पुरुषोत्तम मास माहात्म्य कथा

Purushottam Mas Katha: Adhyaya 6 | पुरुषोत्तम मास कथा: अध्याय 6

Tilak Kathayein12 Jan 2025232 views
ભગવાન વિષ્ણુ અધિકમાસના દુઃખને લઈને ગોલોકમાં શ્રીકૃષ્ણ પાસે ગયા. શ્રીકૃષ્ણે અધિકમાસના દુઃખને દૂર કરીને તેને સર્વોત્તમ "પુરુષોત્તમ માસ" નો દરજ્જો આપ્યો. નારદજી બોલ્યા...

ભગવાન વિષ્ણુ અધિકમાસના દુઃખને લઈને ગોલોકમાં શ્રીકૃષ્ણ પાસે ગયા. શ્રીકૃષ્ણે અધિકમાસના દુઃખને દૂર કરી તેને સર્વોત્તમ “પુરુષોત્તમ માસ”નો દરજ્જો આપ્યો.

નારદજી બોલ્યા – ભગવાન ગોલોકમાં જઈને શું કરે છે? હે પાપરહિત! મારા શ્રોતા ઉપર કૃપા કરીને કહો.

શ્રીનારાયણ બોલ્યા – હે નારદ! પાપરહિત! અધિકમાસને લઈને ભગવાન વિષ્ણુના ગોલોક જવા પર જે ઘટના થઈ તે અમે કહીએ છીએ, સાંભળો..

તે ગોલોકની અંદર મણિઓના થાંભલાઓથી સુશોભિત, સુંદર પુરુષોત્તમના ધામને દૂરથી ભગવાન વિષ્ણુ જુએ છે. તે ધામના તેજથી બંધ થયેલા નેત્રોવાળા વિષ્ણુ ધીરે-ધીરે નેત્ર ખોલીને અને અધિકમાસને પોતાના પાછળ કરી ધીરે-ધીરે ધામની તરફ જાય છે. અધિકમાસની સાથે ભગવાનના મંદિરની પાસે જઈને વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા અને ઊઠીને ઊભેલા દ્વારપાળોથી અભિનંદિત ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ ભગવાનની શોભાથી આનંદિત થઈને ધીરે-ધીરે મંદિરમાં ગયા અને ભીતર જઈને જલ્દી જ શ્રીપુરુષોત્તમ કૃષ્ણને નમસ્કાર કરે છે

ગોપીઓના મંડળના મધ્યમાં રત્નમય સિંહાસન પર બેઠેલા કૃષ્ણને નમસ્કાર કરી પાસે ઊભા રહીને વિષ્ણુ બોલ્યા.

શ્રીવિષ્ણુ બોલ્યા – ગુણોથી અતીત, ગોવિંદ, અદ્વિતીય, અવિનાશી, સૂક્ષ્મ, વિકાર રહિત, વિગ્રહવાન, ગોપોના વેશના વિધાયક, નાની અવસ્થાવાળા, શાંત સ્વરૂપ, ગોપીઓના પતિ, મોટા સુંદર, નૂતન મેઘના સમાન શ્યામ, કરોડો કામદેવના સમાન સુંદર, વૃંદાવનની અંદર રાસમંડળમાં બેસવાવાળા પીળા રંગના પીતાંબરથી શોભિત, સૌમ્ય, ભ્રમરોને ચઢાવવા પર મસ્તકમાં ત્રણ રેખા પડવાથી સુંદર આકૃતિવાળા, રાસલીલાના સ્વામી, રાસલીલામાં રહેવાવાળા, રાસલીલા કરવામાં હંમેશાં ઉત્સુક, બે ભુજાવાળા, મુરલીધર, પીતવસ્ત્રધારી, અચ્યુત, એવા ભગવાનની હું વંદના કરું છું.
આ પ્રકારે સ્તુતિ કરીને ભગવાન શ્રીકૃષ્ણને નમસ્કાર કરી, પાર્ષદો દ્વારા સત્કૃત વિષ્ણુ રત્નતસિંહાસન પર કૃષ્ણની આજ્ઞાથી બેઠા.

શ્રીનારાયણ બોલ્યા – આ વિષ્ણુનું કરેલું સ્તોત્ર પ્રાતઃકાળ ઊઠીને જે વાંચે છે તેના સમસ્ત પાપ નાશ થઈ જાય છે અને અનિષ્ટ સ્વપ્ન પણ સારા ફળને આપે છે, અને પુત્રપૌત્રાદિને વધારવાવાળી ભક્તિ શ્રીગોવિંદમાં થાય છે, આકીર્તિનો નાશ થઈને સત્કીર્તિની વૃદ્ધિ થાય છે.

