भागवद गीता

Chapter 1 : Arjuna Vishada Yoga – अध्याय १: अर्जुनविषादयोग

Tilak Kathayein29 Jul 2021200 views
Chapter 1 : Arjuna Vishada Yoga – अध्याय १: अर्जुनविषादयोग
ધૃતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકત્ર થયેલા, યુદ્ધની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? ...

ધૃતરાષ્ટ્ર ઉવાચ: ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ । મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સઞ્જય ।।

ધૃતરાષ્ટ્ર બોલ્યા- હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકત્રિત, યુદ્ધની ઇચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું ? ॥૧॥

સઞ્જય ઉવાચ: દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા । આચાર્યમુપસઙ્ગમ્ય રાજા વચનમબ્રવીત્ ।।

સંજય બોલ્યા- તે સમયે રાજા દુર્યોધને વ્યૂહરચનાયુક્ત પાંડવોની સેનાને જોઈને અને દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યું ॥ ૨ ॥

પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ્ । વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ।।

હે આચાર્ય ! તમારા બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યૂહાકાર ઊભી કરેલી પાંડુપુત્રોની આ મોટી સેનાને જુઓ ॥ ૩ ॥

અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ । યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ॥

ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન્ । પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુઙ્ગવઃ ॥

યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન્ । સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ।।

આ સેનામાં મોટા-મોટા ધનુષોવાળા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન સમાન શૂરવીર સાત્યકિ અને વિરાટ તથા મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ અને ચેકિતાન તથા બળવાન કાશિરાજ, પુરુજિત્, કુન્તિભોજ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચે પુત્રો-આ બધા મહારથી છે ॥ ૪-૬ ॥

અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ । નાયકા મમ સૈન્યસ્ય સઞ્જ્ઞાર્થં તાન્ બ્રવીમિ તે ।।

હે બ્રાહ્મણશ્રેષ્ઠ ! પોતાના પક્ષમાં પણ જે પ્રધાન છે, તેમને આપ સમજી લો. આપની જાણકારી માટે મારી સેનાના જે-જે સેનાપતિ છે, તેમને બતાવું છું ॥ ૭॥

ભવાન્ ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિઞ્જયઃ । અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ॥

આપ- દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામવિજયી કૃપાચાર્ય તથા તે જ રીતે અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા ॥ ૮॥

અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ । નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદાઃ ।।

અને મારા માટે જીવનની આશા ત્યાગ કરી દેનારા ઘણા શૂરવીર અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રોથી સુસજ્જિત અને બધા જ યુદ્ધમાં ચતુર છે ॥ ૯ ॥

અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ્ । પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ્ ।।

ભીષ્મપિતામહ દ્વારા રક્ષિત આપણી તે સેના દરેક રીતે અજેય છે અને ભીમ દ્વારા રક્ષિત આ લોકોની આ સેના જીતવામાં સરળ છે ॥ ૧૦ ॥

અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ । ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ॥

એટલા માટે બધા મોરચા પર પોતાની-પોતાની જગ્યા પર સ્થિત રહેતા આપ બધા નિઃસંદેહ ભીષ્મપિતામહની જ ચારે બાજુથી રક્ષા કરો ॥ ૧૧ ॥

તસ્ય સઞ્જનયન્ હર્ષ કુરુવૃદ્ધઃ પિતામહઃ । સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખ દધ્મૌ પ્રતાપવાન્ ।।

કૌરવોમાં વૃદ્ધ મોટા પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા ઉચ્ચ સ્વરથી સિંહની ગર્જના સમાન ગર્જના કરીને શંખ વગાડ્યો ॥ ૧૨ ॥

તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ । સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોऽભવત્ ।।

આ પછી શંખ અને નગારા તથા ઢોલ, મૃદંગ અને નરસિંગા વગેરે વાજિંત્રો એક સાથે જ વાગી ઊઠ્યા. તેમનો તે શબ્દ મોટો ભયંકર થયો ॥ ૧૩ ॥

તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ । માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ ॥

આ પછી સફેદ ઘોડાઓથી યુક્ત ઉત્તમ રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજ અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા ॥ ૧૪ ॥

પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ । પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખ ભીમકર્મા વૃકોદરઃ ।।

શ્રીકૃષ્ણ મહારાજે પાંચજન્યનામક, અર્જુને દેવદત્તનામક અને ભયાનક કર્મવાળા ભીમસેને પૌંડ્રનામક મહાશંખ વગાડ્યો ॥ ૧૫ ॥

અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ । નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ ।

કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજયનામક અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પકનામક શંખ વગાડ્યા ॥ ૧૬ ॥

