસિદ્ધ થશે. મારામાં જેટલા ગુણ છે તે બધા આજથી મેં આને આપી દીધા. પુરુષોત્તમ જે મારું નામ લોક તથા વેદમાં પ્રસિદ્ધ છે, તે પણ આપની પ્રસન્નતાનો અર્થ આજે મેં આને આપી દીધો. હે મધુસૂદન! આજથી હું આ અધિકમાસનો સ્વામી પણ થયો.
આના પુરુષોત્તમ આ નામથી આખું જગત પવિત્ર થશે. મારી સમાનતા પામીને આ અધિકમાસ બધા માસોનો રાજા થશે. આ અધિકમાસ જગતપૂજ્ય તેમજ જગતથી વંદના કરાવવાને યોગ્ય થશે. આની પૂજા અને વ્રત જે કરશે તેમના દુઃખ અને દરિદ્રતાનો નાશ થશે. ચૈત્રાદિ બધા માસ સકામ છે આને અમે નિષ્કામ કર્યો છે. આને અમે પોતાના સમાન સમસ્ત પ્રાણીઓને મોક્ષ દેવાવાળો બનાવ્યો છે. જે પ્રાણી સકામ અથવા નિષ્કામ થઈને અધિકમાસનું પૂજન કરશે તે પોતાના બધા કર્મોને ભસ્મ કરી નિશ્ચય મને પ્રાપ્ત થશે.
જે પરમ પદ-પ્રાપ્તિ માટે મોટા ભાગ્યવાળા, યતિ, બ્રહ્મચારી લોકો તપ કરે છે અને મહાત્મા લોકો નિરાહાર વ્રત કરે છે તેમજ દૃઢવ્રત લોકો ફળ, પાંદડા, વાયુ-ભક્ષણ કરી રહે છે અને કામ, ક્રોધ રહિત જિતેન્દ્રિય રહે છે તે, અને વર્ષાકાળમાં મેદાનમાં રહેવાવાળા, ટાઢમાં ઠંડી, ગરમીમાં તડકો સહન કરવાવાળા, મારા પદ માટે યત્ન કરતા રહે છે, હે ગરુડધ્વજ! તો પણ તે મારા અવ્યય પરમ પદને નથી પ્રાપ્ત થતા, પરંતુ પુરુષોત્તમના ભક્ત એક માસના જ વ્રતથી વિના પરિશ્રમ જરા, મૃત્યુ રહિત તે પરમ પદને પામી લેશે.
આ અધિકમાસ વ્રત સંપૂર્ણ સાધનોમાં શ્રેષ્ઠ સાધન છે અને સમસ્ત કામનાઓના ફળની સિદ્ધિને દેવાવાળું છે. આથી આ પુરુષોત્તમ માસનું વ્રત બધાએ કરવું જોઈએ. હળથી ખેતરમાં વાવેલા બીજ જેમ કરોડો ગણા વધે છે તે રીતે મારા પુરુષોત્તમ માસમાં કરેલું પુણ્ય કરોડો ગણું અધિક હોય છે.
કોઈ ચાતુર્માસ્યાદિ યજ્ઞ કરવાથી સ્વર્ગમાં જાય છે, તે પણ ભોગોને ભોગવીને પૃથ્વી પર આવે છે. પરંતુ જે પુરુષ આદરથી વિધિપૂર્વક અધિકમાસનું વ્રત કરે છે તે પોતાના સમસ્ત કુળનો ઉદ્ધાર કરી મારામાં મળી જાય છે એમાં સંશય નથી. મને પ્રાપ્ત થઈને પ્રાણી ફરી જન્મ, મૃત્યુ, ભયથી યુક્ત તેમજ આધી, વ્યાધિ અને જરાથી ગ્રસ્ત સંસારમાં ફરી નથી આવતો. જ્યાં જઈને ફરી પતન નથી થતું તે મારું પરમ ધામ છે, એવું જે વેદોનું વચન છે તે સત્ય છે, અસત્ય કેવી રીતે હોઈ શકે?
આ અધિકમાસ અને એનો સ્વામી હું જ છું અને મેં જ આને બનાવ્યો છે અને પુરુષોત્તમ આ જે મારું નામ છે તે પણ મેં આને આપી દીધું છે. આથી એના ભક્તોની મને દિવસ-રાત ચિંતા બની રહે છે. એના ભક્તોની મનોકામનાઓને મારે જ પૂર્ણ કરવી પડે છે. ક્યારેક-ક્યારેક મારા ભક્તોનો અપરાધ પણ ગણતરીમાં આવી જાય છે, પરંતુ પુરુષોત્તમ માસના ભક્તોનો અપરાધ હું ક્યારેય નથી ગણતો.
