ડોશી-ડોસો મંદિર જાય ગુજરાતી ભજન લિરિક્સ અને કીર્તન - Tilak Kathayein
भजन

ડોશી-ડોસો મંદિર જાય | લોકપ્રિય ગુજરાતી ભજન (Lyrics) અને કીર્તન

Tilak Kathayein10 Jul 20268 views📖 1 min read
'ડોશી-ડોસો મંદિર જાય' ગુજરાતી લોકપ્રિય ભજનના સંપૂર્ણ લિરિક્સ વાંચો. ભજનનો અર્થ, પરંપરાગત કીર્તન અને સરળ ગુજરાતી પાઠ સાથે ભક્તિનો આનંદ મેળવો.

ડોશી-ડોસો મંદિર જાય, ચપટી ચોખા લઈને જાય.
પાસે નાણું રાખ્યું નહીં, ડોશી કે ભાભા ભારે થઈ.
ડોહો કે ડોશી ગભરાશ નહીં.

આપણે જઈશું મોટા ના ઘેર,
મોટો કે તમે મારી ભેગા નહીં.
મારા બંગલા નાના છે,
અમારે ખાટલા સમાય નહીં.
રોજની સાંકડ પહોંચાય નહીં.
ડોશી કે ભાભા ભારે થઈ.
ડોહો કે ડોશી ગભરાશ નહીં.

આપણે જઈશું વચ્ચલા ને ત્યાં,
વચ્ચલો કે તમે મારી ભેગા નહીં.
તમારે ને વહુ ને બનશે નહીં,
રોજના કજિયા પહોંચાય નહીં.
ડોશી કે ભાભા ભારે થઈ.
ડોહો કે ડોશી ગભરાશ નહીં.

આપણે જઈશું નાના ને ઘેર,
નાની કે તમે મારી ભેગા નહીં.
મારા છોકરા ભણે છે,
તમારો કકળાટ પહોંચાય નહીં.
ડોશી કે ભાભા ભારે થઈ.
ડોહો કે ડોશી ગભરાશ નહીં.

આપણે જઈશું દીકરી ને ઘેર,
દીકરી કે તમે મારી ભેગા નહીં.
જમાઈ કે તમે મારી ભેગા નહીં.
તમારી પાસે નાણું નહીં.
દીકરીના ઘરનું ખવાય નહીં.
ડોશી કે ભાભા ભારે થઈ.
ડોસો કે ડોશી ગભરાશ નહીં.

આપણે જઈશું ડાકોર ધામ,
કઢી ને ખીચડી ખાઈશું જય.
કઢી ને ખીચડી હદી ગઈ.
ડોશી-ડોસાના આવ્યા વિમાન.
ડોશી-ડોસો તો વૈકુંઠ ગયા.
બારમાના પૈસા બચી ગયા.

શેર કરો:

સંબંધિત લેખ

हे दुःख भंजन मारुती नंदन | हनुमान भजन लिरिक्स और महत्व
ભજન

હે દુઃખ ભંજન મારુતિ નંદન | હનુમાન ભજન લિરીક્સ અને મહત્વ

હે દુઃખ ભંજન મારુતિ નંદન" ભગવાન હનુમાનજીને સમર્પિત એક પ્રખ્યાત ભક્તિમય ભજન છે. આ ભજનમાં ભક્ત પવનપુત્ર હનુમાનજીને દુઃખો દૂર કરવા, શક્તિ અને સાહસ પ્રદાન કરવાની પ્રાર્થના કરે છે. હનુમાન ભજનના સુંદર બોલ અને તેનું મહત્વ વાંચો.

27 Jun 2026104
उठो सोने वालों सबेरा हुआ है | वंशीधर शुक्ल का प्रेरणादायक देशभक्ति भजन<
ભજન

જાગો નિદ્રાધીશો, પ્રભાત થયું છે | વંશીધર શુક્લનું પ્રેરણાદાયી દેશભક્તિ ભજન

"જાગો નિદ્રાધીશો, પ્રભાત થયું છે" એ વંશીધર શુક્લ દ્વારા રચિત એક પ્રેરણાદાયી દેશભક્તિ ભજન છે. આ ભજન નવી સવાર, આશા, જાગૃતિ અને દેશ પ્રેમનો સંદેશ આપે છે. આ પ્રખ્યાત ભજનના શબ્દો, અર્થ અને તેમાંથી મળતી પ્રેરણા વાંચો.

21 Jun 202697