કાશ્યશ્ચ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ । ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ ॥

દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે । સૌભદ્રશ્ચ મહાબાહુઃ શઙ્ખાનદધ્મુઃ પૃથક્ પૃથક્ ॥

શ્રેષ્ઠ ધનુષવાળા કાશિરાજ અને મહારથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન તથા રાજા વિરાટ અને અજેય સાત્યકિ, રાજા દ્રુપદ અને દ્રૌપદીના પાંચે પુત્રો અને મોટી ભુજાવાળા સુભદ્રાપુત્ર અભિમન્યુ – આ બધાએ, હે રાજન ! ચારે બાજુથી અલગ-અલગ શંખ વગાડ્યા ॥ ૧૭-૧૮ ॥

સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ । નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ ॥

અને તે ભયાનક શબ્દે આકાશ અને પૃથ્વીને પણ ગુંજાવતા ધાર્તરાષ્ટ્રોના અર્થાત્ આપના પક્ષવાળાઓના હૃદય વિદીર્ણ કરી દીધા ॥ ૧૯ ॥

અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્ કપિધ્વજઃ । પ્રવૃત્તે શસ્ત્રસમ્પાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ ॥

હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે। અર્જુન ઉવાચ સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેऽચ્યુત ।।

હે રાજન ! આ પછી કપિધ્વજ અર્જુને મોરચો બાંધીને ઊભેલા ધૃતરાષ્ટ્ર-સંબંધીઓને જોઈને, તે શસ્ત્ર ચાલવાની તૈયારીના સમયે ધનુષ ઉઠાવીને હૃષીકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું- હે અચ્યુત ! મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો કરો ॥ ૨૦-૨૧ ॥

યાવદેતાન્નિરીક્ષેऽહં યોદ્ધકામાનવસ્થિતાન્ । કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્નરણસમુદ્યમે ।।

અને જ્યાં સુધી હું યુદ્ધક્ષેત્રમાં ઊભેલા યુદ્ધના અભિલાષી આ વિપક્ષી યોદ્ધાઓને સારી રીતે જોઈ લઉં કે આ યુદ્ધરૂપ વ્યાપારમાં મારે કોની-કોની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે ત્યાં સુધી તેને ઊભો રાખો ॥ ૨૨ ॥

યોત્સ્યમાનાનવેક્ષેऽહં ય એતેऽત્ર સમાગતાઃ । ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ ।।

દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઇચ્છનારા જે- જે આ રાજા લોકો આ સેનામાં આવ્યા છે, આ યુદ્ધ કરનારાઓને હું જોઈશ ॥ ૨૩ ॥

સઞ્જય ઉવાચ એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત । સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ॥

ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ । ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્કુરૂનિતિ ।।

સંજય બોલ્યા- હે ધૃતરાષ્ટ્ર ! અર્જુન દ્વારા આ રીતે કહેવાયેલા મહારાજ શ્રીકૃષ્ણચંદ્રે બંને સેનાઓની વચ્ચે ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે તથા સંપૂર્ણ રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો કરીને આ રીતે કહ્યું કે હે પાર્થ ! યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો ॥ ૨૪-૨૫ ॥

તત્રાપશ્યત્સ્થિતાન્ પાર્થઃ પિતॄનથ પિતામહાન્ । આચાર્યાન્માતુલान्ભ્રાતॄન્પુત્રાન્યૌત્રાન્સખીંસ્તથા ।। શ્વશુરान्सુહૃદશ્ચૈવ સેનયોરુભયोरપિ ।

આ પછી પૃથાપુત્ર અર્જુને તે બંને સેનાઓમાં સ્થિત કાકાઓને, દાદાઓ-પરદાદાઓને, ગુરુઓને, મામાઓને, ભાઈઓને, પુત્રોને, પૌત્રોને તથા મિત્રોને, સસરાઓને અને સુહૃદોને પણ જોયા ॥ ૨૬ અને ૨૭માનો પૂર્વાર્ધ ॥

તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બન્ધૂનવસ્થિતાન્ ।। કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ ।

તે ઉપસ્થિત સંપૂર્ણ બંધુઓને જોઈને તે કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી યુક્ત થઈને શોક કરતા આ વચન બોલ્યા ॥ ૨૭માનો ઉત્તરાર્ધ અને ૨૮માનો પૂર્વાર્ધ ॥

અર્જુન ઉવાચ દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ ।। સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ । વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ।।

અર્જુન બોલ્યા- હે કૃષ્ણ ! યુદ્ધક્ષેત્રમાં ઊભેલા યુદ્ધના અભિલાષી આ સ્વજનસમુદાયને જોઈને મારા અંગ શિથિલ થઈ રહ્યા છે અને મુખ સૂકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે ॥ ૨૮માનો ઉત્તરાર્ધ અને ૨૯ ॥