હે વિષ્ણો! મારી આરાધનાથી મારા ભક્તોની આરાધના કરવી મને પ્રિય છે. મારા ભક્તોની કામના પૂર્ણ કરવામાં મને ક્યારેક વાર પણ થઈ જાય છે, પરંતુ મારા માસના જે ભક્ત છે તેમની કામના પૂર્ણ કરવામાં મને ક્યારેય પણ વિલંબ નથી થતો. મારા માસના જે ભક્ત છે તે મારા અત્યંત પ્રિય છે. જે મનુષ્ય આ અધિકમાસમાં જપ, દાન નથી કરતા તે મહામૂર્ખ છે અને જે પુણ્ય કર્મરહિત પ્રાણી સ્નાન પણ નથી કરતા તેમજ દેવતા, તીર્થ દ્વિજોથી દ્વેષ કરે છે.
તે દુષ્ટ અભાગી અને બીજાના ભાગ્યથી જીવન ચલાવવાવાળા હોય છે. જે પ્રકારે સસલાના શીંગડા કદાપિ નથી હોતા તે જ રીતે અધિકમાસમાં સ્નાનાદિ ન કરવાવાળાઓને સ્વપ્નમાં પણ સુખ પ્રાપ્ત નથી થતું. જે મૂર્ખ મારા પ્રિય મલમાસનો નિરાદર કરે છે અને મલમાસમાં ધર્માચરણ નથી કરતા તે સર્વદા નરકગામી હોય છે.
દર ત્રીજા વર્ષે પુરુષોત્તમ માસ પ્રાપ્ત થવા પર જે પ્રાણી ધર્મ નથી કરતા તે કુંભીપાક નરક માં પડે છે, અને આ લોકમાં દુઃખ રૂપ અગ્નિમાં બેઠેલા સ્ત્રી, પુત્ર, પૌત્ર આદિકોથી ઉત્પન્ન મોટા ભારે દુઃખોને ભોગવે છે. જે પ્રાણીઓને આ મારો પુણ્યતમ પુરુષોત્તમ માસ અજ્ઞાનથી વ્યતીત થઈ જાય તે પ્રાણી કેવી રીતે સુખોને ભોગવી શકે?
જે ભાગ્યશાળી સ્ત્રીઓ સૌભાગ્ય અને પુત્ર-સુખ ચાહવાની ઇચ્છાથી અધિકમાસમાં સ્નાન, દાન, પૂજનાદિ કરે છે, તેમને સૌભાગ્ય, સંપૂર્ણ સંપત્તિ અને પુત્રાદિ આ અધિકમાસ આપે છે. જેમનો આ મારા નામવાળો પુરુષોત્તમ માસ દાનાદિથી રહિત વીતી જાય છે, તેમના અનુકૂળ હું નથી રહેતો અને ન તેમને પતિ-સુખ પ્રાપ્ત થાય છે, ભાઈ, પુત્ર, ધનોનું સુખ તો તેને સ્વપ્નમાં પણ દુર્લભ છે. આથી વિશેષ કરીને બધા પ્રાણીઓને અધિકમાસમાં સ્નાન, પૂજા, જપ આદિ અને વિશેષ કરીને શક્તિ અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ.
જે મનુષ્ય આ પુરુષોત્તમ માસમાં ભક્તિપૂર્વક મારું પૂજન કરે છે તે ધન, પુત્ર અને અનેક સુખોને ભોગવીને ફરી ગોલોકના વાસી હોય છે. મારી આજ્ઞાથી બધા જન મારા અધિકમાસનું પૂજન કરશે. મેં બધા માસોથી ઉત્તમ માસ આને બનાવ્યો છે. એટલા માટે અધિકમાસની ચિંતા ત્યાગ કરીને હે રમાપતે! આપ આ અતુલનીય પુરુષોત્તમ માસને સાથે લઈને પોતાના વૈકુણ્ઠમાં જાઓ.
શ્રીનારાયણ બોલ્યા – આ પ્રકારે ભગવાન શ્રીકૃષ્ણના મુખથી રસિક વચન શ્રવણ કરી વિષ્ણુ, અત્યંત પ્રસન્નતાપૂર્વક આ મલમાસને પોતાની સાથે લઈને, નૂતન જલધરના સમાન શ્યામ ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કરી, ગરુડ પર સવાર થઈ ઝડપથી વૈકુણ્ઠ પ્રતિ ચાલી નીકળ્યા.
ઇતિ શ્રીબૃહન્નારદીયે પુરુષોત્તમમાસમાહાત્મ્યે સપ્તમોऽધ્યાયઃ ॥૭॥
આજનું પંચાંગ 25 જુલાઈ 2026
શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે
સંબંધિત લેખ