ભગવાન વિષ્ણુ બેસી ગયા અને કૃષ્ણના આગળ કાંપતા અધિકમાસને કૃષ્ણના ચરણ કમળોમાં નમન કરાવે છે.
ત્યારે શ્રીકૃષ્ણે વિષ્ણુને પૂછ્યું કે આ કોણ છે? ક્યાંથી અહીં આવ્યો છે? કેમ રડે છે? આ ગોલોકમાં તો કોઈ પણ દુઃખભાગી હોતું નથી. આ ગોલોકમાં રહેવાવાળા તો સર્વદા આનંદમાં મગ્ન રહે છે. આ લોકો તો સ્વપ્નમાં પણ દુષ્ટવાર્તા અથવા દુઃખભર્યા સમાચાર સાંભળતા જ નથી. આથી હે વિષ્ણો! આ કેમ કાંપે છે અને આંખોથી આંસુ વહાવતા દુઃખિત અમારા સમક્ષ કયા માટે ઊભો છે?

શ્રીનારાયણ બોલ્યા – નવીન મેઘના સમાન શ્યામસુંદર, ગોલોકના નાથનું વચન સાંભળી, સિંહાસનથી ઊઠીને મહાવિષ્ણુ મલમાસની સંપૂર્ણ દુઃખ-ગાથા કહેતા બોલ્યા.

શ્રીવિષ્ણુ બોલ્યા – હે વૃંદાવનની શોભાના નાથ! હે શ્રીકૃષ્ણ! હે મુરલીધર! આ અધિકમાસના દુઃખને તમારા સામે કહું છું, આપ સાંભળો. તેના દુઃખિત થવાના કારણે જ સ્વામી રહિત અધિકમાસને લઈને હું આપની પાસે આવ્યો છું, તેના ઉગ્ર દુઃખરૂપ અગ્નિને આપ શાંત કરો. આ અધિકમાસ સૂર્યની સંક્રાંતિથી રહિત છે, મલિન છે, શુભકર્મમાં સર્વદા વર્જિત છે. સ્વામી રહિત માસમાં સ્નાન આદિ ન કરવું જોઈએ, એવું કહીને વનસ્પતિ આદિકોએ તેનો નિરાદર કર્યો છે.

દ્વાદશ માસ, કલા, ક્ષણ, અયન, સંવત્સર આદિ સેશ્વરોએ પોતાના-પોતાના સ્વામીના ગર્વથી તેનો અત્યંત નિરાદર કર્યો. આ જ દુઃખાઅગ્નિથી બળેલું આ મરવા માટે તૈયાર થયું, ત્યારે અન્ય દયાળુ વ્યક્તિઓ દ્વારા પ્રેરિત થઈને, હે હૃષીકેશ! શરણ ચાહવાની ઇચ્છાથી અમારી પાસે આવ્યું અને કાંપતા-કાંપતા ઘડી-ઘડી રડતા-રડતા પોતાનું બધું દુઃખજાળ તેણે કહ્યું. તેનું આ મોટું ભારે દુઃખ તમારા વિના ટળી શકે તેમ નથી, આથી આ નિરાશ્રયનો હાથ પકડીને આપની શરણમાં લાવ્યો છું

બીજાઓનું દુઃખ આપ સહન નથી કરી શકતા એવું વેદ જાણવાવાળા લોકો કહે છે. આથી જ આ દુઃખિતને કૃપા કરીને સુખ પ્રદાન કરો.
હે જગત્પતે! – આપના ચરણકમળોમાં પ્રાપ્ત પ્રાણી શોકનો ભાગી નથી હોતો એવું વેદ જાણવાવાળાઓનું કહેવું કેવી રીતે મિથ્યા હોઈ શકે છે? મારા ઉપર કૃપા કરીને પણ તેનું દુઃખ દૂર કરવું આપનું કર્તવ્ય છે કારણ કે બધા કામ છોડીને એને લઈને હું આવ્યો છું મારું આવવું સફળ કરો. ‘વારંવાર સ્વામીના સામે ક્યારેય પણ કોઈ વિષય ન કહેવો જોઈએ’ એવી નીતિના જાણવાવાળા મોટા-મોટા પંડિત હંમેશાં કહેતા હોય છે.

આ પ્રકારે અધિકમાસનું બધું દુઃખ ભગવાન કૃષ્ણથી કહીને હરિ, કૃષ્ણના મુખકમળની તરફ જોતા કૃષ્ણની પાસે જ હાથ જોડીને ઊભા રહી ગયા.

ઋષિ લોકો બોલ્યા – હે સૂતજી! આપ દાતાઓમાં શ્રેષ્ઠ છો આપની દીર્ઘાયુ હો, જેનાથી અમે લોકો આપના મુખથી ભગવાનની લીલાના કથારૂપ અમૃતનું પાન કરતા રહીએ. હે સૂત! ગોલોકવાસી ભગવાન કૃષ્ણે વિષ્ણુના પ્રતિ ફરી શું કહ્યું? અને શું કર્યું? ઇત્યાદિ લોકોપકારક વિષ્ણુ-કૃષ્ણનો સંવાદ બધું આપ અમને લોકોને કહો.