ગાણ્ડીવં સ્ત્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે । ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ॥

હાથથી ગાંડિવ ધનુષ પડી રહ્યું છે અને ત્વચા પણ ખૂબ બળી રહી છે તથા મારું મન ભ્રમિત જેવું થઈ રહ્યું છે; એટલા માટે હું ઊભા રહેવાને પણ સમર્થ નથી ॥ ૩૦ ॥

નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ । ન ચ શ્રેયોऽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ।।

હે કેશવ ! હું લક્ષણોને પણ વિપરીત જ જોઈ રહ્યો છું તથા યુદ્ધમાં સ્વજનસમુદાયને મારીને કલ્યાણ પણ નથી જોતો ॥ ૩૧ ॥

ન કાઙ્ક્ષ વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ। કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા ।।

હે કૃષ્ણ ! હું ન તો વિજય ઇચ્છું છું અને ન રાજ્ય તથા સુખોને જ. હે ગોવિંદ ! અમને આવા રાજ્યથી શું પ્રયોજન છે અથવા આવા ભોગોથી અને જીવનથી પણ શું લાભ છે ? ॥ ૩૨ ॥

યેષામર્થે કાઙ્ક્ષિતં નો રાજ્યં ભોગાઃ સુખાનિ ચ। ત ઇમેऽવસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ ।।

અમને જેના માટે રાજ્ય, ભોગ અને સુખ વગેરે ઈષ્ટ છે, તે જ આ બધા ધન અને જીવનની આશાને ત્યાગ કરીને યુદ્ધમાં ઊભા છે ॥ ૩૩ ॥

આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ । માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સમ્બન્ધિનસ્તથા ।।

ગુરુજન, કાકાઓ, છોકરાઓ અને તે જ રીતે દાદાઓ, મામાઓ, સસરા, પૌત્ર, સાળા તથા બીજા પણ સંબંધી લોકો છે ॥ ૩૪ ॥

એતાન્ન હન્તુમિચ્છામિ ઘ્નતોऽપિ મધુસૂદન । અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે ।।

હે મધુસૂદન ! મને મારવા પર પણ અથવા ત્રણે લોકના રાજ્ય માટે પણ હું આ બધાને મારવા નથી ઇચ્છતો; પછી પૃથ્વી માટે તો કહેવું જ શું છે ? ॥ ૩૫ ॥

નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાજ્જનાર્દન । પાપમેવાશ્રયેદસ્માન્હત્વૈતાનાતતાયિનઃ ।।

હે જનાર્દન ! ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું પ્રસન્નતા થશે ? આ આતતાયીઓને મારીને તો અમને પાપ જ લાગશે ॥ ૩૬ ॥

તસ્માન્નાર્હા વયં હન્તું ધાર્તરાષ્ટ્રાન્સ્વબાન્ધવાન્ । સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ ॥

એટલા માટે હે માધવ ! પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા માટે અમે યોગ્ય નથી; કારણ કે પોતાના જ કુટુંબને મારીને અમે કેવી રીતે સુખી થઈશું ? ॥ ૩૭ ॥

યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ । કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ॥

કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ । કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન ॥

જો કે લોભથી ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન દોષને અને મિત્રોથી વિરોધ કરવામાં પાપને નથી જોતા, તો પણ હે જનાર્દન ! કુળના નાશથી ઉત્પન્ન દોષને જાણનારા અમે લોકોએ આ પાપથી હટવા માટે શા માટે વિચાર ન કરવો જોઈએ ? ॥ ૩૮-૩૯ ॥

કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ । ધર્મે નષ્ટે કુલં કૃત્સ્ત્રમધર્મોऽભિભવત્યુત ।।

કુળના નાશથી સનાતન કુળ-ધર્મ નષ્ટ થઈ જાય છે, ધર્મનો નાશ થઈ જવા પર સંપૂર્ણ કુળમાં પાપ પણ ખૂબ ફેલાઈ જાય છે ॥ ૪૦ ॥

અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ । સ્ત્રીષુ દુષ્ટાસુ વાષ્ર્ણેય જાયતે વર્ણસઙ્કરઃ ।।

હે કૃષ્ણ ! પાપના અધિક વધી જવાથી કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાષ્ણેય ! સ્ત્રીઓના દૂષિત થઈ જવા પર વર્ણસંકર ઉત્પન્ન થાય છે ॥ ૪૧ ॥

સઙ્કરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ। પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ ॥