Purushottam Mas Katha: Adhyaya 1 | पुरुषोत्तम मास कथा: अध्याय 1
યજ્ઞ માટે ભેગા થયેલા ઋષિઓ વચ્ચે નૈમિષારણ્યમાં આધ્યાત્મિક સંવાદનું વર્ણન, સુતજી અને શુકદેવજીનું સ્વાગત, તેમની દિવ્યતા અને ભક્તિ, જ્ઞાન અને યાત્રાનું મહત્વ. ભક્તો માટે ઇચ્છા પૂર્ણ કરતા વૃક્ષની જેમ...

Purushottam Mas Katha: Adhyaya 2 | पुरुषोत्तम मास कथा: अध्याय 2
સુત ગોસ્વામીએ નારાયણ દ્વારા નારદને કહેલા પુરુષોત્તમ માસના મહિમા ઋષિઓને સંભળાવ્યા. આ મહિનો, ભગવાન પ્રત્યે ભક્તિ, ઉપવાસ અને દાન દ્વારા, પાપોનો નાશ કરે છે અને મુક્તિ તરફ દોરી જાય છે...

Purushottam Mas Katha: Adhyaya 3 | पुरुषोत्तम मास कथा: अध्याय 3
અધિમાસે નિંદા અને લાચારી અનુભવીને ભગવાન વિષ્ણુનો આશ્રય લીધો. તેમણે પોતાની દુર્દશા વર્ણવી, અને ભગવાને તેમને આશ્વાસન આપતાં તેમનું સન્માન કરવાનું વચન આપ્યું. ઋષિઓએ કહ્યું, 'હે...

Purushottam Mas Katha: Adhyaya 5 | पुरुषोत्तम मास कथा: अध्याय 5
અધિક માસના દુઃખથી વ્યથિત, ભગવાન વિષ્ણુ અધિક માસને લઈને શ્રીકૃષ્ણના ગોલોક પહોંચ્યા. શ્રીકૃષ્ણે અધિક માસને સ્વીકારતા તેને "પુરુષોત્તમ માસ" નું સન્માન આપ્યું, તેનું દુઃખ હરી લીધું...

Purushottam Mas Katha: Adhyaya 6 | पुरुषोत्तम मास कथा: अध्याय 6
ભગવાન વિષ્ણુ અધિકમાસના દુઃખને લઈને ગોલોકમાં શ્રીકૃષ્ણ પાસે ગયા. શ્રીકૃષ્ણે અધિકમાસના દુઃખને દૂર કરીને તેને સર્વોત્તમ "પુરુષોત્તમ માસ" નો દરજ્જો આપ્યો. નારદજી બોલ્યા...

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૮
સૂતજી બોલ્યા, ‘હે તપોધન! વિષ્ણુ અને શ્રીકૃષ્ણના સંવાદને સાંભળી સંતુષ્ટમન નારદ, નારાયણથી પુનઃ પ્રશ્ન કરવા લાગ્યા. નારદજી બોલ્યા, ‘હે પ્રભો! જ્યારે વિષ્ણુ વૈકુંઠ ચાલ્યા ગયા ત્યારે પછી…'