પરમ ભગવદ્ભક્ત નારદે નારાયણથી શું પૂછ્યું? હે સૂત! આને આપ આ સમયે અમને લોકોને કહો. નારદના પ્રતિ કહેલું ભગવાનનું વચન તપસ્વીઓના માટે પરમ ઔષધ છે.

ઇતિ શ્રીબૃહન્નારદીયે પુરુષોત્તમમાસમાહાત્મ્યે ષષ્ઠોऽધ્યાયઃ ॥૬॥

🕉

આજનું પંચાંગ 8 સપ્ટેમ્બર 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

Purushottam Mas Katha: Adhyaya 1 | पुरुषोत्तम मास कथा: अध्याय 1
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Mas Katha: Adhyaya 1 | पुरुषोत्तम मास कथा: अध्याय 1

યજ્ઞ માટે ભેગા થયેલા ઋષિઓ વચ્ચે નૈમિષારણ્યમાં આધ્યાત્મિક સંવાદનું વર્ણન, સુતજી અને શુકદેવજીનું સ્વાગત, તેમની દિવ્યતા અને ભક્તિ, જ્ઞાન અને યાત્રાનું મહત્વ. ભક્તો માટે ઇચ્છા પૂર્ણ કરતા વૃક્ષની જેમ...

12 Jan 2025325
Purushottam Mas Katha: Adhyaya 2 | पुरुषोत्तम मास कथा: अध्याय 2
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Mas Katha: Adhyaya 2 | पुरुषोत्तम मास कथा: अध्याय 2

સુત ગોસ્વામીએ નારાયણ દ્વારા નારદને કહેલા પુરુષોત્તમ માસના મહિમા ઋષિઓને સંભળાવ્યા. આ મહિનો, ભગવાન પ્રત્યે ભક્તિ, ઉપવાસ અને દાન દ્વારા, પાપોનો નાશ કરે છે અને મુક્તિ તરફ દોરી જાય છે...

12 Jan 2025193
Purushottam Mas Katha: Adhyaya 3 | पुरुषोत्तम मास कथा: अध्याय 3
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Mas Katha: Adhyaya 3 | पुरुषोत्तम मास कथा: अध्याय 3

અધિમાસે નિંદા અને લાચારી અનુભવીને ભગવાન વિષ્ણુનો આશ્રય લીધો. તેમણે પોતાની દુર્દશા વર્ણવી, અને ભગવાને તેમને આશ્વાસન આપતાં તેમનું સન્માન કરવાનું વચન આપ્યું. ઋષિઓએ કહ્યું, 'હે...

12 Jan 2025307
Purushottam Mas Katha: Adhyaya 5 | पुरुषोत्तम मास कथा: अध्याय 5
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Mas Katha: Adhyaya 5 | पुरुषोत्तम मास कथा: अध्याय 5

અધિક માસના દુઃખથી વ્યથિત, ભગવાન વિષ્ણુ અધિક માસને લઈને શ્રીકૃષ્ણના ગોલોક પહોંચ્યા. શ્રીકૃષ્ણે અધિક માસને સ્વીકારતા તેને "પુરુષોત્તમ માસ" નું સન્માન આપ્યું, તેનું દુઃખ હરી લીધું...

12 Jan 2025290
Purushottam Mas Katha: Adhyaya 7 | पुरुषोत्तम मास कथा: अध्याय 7
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

Purushottam Mas Katha: Adhyaya 7 | पुरुषोत्तम मास कथा: अध्याय 7

ભગવાન શ્રીકૃષ્ણે મલમાસને "પુરુષોત્તમ માસ" નામ આપીને સર્વોચ્ચ સ્થાન આપ્યું. આ માસમાં જપ, દાન, સ્નાન અને પૂજાથી ભક્તોને અસીમ પુણ્ય અને મોક્ષ પ્રાપ્ત થાય છે.

12 Jan 2025273
Purushottam Mas Katha: Adhyaya 8 | पुरुषोत्तम मास कथा: अध्याय 8
પુરુષોત્તમ માસ માહાત્મ્ય કથા

પુરુષોત્તમ માસ કથા: અધ્યાય ૮

સૂતજી બોલ્યા, ‘હે તપોધન! વિષ્ણુ અને શ્રીકૃષ્ણના સંવાદને સાંભળી સંતુષ્ટમન નારદ, નારાયણથી પુનઃ પ્રશ્ન કરવા લાગ્યા. નારદજી બોલ્યા, ‘હે પ્રભો! જ્યારે વિષ્ણુ વૈકુંઠ ચાલ્યા ગયા ત્યારે પછી…'

12 Jan 2025256