વર્ણસંકર કુળઘાતીઓને અને કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. લુપ્ત થયેલી પિંડ અને જળની ક્રિયાવાળા અર્થાત્ શ્રાદ્ધ અને તર્પણથી વંચિત તેમના પિતૃલોકો પણ અધોગતિને પ્રાપ્ત થાય છે ॥ ૪૨ ॥

દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસઙ્કરકારકૈઃ । ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ ।।

આ વર્ણસંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળ-ધર્મ અને જાતિ-ધર્મ નષ્ટ થઈ જાય છે ॥ ૪૩ ॥

ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન । નરકે ऽનિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ ॥

હે જનાર્દન ! જેનો કુળ-ધર્મ નષ્ટ થઈ ગયો છે, તેવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ હોય છે, એવું અમે સાંભળતા આવ્યા છીએ ॥ ૪૪ ॥

અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ । યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ ॥

હા ! શોક ! અમે લોકો બુદ્ધિમાન થઈને પણ મહાન પાપ કરવા માટે તૈયાર થઈ ગયા છીએ, જે રાજ્ય અને સુખના લોભથી સ્વજનોને મારવા માટે ઉદ્યત થઈ ગયા છીએ॥ ૪૫ ॥

યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણયઃ । ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ॥

જો મને શસ્ત્રરહિત અને સામનો ન કરનારાને શસ્ત્ર હાથમાં લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્ર રણમાં મારી નાખે તો તે મારવું પણ મારા માટે અધિક કલ્યાણકારક હશે ॥ ૪૬ ॥

સઞ્જય ઉવાચ: એવમુક્ત્વાર્જુનઃ સઙ્ખ્યે રથોપસ્થ ઉપાવિશત્ । વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ।।

સંજય બોલ્યા- રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનવાળા અર્જુન આ રીતે કહીને, બાણસહિત ધનુષને ત્યાગ કરીને રથના પાછળના ભાગમાં બેસી ગયા ॥ ૪૭ ॥

ॐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદેऽર્જુનવિષાદયોગો નામ પ્રથમોऽધ્યાયઃ ॥ ૧ ॥

🕉

આજનું પંચાંગ 9 સપ્ટેમ્બર 2026

શુભ મુહૂર્ત, ચોઘડિયા, રાશિફળ અને ગ્રહ સ્થિતિ માટે

શેર કરો:

સંબંધિત લેખ

श्रीमद्भगवद्गीता अध्याय 1 श्लोक 2 | दुर्योधन का द्रोणाचार्य से संवाद | संपूर्ण अर्थ एवं व्याख्या
ભગવદ ગીતા

શ્રીમદ્ભગવદ્ગીતા અધ્યાય ૧ શ્લોક ૨ | દુર્યોધનનો દ્રોણાચાર્ય સાથે સંવાદ | સંપૂર્ણ અર્થ અને વ્યાખ્યા

શ્રીમદ્ભગવદ્ગીતાના પ્રથમ અધ્યાયનો બીજો શ્લોક મહાભારત યુદ્ધના પ્રારંભિક વાતાવરણને વધુ સ્પષ્ટ કરે છે. આ શ્લોકમાં, દુર્યોધન પાંડવોની વિશાળ સેનાને જોઈને તેના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. તેના શબ્દોમાં આત્મવિશ્વાસ દેખાય છે, પરંતુ તેની અંદર છુપાયેલી ચિંતા અને વ્યૂહાત્મક વિચારસરણી પણ સ્પષ્ટપણે દેખાય છે. ચાલો આપણે આ શ્લોકનો શબ્દાર્થ, સરળ અર્થ અને ગહન મહત્વ વિગતવાર સમજીએ.

27 Jul 202694
श्रीमद्भगवद्गीता अध्याय 1 श्लोक 1 – धृतराष्ट्र उवाच: धर्मक्षेत्रे कुरुक्षेत्रे… | संपूर्ण अर्थ, शब्दार्थ और विस्तृत परिचय
ભગવદ ગીતા

શ્રીમદ્ભગવદ્ગીતા અધ્યાય ૧ શ્લોક ૧ – ધૃતરાષ્ટ્ર ઉવાચ: ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે… | સંપૂર્ણ અર્થ, શબ્દાર્થ અને વિસ્તૃત પરિચય

ભગવદ્ગીતાનો પ્રથમ શ્લોક માત્ર યુદ્ધભૂમિનું વર્ણન નથી, પરંતુ માનવ મન, ધર્મ, કર્તવ્ય અને મોહ વચ્ચે ચાલતા આંતરિક સંઘર્ષનું પણ પ્રતીક છે. ચાલો આ શ્લોકનો ગહન અર્થ અને તેનો આધ્યાત્મિક સંદેશ જાણીએ.

26 Jul 2026112